રાજ્ય સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા તથા જિલ્લા રમતગમત અધિકારી મહીસાગર દ્વારા ખેલ મહાકુંભ-2022 અંતર્ગત દિવ્યાંગ રમતવીરો માટે ખેલ મહાકુંભ-2022 યોજાયો હતો. દિવ્યાંગ ખેલાડીઓ માટેની આ સ્પર્ધા લુણાવાડાની વેદાંત સ્કૂલ ખાતે યોજવામાં આવી હતી.
દિવ્યાંગ ખેલાડીઓની આ સ્પર્ધા દરમ્યાન જિલ્લા કલેક્ટર ડૉ. મનીષકુમાર ઉપસ્થિત રહ્યા
દિવ્યાંગ ખેલાડીઓની આ સ્પર્ધા દરમ્યાન જિલ્લા કલેક્ટર ડૉ. મનીષકુમાર ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ખેલાડીઓનું મનોબળ વધારવા સાથે ચેસના ખેલાડીઓ સાથે વતચીત કરી તેમની રમતને ધ્યાનપુર્વક નિહાળી હતી.
આ પણ જુઓ
Seema Darshan Nadabet : ભારત-પાક સરહદે નડાબેટ સીમાદર્શન પ્રોજેક્ટનું અમિતશાહના હસ્તે લોકાર્પણ
દિવ્યાંગ ખેલાડીઓ પણ સામાન્ય ખેલાડીઓની જેમ રમત રમી શકે છે : જિલ્લા કલેક્ટર ડૉ. મનીષકુમાર
આ પ્રસંગે ડૉ. મનીષ કુમારે જણાવ્યું હતું કે “દિવ્યાંગ ખેલાડીઓ પણ સામાન્ય ખેલાડીઓની જેમ રમત રમી શકે છે અને તેમની કુશળતાઓ દર્શાવી શકે તે માટે ખેલ મહાકુંભ દ્વારા આચોજીત વિવિધ સ્પર્ધાઓ પ્રોત્સાહક સાબિત થઈ રહી છે.” આ સાથે તેમણે આશા વ્યક્ત કરી હતી કે મહીસાગર જિલ્લાના રમતવીરો સ્પર્ધામાં સારુ પ્રદર્શન કરશે.
દિવ્યાંગ ખેલાડીઓના સ્પે. મહાકુંભમાં 400 જેટલા રમતવીરોએ ભાગ લીધો
મહીસાગર જિલ્લા ખાતે ખેલ મહાકુંભ-2022 અંતર્ગત દિવ્યાંગ ખેલાડીઓના સ્પે.ખેલ મહાકુંભમાં 400 જેટલા રમતવીરોએ ભાગ લઈ તેમના કોશલ્યો પ્રદર્શિત કર્યા હતા.