ભારત(Team India) અને સાઉથ આફ્રિકા(South Africa) વચ્ચેની ત્રણ ટેસ્ટની શ્રેણીમાં બંને ટીમો 1-1ની બરાબરી પર છે ત્યારે કેપટાઉનમાં રમાઈ રહેલી અંતિમ અને નિર્ણયક ટેસ્ટના પ્રથમ દિવસે નબળી બેટિંગ કરતા ભારતની ટીમ 223 રન બનાવીને પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. જોકે સાઉથ આફ્રિકન ટીમની ઓપનિંગ જોડી તોડી નાખી ભારતના બોલરોએ દિવસના અંતિમ તબક્કામાં રમત પર પોતાની પકડ જાળવી રાખી હતી. ઝડપી બોલર બુમરાહે કેપ્ટન ડીન એલ્ગરને 3 રને પેવેલિયનમાં પાછો મોકલતા દિવસના અંતે સાઉથ આફ્રિકા 17 રને 1 વિકેટ ગુમાવી ચૂક્યુ હતુ. પહેલા દિવસની રમતના અંતે એલ્ગર માર્કરમ 8 અને કેશવ મહારાજ 6 રન બનાવી પીચ પર ટકી રહ્યા હતા.
Team India 223 રન પર સમેટાઈ
અંતિમ ટેસ્ટમાં ઇતિહાસ રચવાના ઇરાદે ઉતરેલી ભારતીય ટીમે ટોસ જીત્યા બાદ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ભારતની શુરુઆત નબળી રહેતા લોકેશ રાહુલ અને મયંક અગ્રવાલની ઓપનિંગ જોડી જલદી આઉટ થઈ ગઈ હતી. રાહુલ 12 અને મયંકે 15 રન જ બનાવી શક્યા હતા. રમતના પહેલા અને બીજા સત્રમાં બે-બે વિકેટ ગુમાવ્યા બાદ અંતિમ સત્રમાં ભારતે બાકીની 6 વિકેટો ગુમાવી નબળી બેટિંગનું પ્રદર્શન કર્યું હતું.
કેપ્ટન કોહલીએ બાજી સંભાળી
જોકે કેપ્ટન કોહલીએ લડાયક બેટિંગ કરતા પોતાનું ૨૮ મું અર્ધશતક પૂરું કર્યું હતું. કોહલીને પૂજારાની 43 રનની ઇનિંગનો સહકાર મળ્યો હતો. કોહલીએ 201 બોલ રમીને 12 ચોકકા અને એક સિક્સરની મદદથી 79 રન બનાવ્યા હતા. ત્યાર બાદ પુજારા અને ઋષભ પંતે પાંચમી વિકેટની ભાગીદારીમાં 123 બોલમાં 51 રન જોડ્યા હતા. પંતે 27 રન બનાવ્યા હતા. પ્રથમ સેસનમાં લુંચ સુધી ભારતે બે વિકેટ 75 અન બીજા સેસનમાં ટી-લંચ સુધી ચાર વિકેટે 141 રન બનાવ્યા હતા.ઉપકપ્તાન અજીંક્ય રહાણેએ એકવાર ફરી નિરાશાજનક બેટિંગ કરતા 12 રને રબાદાનો શિકાર બન્યા હતા. રવિચંદ્રન અશ્વિન 2 જ્યારે શાર્દુલ ઠાકુરે 12 રન બનાવ્યા હતા. જસપ્રીત બુમરાહ પોતાનું ખાતુ ખોલાવી શક્યા નહોતા અને મોહંમદ શામી 7 રને એનગીદીનો શિકાર બન્યા હતા.
દિવસના અંતે ઓપનિંગ જોડી તોડી Team Indiaએ મેચમાં પકડ મજબુત કરી
જોકે નબળા સ્કોરને લઈને દબાણમાં ફીલ્ડિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમના બોલરોએ અંતિમ સત્રમાં વેધક દીશા સાથે બોલિંગ કરતા સાઉથ આફ્રિકાની ટીમની ઓપનિંગ જોડીને તોડવામાં સફળતા મેળવતા દિવસના અંતે મેચ પર કેટલાક અંશે પકડ વધારવામાં સફળ રહી હતી Team India પર આ વખતે શ્રેણી જીતી ઈતિહાસ રચવાનું દબાણ પણ રહેશે. જોકે મેચ હજી રસપ્રદ તબક્કામાં છે. ભારતીય બોલરો પીચ પર સવારના ભેજનો ફાયદો ઉઠાવી શકશે તો સાઉથ આફ્રિકાને 200 રન સુધી પહોંચતા રોકી શકશે.