શહેરની ટ્રાન્સપોર્ટ વ્યવસ્થામાં રીક્ષા/કેબ/ટેક્ષી માં થતા ગુનાઓ
ઐધ્યોગીક રીતે વિકસીત ગુજરાતની આર્થિક રાજધાની અને સૌથી મોટા શહેર અમદાવાદની ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં ઓટો રીક્ષા/કેબ/ટેક્ષીનો મહત્વનો ફાળો છે. મોટા પ્રમાણમાં નાગરિકો આ પ્રકારના વાહનોમાં મુસાફરી કરે છે અને ભુતકાળમાં આવા વાહનોમાં છેતરપીડી, ખીસ્સા કાતરવા, મોબાઇલ ચોરી અન્ય કિંમતી સામાનની ચોરી, ચીલઝડપ, લુંટ/ધાડ, મહીલા/બાળકોની છેડતી અને અપહરણ જેવા ગંભીર પ્રકારના બનાવો બનવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. આવા બનાવોમાં ભોગ બનનાર નાગરીકો ઓટો રીક્ષા કેબ/ટેક્ષીના નંબર કે કોઈપણ અન્ય પ્રકારની માહિતીથી અજાણ હોવાને કારણે આ પ્રકારના ગુનાની તપાસમાં પોલીસને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને કેટલાક ગુનાઓ વણુઉક્લ્યા રહી જાય છે.
શું છે જાહેરનામું…
અમદાવાદ શહેરમાં રીક્ષા, ટેક્સી, કેબ જેવા વાહનોમાં થતા ગુનાઓને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસ કમીશનર જી.એસ. મલીકે રીક્ષામાં ડ્રાઈવરની સીટ પાછળના ભાગે ડ્રાઈવરની માહિતી સહિત હેલ્પલાઈન નંબરો લખવા જાહેરનામું બહાર પાડ્યુ છે. શહેર પોલીસના આ પ્રજાલક્ષી નીર્ણય ના ચોક્કસપણે સકારાત્મક પરીણામો મળશે અને ગુનેગારોની શોધખોળ કરવામાં પોલીસને મદદ મળશે.
જાહેરનામા અનુસાર રીક્ષા ડ્રાઈવરોએ સીટ પાછળ લખવાની માહિતી
ઓકટોબર-૨૦૨૩માં તમામ રીક્ષા/ટેક્ષી/કેબના માલિક/ચાલકોએ પોતાના વાહન ઉપર વાહન નંબર, માલિકનું નામ, ડ્રાયવરનું નામ, પોલીસ હેલ્પ લાઇન નંબર, વુમન હેલ્પ લાઇન નંબર અને ટ્રાફિક હેલ્પ લાઇન નંબર ડ્રાયવરની સીટની પાછળના ભાગમાં પેસેન્જર વાંચી શકે તે રીતે ફરજીયાત લખવાના રહેશે. જો આ સૂચનાનું પાલન રીક્ષા/ટેક્ષી/કેબના માલિકો તરફથી નહિ કરવામાં આવે તો તેમની વિરૂધ્ધમાં ૦૧ નવેમ્બર-૨૦૨૩થી કલમ ૧૮૮ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાત હાઈકોર્ટ દ્વારા સુઓમોટો પીટીશન
તાજેતરમાં સોલા વિસ્તારમાં મોડી રાત્રે ટેક્ષીમાં મુસાફરી કરી રહેલ પ્રવાસીને ડરાવી ધમકાવી લૂંટી લેવાનો બનાવ બનતા આ અંગે સોલા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ દાખલ થી હતી. આ ધટના અંગે.ગુજરાત હાઇકોર્ટ દ્વારા SUO-MOTU Writ Petition (PIL) No. 97 of 2023 દાખલ કરી સ્વતઃ સંજ્ઞાન લેવાયુ હતુ. આ રીટ પીટીશનના કામે નામ,ગુજરાત હાઇકોર્ટ દ્વારા સક્ષમ ઓથોરીટીની ત્વરિત મદદ મળી રહે તે માટે ઓટો રીક્ષા કેબ/ટેક્ષીના ચાલકની સીટના પાછળના ભાગે હેલ્પ લાઇન નંબર લખવા બાબતેના મુદ્દા ચર્યાયા હતા.
સીટ પાછળ માહિતી લખવાના નિયમો
અમદાવાદ શહેર વિસ્તારમાં ઓટો રિક્ષા/ટેક્ષી/કેબનું સંચાલન કરતા ઓટો રીક્ષા, ટેક્ષી/કેબનાં ચાલકે માલિકે વાહનમાં પેસેન્જર બેસવાની જગ્યાથી નજર સામે સ્પષ્ટ દેખાય તે રીતે વાહન યાલકની સીટની પાછળના ભાગે અંગ્રેજી ભાષામાં વાહન નંબર, વાહન માલિકનું નામ, વાહન ચાલકનું નામ તેમજ અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલના નંબરો અને હેલ્પ લાઈન નંબરો ૧૨ ઈંચ×૧૦ ઈંચની સાઈઝના બોર્ડ ઉપર આશરે ૧૩ m.m. એટલે કે કોમ્પ્યુટરની ૫૦ ની ફોન્ટ સાઈઝ તથા રજીસ્ટ્રેશન માહિતી નંબરની વચ્ચેની જગ્યા (સ્પેસ) આશરે 30 m.m. ની રાખી ફરજીયાતપણે ઓઇલ પેઇન્ટ કે કાયમી માર્કર પેન દ્વારા (એક વાર લખ્યા પછી ભુર્યાય નહી તે પ્રકારનું લખાણ) નીચે મુજબનું લખાણ લખવાનું રહેશે. કેટલીક વાર વાહન ચાલકો સમયે સમયે બદલાતા હોવાથી વાહન ચાલકનું નામ ભુસી શકાય તેવી સ્કેચ પેનથી લખવુ.
Vehicle No. :
Owner’s Name :
Driver’s Name :
Police helpline No. : 100
Women helpline No. : 181
Traffic helpline No. : 1095
લખાણ કરવા માટેની સમય મર્યાદા
ઓટો રીક્ષા/ટેક્ષી/કેબના માલિકે વાહનોમાં ઉપર જણાવ્યા મુજબનું લખાણવાળુ બોર્ડ તા.૦૧/૧૦/૨૦૨૩ થી તા.૩૧/૧૦/૨૦૨૩ સુધીમાં વાહન ચાલકની પાછળ લગાડવાની કાર્યવાહી વાહનના માલીક/ચાલકે ફરજીયાતપણે પૂર્ણ કરી દેવાની રહેશે.
ભાડજ સાયન્સ સીટી વિસ્તારમાં મોલ, સુપરમાર્કેટ, હોસ્પિટલ, શો-રુમ, હોટેલ માટે ઉત્તમ સ્થળ
આ પણ જુઓ
Crime Branch : મકરબા રોડ પર 7 લાખના એમ.ડી. ડ્રગ્સ સાથે ફતેવાડીનો શખ્સ ઝડપાયો
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા