27 C
Ahmedabad
August 19, 2025
NEWSPANE24
Unique Gujarat News

Gujarat Police : પોલીસ રાખશે શ્રમિકોના બાળકોની સારસંભાળ

Gujarat Police
SHARE STORY

Gujarat Police : સુરત રેન્જ પોલીસ દ્વારા પ્રેરિત અને સુરત જિલ્લા પોલીસ વડા દ્વારા સુરતના પલાસણા તાલુકાના કડોદરા ખાતે ગૃહ રાજયમંત્રી હર્ષ સંધવીએ ‘બાળ સંભાળ કેન્દ્ર’ અને ‘ગામદૂત યોજના’નો શુભારંભ કરાવ્યો હતો. 

Gujarat Police : “બાળ સંભાળ કેન્દ્ર” એ પોલીસની સમાજ પ્રત્યે ઉત્તરદાયિત્વ નિભાવવાની એક અનોખી પહેલ

આ પ્રસંગે સુરત, કામરેજ ખાતે આવેલ દલપત રામાભવન ખાતે આયોજિત સમારોહમાં હર્ષ સંધવીએ પોલીસકર્મીઓની ફરજ અને સેવાભાવનાને બિરદાવતા જણાવ્યુ હતુ કે સુરતના કડોદરા ખાતે સ્થપાયેલુ બાળકો માટેનું “બાળ સંભાળ કેન્દ્ર” એ પોલીસની સમાજ પ્રત્યે ઉત્તરદાયિત્વ નિભાવવાની એક અનોખી પહેલ છે.

Gujarat Police

Gujarat Police : શ્રમિકોના બાળકોની સંભાળ મહિલા પોલીસ કરશે

આર્થિક રીતે નબળા પરિવારના શ્રમિકો રોજગારી મેળવવા જાય ત્યારે તેમના બાળકો સાથે કોઈ અધટિત ધટના તે માટે પોલસ વિભાગ દ્વારા બાળ સંભાળ કેન્દ્રની શરુઆત કરવામાં આવી છે. આ બાળ સંભાળ કેન્દ્રોમાં મહિલા પોલીસ કર્મીઓ દ્વારા શ્રમિક પરિવારોના બાળકોની સારસંભાળ લેવામાં આવશે. જેથી ગરીબ બાળકોને એક સશક્ત સુરક્ષાછત્ર પ્રાપ્ત થશે. આ સાથે ગૃહમંત્રીએ પોલીસની સેવાને બિરદાવતા જણાવ્યુ હતુ કે ગુજરાતનો પોલીસ વિભાગ હંમેશા નાગરિકોની સેવામાં કાર્યરત છે.

Gujarat Police : પોલીસ સમાજને પોતાનો પરિવાર સમજી ફરજ નિભાવે છે : ગૃહ રાજયમંત્રી હર્ષ સંધવી

Gujarat Police

ગૃહમંત્રીએ પોલીસ મહેકમના સમર્પણ અને ત્યાગની ભાવનાની પ્રસંશા કરતા જણાવ્યુ હતુ કે ઠંડી, ગરમી, વરસાદ હોય કે પરિવારમાં શુભ-અશુભ પ્રસંગ હોય પોલીસ હંમેશા નાગરિકોની સુરક્ષા અને સલામતીને જાળવી રાખવાની પોતાની ફરજને પ્રાધાન્ય આપે છે અને સમાજને પોતનો પરિવાસ સમજી સતત ફરજ નિભાવે છે. ગત દિવાળી પર આપણે પરિવારજનો સાથે દિપોત્સવ ઉજવી રહ્યા હતા ત્યારે સુરત પોલીસના જવાનો પાંડેસરા રેપ કેસના આરોપીઓને શોધવામાં વ્યસ્ત હતા અને ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડી પરિવારને ન્યાય અપાવ્યો હતો.

