વ્યાજખોરીના ચૂંગલમાંથી સામાન્ય પ્રજાને મુક્ત કરાવવા અમદાવાદ ગ્રામ્ય પોલીસના નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ. યૌહાણની અધ્યક્ષતામાં માનવતા સભસ પગલા સ્વરુપે લોન મેળાનું આયોજન.
વિષય કોષ્ટક
અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
અમદાવાદ ગ્રામ્ય પોલીસ માહા નિરીક્ષક વી. ચંદ્રશેખર, જીલ્લા પોલીસ વડા અમિત વસાવાના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ. યૌહાણની અધ્યક્ષતામાં અમદાવાદ ગ્રામ્ય જીલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરોના ત્રાસથી સામાન્ય જનતાને મુક્ત કરાવવાના માનવતા સભર પ્રયાસ સ્વરુપે વિરમગામ સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ ખાતે વિરમગામ માંડલ, દેત્રોજ, વિઠ્ઠલાપુર તેમજ આસપાસના વિસ્તારના લોકો માટે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
500થી વધુ લાભાર્થીઓ હાજર રહ્યા
આ લોનમેળામાં વધુમાં વધુ સંખ્યામાં લોકો હાજર રહે તે માટે અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા જાગૃતિ ફેલાવવા સાથે અભિયાન ચલાવવામાં આવ્યુ હતુ. નાગરિકોને સરળતા રહે તે હેતુથી લોનના જરુરી ડોક્યમેન્ટ્સ સાથે નાગરિકો અને જુદી જુદી બેંકના અધિકારીઓને એક પ્લેટફોર્મ પર એકઠા કરાયા હતા. જેમાં આશરે 500થી વધુ લાભાર્થીઓએ ભાગ લીધો હતો.
ભાડજ સાયન્સ સીટી વિસ્તારમાં મોલ, સુપરમાર્કેટ, હોસ્પિટલ, શો-રુમ, હોટેલ માટે ઉત્તમ સ્થળ
સરકારની વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન
લોકહિતના આ ભગીરથ પ્રયાસમાં વિરમગામના પ્રાંત અધિકારી કુ. કંચન, વિરમગામ તાલુકા વિકાસ અધિકારી ધવલભાઈ દેસાઈ. વિરમગામ મામલતદાર રણજીતસિંહ મોરી દ્વારા મહિલા ઉત્કર્ષ યોજના, માનવ કલ્યાણ યોજના, પ્રધાનમંત્રી મુદ્રા યોજના, પ્રધાનમંત્રી સ્વનિધી યોજના જેવી વીવીધ યોજનાઓ અંગે ઝીણવટભરી માહિતી સાથે માર્દદર્શન પુરુ પાડવામાં આવ્યુ હતુ.
માનવતા સભર કાર્યમાં વિવિધ સંસ્થાઓનો સહકાર
ઉપરાંત આ મેળામાં રાષ્ટ્રીયકૃત બેંક, સહકારી બેક, ખાનગી બેંક તથા જિલ્લા ઉધ્યોગ કેન્દ્ર તરફથી પણ માહિતી પુરી પાડવા સાથે બેંકના કર્મચારીઓ દ્વારા ઓછામાં ઓછા સમયમાં લોન મળે તેવી વ્યવસ્થા કરી સામાન્ય નાગરિકોને સરળતાથી લોન મળે તે માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પોલીસ પ્રજાનો સાચો મિત્ર
આવા આયોજનો પોલીસ અને પ્રજાને એક-બીજાની નિકટ લાવી પોલીસની પ્રજામાં વિસ્વસનીયતામાં નિશ્ચતપણે વધારો કરે છે અને પોલીસની પ્રજાનામિત્ર તરીકેની છબીને વધુ ઉજ્જવળ બનાવે છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસનું આ આયોજન અભિનંદનને પાત્ર છે.
આ પણ જુઓ
ક્રાઈમબ્રાન્ચે 37.50 લાખના દારુના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા