નશામાં પાણીની જગ્યાએ અસિડ ગટગટાવ્યુ : દેશી દારૂ(liquor)નો નશો પરિવારના આધારને ભરખી ગયો
દારુના નશામાં પાણીની જગ્યાએ અસિડ ગટગટાવી જતા મોત
સુરત ખાતે દેશી દારૂ(liquor)ના નશામાં પાણીની જગ્યાએ એસિડ ગટગટાવી લેતા મૂળ ઓરિસ્સાના યુવકનું કરુણ મોત નીપજ્યુ હતુ. યુવક ઘરનો એક માત્ર કમાનાર સદસ્ય હોઈ પરિવાર અને સંબંધીઓમાં ઘેરો શોક છવાઈગયો છે.

ઓરિસ્સાના પરિવારનો એક માત્ર સહારો છીનવાઈ ગયો
ઓરિસ્સા ખાતે રહેતો જિતેન્દ્ર રધા ત્રણેક માસ પહેલા પિતાના મૃત્યુ બાદ કામધંધાની શોધમાં સુરત ખાતે આવ્યો હતો. પિતાના મૃત્યુ બાદ અને બે બહેનોના પરિવારને પાળવાની જવાબદારી જિતેન્દ્રના માથે આવતા તેણે સુરત તરફ આશાની મીટ માંડી હતી અને સુરતમા આવી સંચા ખાતામાં કામે લાગ્યો હતો. જોકે દારુ(liquor)ના અતિશય નશાની હાલતમાં તેણે એસીડને પાણી સમજી પી લેતાં મોતનો ભેટ્યો હતો. આ કરુણ ધટના અંગે પરિવારને જાણકારી મળતાં પરિવારના સદસ્યો સહિત સગા-સંબંધીઓમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતુ.

જાણકારી મળતાં મિત્રો હોસ્પિટલ લઈ ગયા
પ્રાપ્ત થતી માહિતી અનુસાર ત્રણ મહિના પહેલા જ સુરત આવેલ જિતેન્દ્ર ત્રણ દેશી દારુ(liquor)ની પોટલી પી જતા તે ચિક્કાર નશામાં આવી ગયો હતો, નશાની હાલતમાં જ તે ભુલથી પાણી ને દરુ સમજીને પી ગયો. જોકે બાદમાં ધ્યાન પર આવતા તેણે પોતાના રુમપાર્ટનર મિત્રોને આ અંગે જાણકારી આપી હતી. જિતેન્દ્રના એસિડ પી જવા અંગે જાણકારી મળતા તમામ રૂમપાર્ટનર સફાળા ચોંકી ગયા હતા અને તાત્તકાલિક જિતેન્દ્રને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
પરિવારમાં ઘેરો શોક
માત્ર 22 વર્ષની ઉંમર ધરાવતા જિતેન્દ્રના મૃત્યુની જાણકારી તેના વતન પહોંચતા સમગ્ર પરિવાર, સગાસંબંધી અને મિત્રો આધાત પામવા સાથે શોકમાં સરી પડ્યા હતા. જિતેન્દ્રની એક બહેનના લગ્ન આવતા મહિને નિર્ધારીત થયા હતા. સુરતમાં સંચામાં કામ કરતા કારીગરોનો એક ખાસ વર્ગ દેશી દારુ(liquor) પીવાની લતે ચડી ગયો છે. આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ જુઓ
ધોલેરામાં કન્ટેનર પલટ્યુ : અંદરથી મળ્યો 17 લાખનો દારુ