આ પણ જુઓ

Vadodara Police : તૃષા સોલંકી હત્યા કેસમાં માત્ર 7 દિવસમાં ચાર્જશીટ : વડોદરા ક્રાઈમ બ્રાન્ચની સિદ્ધી

Gujarat Police : પોલીસકર્મીઓના યુનિફોર્મની ઈજ્જત ત્યારે વધે છે જયારે તેમનામાં માનવતા જીવિત હોય : સુરત રેન્જ અધિક પોલીસ મહાનિદેશક ડૉ. એસ.પી. રાજકુમાર

આ પ્રસંગે સુરત રેન્જ અધિક પોલીસ મહાનિદેશક ડૉ. એસ.પી. રાજકુમારે જણાવ્યુ હતુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલયના પ્રથમ દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને પોલીસ અને સશસ્ત્રદળના યુનિફોર્મને શક્તિ કે સત્તાના રૂપમાં ન જોવા શીખ આપી હતી. રાજકુમારે વધુમાં જણાવ્યુ હતુ કે પોલીસકર્મીઓના યુનિફોર્મની ઈજ્જત અને મહત્વ ત્યારે વધે છે, જયારે તેમનામાં માનવતા જીવિત હોય.

Gujarat Police

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વયનું હોવુ અત્યંત જરુરી છે. પોલીસ મહેકમના કર્મચારીઓ પ્રજાના સીધા સંપર્કમાં આવતા હોવાને કારણે તેમનું આચરણ, વર્તન અને કામગીરીના આધારે સમગ્ર પોલીસ વિભાગની છબીનું નિર્માણ થતુ હોય છે. જેથી પોલીસ વિભાગ દ્વારા ‘ગ્રામદુત યોજના’ દ્વારા પોલીસ કર્મચારી દરેક ગામોની મુલાકાત લઈ પ્રજાના પ્રશ્નો અને સમસ્યાઓનો નિકાલ કરી લોકોનો વિશ્વાસ જીતવા પ્રયત્ન કરશે.

આપના વિસ્તારમાં થતા આયોજનો, ઘટનાઓ, સમસ્યાઓ અને જરુરીયાતોની માહિતી અમારા સુધી WhatsAap દ્વારા પહોચાડવા નીચેની લિંક ક્લિક કરો

https://wa.me/message/COLLBENPMPDMJ1

Gujarat Police : પોલીસની આ પહેલથી ગરીબ પરિવારના દંપત્તિઓ બાળકોની સુરક્ષાની ચિંતાથી મુક્ત થયા : જિલ્લા પોલીસ વડા ઉષા રાડા

આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા ઉષા રાડાએ પોતાના સંબોધનમાં જણાવ્યુ હતુ કે કડોદરા વિસ્તારમાં પરપ્રાંતિય લોકોની વસ્તીનું પ્રમાણ વધુ હોવાથી શ્રમજીવી પરિવારોમાં માતા-પિતા બંન્ને આજીવિકા માટે નોકરી કરતા હોય તેવુ સામાન્ય રીતે જોવા મળે છે. આવા સમયે માતા-પિતાની ગેરહાજરીમાં ધરે એકલા રહેતા બાળકો સાથે બનતા અધટિત બનાવો નિવારવા જિલ્લા પોલીસ દ્વારા શરુ કરવામાં આવેલ ‘બાળ સંભાળ કેન્દ્ર’ નિશ્ચિતપણે આશીર્વાદરુપ બનશે. હાલ આવા કેન્દ્રોમાં 68 બાળકોની સંભાળ રાખવામાં આવી રહી છે. પોલીસની આ પહેલથી ગરીબ પરિવારના દંપત્તિઓ બાળકોની સુરક્ષાની ચિંતાથી મુક્ત થયા છે.

તાજા સમાચાર

ADVERTISEMENT

SHARE STORY

Related posts

Humanity Towards Animals : વલ્ચર પક્ષીઓ દ્વારા ઈજાગ્રસ્ત કપિશિશુનો જીવ બચાવતી 1962 સેવા

Newspane24.com

નશામાં પાણીની જગ્યાએ અસિડ ગટગટાવ્યુ : દેશી દારૂ(liquor)નો નશો પરિવારના આધારને ભરખી ગયો

SAHAJANAND

IND vs SA ત્રીજી ટેસ્ટ : IND પ્રથમ દાવમાં 223, SA 17/1

SAHAJANAND

Republic Day Tableau : પ્રજાસત્તાક દિને પરેડમાં પોસ્ટલ વિભાગનો ટેબ્લો સૌથી વધુ વખણાયો

SAHAJANAND

Leave a Comment