PYROGRAPHY તરીકે ઓળખાતી કળાનું શિક્ષક રવિ રાદડિયા દ્વારા પ્રથમવાર ગુજરાતના સુરતમાં પ્રદર્શન
સુરતના સરસાણા ખાતે યોજાયેલી ત્રિ-દિવસીય પાટીદાર ગ્લોબલ સમીટમાં રવિ રાદડિયાના પાયરોગ્રાફી આર્ટ દ્વારા તૈયાર કરાયોલા ચિત્રોનું વેચાણ અને પ્રદર્શન યોજાયુ હતુ. બાળપણથી જ કંઈક અનોખુ કરવાના જોશ સાથે વેસ્ટેજ લાકડાને બાળી પાયરોગ્રાફી દ્વારા ચિત્રો બનાવી રવિ રાદડિયા પોતે તો આત્મનિર્ભર બન્યા જ છે, સાથે સાથે તેમણે આત્મનિર્ભર બનવા ઈચ્છતા અનેક યુવાઓ માટે એક નવો પથ તૈયાર કર્યો છે.
Pyrography : યુ-ટ્યુબ પર પાયરોગ્રાફીના વિડીયોથી પ્રેરણા મળી
રવિ રાદડિયા નાનપણથી જ વિવિધ પ્રકારની કલાઓથી આકર્ષાયા હતા અને તેમની વિશેષ રુચિ ચિત્રકળામાં હતી. યોગાનુયોગ એક વાર તેમણે યુ-ટ્યુબ પર પાયરોગ્રાફી દ્વારા ચિત્ર તૈયાર કરવાનો વિડીયો જોયો અને તેમને પાયરોગ્રાફીથી ચિત્રૌ તૈયાર કરવાની પ્રેરણા મળી.
આ પણ જુઓ
Girnar Ropeway : 17 મહિનામાં 1 કરોડ ભક્તોએ માં અંબાના દર્શન કર્યા
પાયરોગ્રાફી દ્વારા તૈયાર કરાયેલા ચિત્રોને માર્કેટમાં વેચવામાં સફળતા પ્રાપ્ત કરતા રવિ રાદડિયાએ શિક્ષકની નોકરી છોડી કળાને જ પોતાનો વ્યવસાય બનાવી દીધો. આજે તેમને દિલ્હી અને મુંબઈ જેવા મોટા શહેરો સહિત વિદેશમાંથી પણ ઓર્ડર મળી રહ્યા છે. પોતાની આ કલાના માધ્યમથી તેઓ આત્મનિર્ભર બની મહીને લગભગ 35 હજાર રુ.ની આવક મેળવી રહ્યા છે.
Pyrography : આત્મનિર્ભરતાની કહાની – રવિ રાદડિયાની જુબાની
આ અંગે રવિ રાદડિયાએ જણાવ્યુ હતુ કે, “હું નાનપણથી જ આર્ટના વિષયમાં રસ ધરાવતો હતો. પરંતુ સમયની સાથે બી.એસ.સી સુધીનો અભ્યાસ પુર્ણ કર્યા બાદ શાળા શિક્ષક તરીકે નોકરીની સાથે પેઈન્ટિંગ બનાવવાનું શરૂ કર્યું હતું. એક દિવસ મને પાયરોગ્રાફી આર્ટથી ચિત્ર બનાવવાનો વિચાર આવ્યો જેથી મેં યુટ્યબના પર વિડિયો જોયો જેમાં લાકડાને બર્નિંગ કરીને આર્ટ બનાવવામાં આવતા હતા. આ આર્ટકલા ભારત માટે એકદમ નવી હતી. એટલે વિડિઓ જોઈને અલગ અલગ પ્રયોગ કરીને આ પ્રકારનુ આર્ટ શીખવાનું શરૂ કર્યું”.
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, “પાયરોગ્રાફી(Pyrography) આર્ટના અભ્યાસની તપાસ કરી તો ભારતમાં કોઈ પણ કેન્દ્ર ન હતું. જેથી જાત મહેનત અને પ્રયોગો કરી પાયરોગ્રાફી શીખ્યો છું. જેથી શિક્ષકની નોકરી છોડી હવે આ ક્ષેત્રે આર્ટ બિઝનેશને આગળ વધારી રહ્યો છું. પાયરોગ્રાફી આર્ટ પર કામ કરતા મને બે વર્ષ જેવો સમય વિતિ ગયો છે. આખરે મહેનત રંગ લાવી પાયરોગ્રાફી આર્ટની કલાથી હું પોતે આત્મનિર્ભર બન્યો છું. સારી એવી કમાણી થઈ રહી છે. ભવિષ્યમાં હું પાયરોગ્રાફી શીખવા માંગતા લોકો માટે કલાસ શરૂ કરીશ”.
pyrography : શું છે “પાયરોગ્રાફી”…?
પાયરોગ્રાફી વિષે વિસ્તૃત છણાવટ કરતી મહિતી આપતા તેમણે જણાવ્યુ હતુ કે પાયરોગ્રાફીની કળા એટલે લાકડાની નેચરલ પ્લાય પર રેણીયા અને લાઈટરના ઉપયોગથી લાકડાની સપાટીને બાળીને તૈયાર કરવામાં આવતુ આર્ટ. તેમણે સ્પષ્ટ કર્યુ કે આ કલામાં કોઈપણ પ્રકારના રંગોનો ઉપયોગ કરાતો નથી. માત્ર કાષ્ટની સપાટીને બાળીને ચિત્રો તૈયાર કરવામાં આવે છે.
પાયરોગ્રાફી પ્રાચીન સમયમાં ઈજિપ્તવાસીઓ અને આફ્રિકન આદિવાસી સમુદાયોમાં પ્રચલિત કળા હતી. તેઓ લાકડાને સળગાવીને ફ્રી-હેન્ડથી સુશોભન કાળઓમાં લાકડાનો ઉપયોગ કરતા હતા. હાલમાં પાયરોગ્રાફીમાં હોટ ટાઈપિંગ(પાયરોટાઈપ) ઘર્ષણ, સૂર્યપ્રકાશ અને એસિડના ઉપયોગ દ્વારા ચિત્રો તૈયાર કરવામાં આવે છે.
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા