Republic Day Tableau : પ્રજાસત્તાક દિને યોજાયેલી પરેડમાં પોસ્ટલ વિભાગનો ટેબ્લો(Republic Day Tableau)ને સૌથી વધુ વખણાયો હતો. મહિલા સશક્તીકરણનો ઉત્તમ સંદેશ આપતા આ ટેબ્લોને કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ યોહાણ સહિત અનેક મહાનુભાવોએ બીરદાવી પ્રોત્સાહન આપ્યુ હતુ. દેશના વિવિધ મંત્રાલયો દ્વારા રજુ કરવામાં આવેલા તમામ ટેબ્લોમાં 34% મત સાથે સંચાર મંત્રાલય-પોસ્ટલ વિભાગના ટેબ્લોને સૌથી વધુ 46,365 મત મળ્યા હતા.
ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્રીયતાને દર્શાવતા ટેબ્લોએ ભારે આકર્ષણ જમાવ્યું
દેશના પ્રજાસત્તાક પર્વ નિમિત્તે દિલ્હી ખાતે યોજાયેલી પરેડમાં સરકારના વિવિધ મંત્રાલય દ્વારા લોક કલ્યાણના વિવિધ કાર્યો અંગે પ્રેરણા સંદેશ આપતા અનેકવિધ થીમ પ્રદર્શિત કરતા ટેબ્લો(Republic Day Tableau) રજૂ કરવામાં આવ્યા હતા. જેના અંતર્ગત આઝાદીના અમૃત મહોત્સવને અનુલક્ષમાં લઈને ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્રીયતાને દર્શાવતા ટેબ્લોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું.
જોકે આ તમામ ટેબ્લોમાં સરકારના સંચાર મંત્રાલય- પોસ્ટલ વિભાગ દ્વારા મહિલા સશક્તિકરણના ઉમદા હેતુ સાથે પ્રસ્તુત કરાયેલ ટેબ્લો(Republic Day Tableau)એ સૌથી વધુ આકર્ષણ જમાવ્યું હતું અને આ ટેબ્લોને ગણતંત્ર દિવસની પરેડ દરમિયાન કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ, પ્રજાસત્તાક પર્વે ઉપસ્થિત પદાધિકારીઓ અને મહેમાનો એ બિરદાવી પ્રોત્સાહન આપ્યું હતું.
કુલ 1,37,21 3 મતદાતાઓ તરફથી મતદાન કરવામાં આવ્યું
કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલય દ્વારા રજૂ કરાયેલા ટેબ્લો(Republic Day Tableau)માં શ્રેષ્ઠ ટેબ્લો ની પસંદગી માટે થયેલ જાહેર વોટિંગમાં કુલ 1,37,21 3 મતદાતાઓ તરફથી મતદાન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય સંચાર મંત્રાલયના પોસ્ટલ વિભાગ દ્વારા રજુ કરવામાં આવેલ મહિલા સશક્તિકરણની થીમ સાથેના ટેબલોને લોકોએ સૌથી વધુ મત આપ્યા હતા. જેને પગલે આ ટેબ્લો સૌથી શ્રેષ્ઠ ટેબ્લો માં પ્રથમ નંબરે આવ્યો છે. આ ટેબલોને હું મોતના ૩૪ ટકા મત મળ્યા છે.
મહિલા સશક્તિકરણની થીમ સાથે લોકોના આકર્ષણનું કેન્દ્ર બનેલા આ ટેબ્લોને તૈયાર કરનાર અધિકારીઓ અને ટબ્લો માટે પ્રેરક કાર્ય કરનારા તમામ વ્યક્તિઓને કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા. આ સાથે તેમણે તમામ વોટર્સનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
સીઆરપીએફના જવાનો દ્વારા પ્રસ્તુત કરાયેલ ક્રૃતિ દ્વિતિય નંબર પર
પ્રજાસત્તાક પર્વની આ પરેડમાં કેન્દ્રીય ગૃહ વિભાગના સીઆરપીએફના જવાનો દ્વારા પ્રસ્તુત કરાયેલ ક્રૃતિને 35,344 મત મળ્યા હતા. જે કુલ મતના 26 ટકા હોવા સાથે આ કૃતિને દ્વિતિય સ્થાન પ્રાપ્ત થયુ હતુ. આ સાથે, સાંસ્કૃતિક મંત્રાલય, જલશક્તિ જળ જીવન મિશન, શિક્ષણ વિભાગ, કાયદા વિભાગ સહિતના વિવિધ મંત્રાલયો દ્વારા અનેક વિધ ટેબ્લો(Republic Day Tableau) પ્રસ્તુત કરવામાં આવ્યા હતા અને આ તમામ ટેબ્લો માટે જાહેર જનતા દ્વારા વોટિંગ કરવામાં આવ્યુ હતુ.
આ પણ જુઓ
Corona SOP : કોરોના અંગે શહેર પોલીસ કમિશ્નરનું જાહરનામું