Seema Darshan : ભારત-પાકિસ્તાન સીમા પર બનાસકાંઠા જિલ્લાના સૂઈગામ તાલુકા ખાતે નિર્મિત “સીમાદર્શન” પ્રોજેક્ટ કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી અમિત શાહના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે BSFના જવાનો દ્વારા પરેડ અને બીટિંગ રિટ્રીટ સેરેમનીના આયોજન સાથે પ્રસિદ્ધ ગાયક કૈલાસ ખેર દ્વારા દેશભક્તિના ગીતો રજુ કરવામાં આવ્યા હતા.
Seema Darshan Nadabet : ભગવાન શ્રી રામની જીવનગાથા આપણાને યુગોયુગોથી પ્રેરણા આપી રહી છે : અમિત શાહ
નડાબેટ સીમાદર્શન પ્રોજેક્ટના લોકાર્પણ પ્રસંગે સમગ્ર દેશના નાગરિકોને રામનવમીની શુભેચ્છા પાઠવતા ગૃહ રાજ્યમંત્રી અમિત શાહે જણાવ્યુ હતુ કે સૌના આરાધ્ય આરાધ્ય મર્યાદા પુરુષોત્તમ પુરૂષોત્તમ ભગવાન શ્રી રામ ની જીવનગાથા આપણાને યુગોયુગોથી પ્રેરણા આપી રહી છે અને આજના રામનવમીના પવિત્ર દિવસે મને માતા નડેશ્વરીના મેળામાં શામેલ થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયુ છે.
Seema Darshan Nadabet : BSFનો જવાન જાનની બાજી લગાવી દેશસેવા કરે છે : અમિત શાહ
સીમાદર્શન પ્રોજેક્ટના લોકાર્પણ પ્રસંગે BSFના જવાનોની હિંમત અને શોર્યને બિરદાવતા ગૃહમંત્રીએ કહ્યુ હતુ કે BSFના જવાનો માઈનસ ડિગ્રીની ઠંડીથી લઈને 50 ડિગ્રી સુધીની ગરમી સહિતની મુશ્કેલ પરિસ્થિતિઓમાં દેશની રક્ષા માટે ખડે પગે ઉભા રહે છે. દેશની સેવા માટે “જીવનપર્યંત કર્તવ્ય”ના નારા સથે BSFનો જવાન જાનની બાજી લગાવી દેશસેવા કરે છે.
ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કલ્પનાને કારણે નિર્મિત નડાબેટ સીમાદર્શન પ્રોજેક્ટથી પ્રવાસનના વિકાસની સાથે સાથે નવી રોજગારીનું સર્જન થશે. આ સાથે ગૃહમંત્રીએ આશા વ્ય્ક્ત કરી હતી કે આવનારા 10 વર્ષ બાદ આ વિસ્તારને લાખો રોજગારીની તકો મળશે.
Seema Darshan Nadabet : BSFના જવાનોની દિનચર્યા વિશે લોકોને માહિતી મળશે
આ સાથે તેમણે જણાવ્યુ હતુ કે ભારતમાતાની રક્ષા માટે ખડેપગે રહેનારા BSFના જવાનોની દિનચર્યા વિશે લોકોને જાણકારી મળે, તેમની રહેણી-કરણી, ફરેજપરસ્તિ, દેશપ્રેમ અને હિંમતથી લોકો વાકેફ બને તે માટે આ પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો છે.
Seema Darshan Nadabet : રુ.125 કરોડના ખર્ચે પ્રવાસીઓ માટે વિવિધ પ્રકારની અદ્યતન સુવિધાઓ
નડાબેટ સીમાદર્શન પ્રોજેક્ટ અંગે વિસ્તૃત માહિતી આપતા મંત્રીએ જણાવ્યુ હતુ કે આ પ્રોજેક્ટમાં રુ.125 કરોડના ખર્ચે પ્રવાસીઓ માટે વિવિધ પ્રકારની અદ્યતન સુવિધાઓ સહિત વિશેષ આકર્ષણો વિકસાવવામાં આવ્યા છે. જેના અંતર્ગત પ્રવાસન વિભાગ દ્વારા બોર્ડર ટુરિઝમના વિકાસને લઈને ‘ટી-જંક્શન’, ઝીરે પોઈન્ટ અને ટી જંકશનથી લઈને ઝીરો પોઈન્ટ સુધીના માર્ગ પર વિવિધ પ્રકારના વિકાસકાર્યો કરાયા છે.
Seema Darshan Nadabet : ડોકોરેટિવ લાઈટિંગ, સોલાર ટ્રી સાથે સોલાર રુફટોપ જેવી અદ્યતન સુવિધાઓ
આ સાથે સીમાદર્શન માટે આવતા પ્રવાસીઓ માટે ઇન્ટિરિયર વર્ક અને આધુનિક ફર્નીચર સાથેના 3 આગમન પ્લાઝા, વિશ્રામ સ્થળ, 500 લોકોની બેઠક ક્ષમતા ધરાવતું ઓડિટોરિયમ, ઓડિટોરીયમ, પાર્કિંગ, ચેન્જિંગ રુમ, સોવેનિયર શોપ, 22 દુકાનો અને રેસ્ટોરેન્ટ્સ, ‘સરહદ ગાથા’ પ્રદર્શન કેન્દ્ર અને મ્યુઝિયમ, ડોકોરેટિવ લાઈટિંગ, સોલાર ટ્રી સાથે સોલાર રુફટોપ જેવી અદ્યતન સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે.
આ પણ જુઓ
Gujarat Police : પોલીસ રાખશે શ્રમિકોના બાળકોની સારસંભાળ
Seema Darshan Nadabet : બોર્ડર ટુરિઝમના અનેક પ્રકલ્પોનું લોકાર્પણ એ ગુજરાત માટે ગર્વની વાત : પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદી
આ પ્રસંગે પ્રવાસનમંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યુ હતુ કે પ્રવાસન વિભાગ દ્વારા ભારત-પાક સરહદ પર નડેશ્વરી માતાના સાનિધ્યમાં અધર્મ સામે ધર્મના વિજચના પ્રતિક સમા રામ નવમીના પાવન અવસર પર બોર્ડર ટુરિઝમના અનેક પ્રકલ્પોનું લોકાર્પણ એ ગુજરાત માટે ગર્વની વાત છે.
આપના વિસ્તારમાં થતા આયોજનો, ઘટનાઓ, સમસ્યાઓ અને જરુરીયાતોની માહિતી અમારા સુધી WhatsAap દ્વારા પહોચાડવા નીચેની લિંક ક્લિક કરો
https://wa.me/message/COLLBENPMPDMJ1
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે ગુજરાત સરકાર દ્વારા ઈકો ટુરિઝમ, વાઈલ્ડ લાઈફ ટુરિઝમ અને બીચ ટુરિઝમની જેમ જ બોર્ડર ટુરિઝમને પ્રોત્સાહન મળતા આ પ્રોજેક્ટની સાથે સાથે પ્રવાસન ક્ષેત્રને પણ નવી ઉંચાઈ પ્રાપ્ત થશે. આ સાથે પ્રવાસનમંત્રીએ બાળકોમાં દેશભક્તિના સંસ્કારોનું ચિંચન થાય તે માટે નડાબેટની મુલાકાત લઈ સીમાદર્શન બતાવવા નાગરિકોને અપિલ કરી હતી.
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા