IMF(ઈન્ટરનેશનલ મોનીટરીં ફન્ડ)ની આકરી શરતો
ભ્રષ્ટ સેના અને રાજકારણીઓના કારણે તૂટવાની અણી પર પહોંચી ગયેલા પાકિસ્તાનમાં રોજીંદી ચીજ-વ્સતુઓના ભાવવધારાને કારણે ગૃહયુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ છે. દેવાના બોઝ તળે બવડ વળી ગયેલા પાકિસ્તાન પર આઈએમએફ દ્વારા ભારે કર લાગુ કર્યા પછી જ લોન આપવાની શરત મુકાઈ રહી છે. IMF દ્વારા પાકિસ્તાનને વીજળી, ગેસ, પેટ્રોલના ભાવમાં વધારો કરવા સાથે મોટાભાગની સબસીડી ખતમ કરવાની શરતો મુકવામાં આવી છે. ઉપરાંત નેતાઓના બીનજરુરી ખર્ચાઓ પર કાપ મુકવા સાથે મંત્રી મંડળને પણ સંકુચિત કરવાની તાકિદ કરાઈ છે. જેના કારણે જીવન જરુરીયાતની ચીજ-વસ્તુઓ સતત મોંધી થઈ રહી છે. એવામાં પહેલાથી જ કમરતોડ મોંધવારીની મારના કારણે બવડ વળી ગયેલી પાકિસ્તાની પ્રજા માટે “પડ્યા ઉપર પાટુ” જેવો ઘાટ સર્જાયો છે.
દૂધનો ભાવની બેવડી સદી
પાક.ના અગ્રણી અખબાર ડોનની રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે પાક.માં દૂધની કિંમત 190 થી વધીને 210 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. આ સંદર્ભે કરાચી મિલ્ક રિટેલર્સ એસોસિએશનના સ્પોક્સ પર્સન વાહીદ ગદ્દી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે લગભગ 1,000થી વધુ દુકાનદારો બજારભાવ કરતા મોંઘા ભાવે દૂધ વેચી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું છે કે આ ખરેખર તો જથ્થાબંધ વેપારીઓ અથવા ડેરી ખેડૂતોની દુકાનો છે જેમાં અમારા સદસ્યો શામેલ નથી.. તેમણે જણાવ્યુ હતુ કે કે જો ડેરી ખેડૂતો તથા જથ્થાબંધ વેપારીઓ દ્વારા જાહેર કરયેલો ભાવ વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો દૂધની કિંમતો 210 રૂપિયાથી વધીનેે 220 પાકિસ્તાની રૂપિયા સુધી પહોંચી શકે છે.
ડુંગળીના ભાવ 220 સુધી પહોંચ્યા
ડુંગળીના ભાવ 215 થી 220 રૂપિયે કિલો સુધી પહોંચી ચૂક્યા છે. લોટનો ભાવ 160 રૂપિયા વટાવી ચૂક્યો છે. ચિકન 750 થી 780 કિલો મળી રહી છે જ્યારે મટર 1000 થી 1100 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે. દેશી ઘી ની કિંમત 2000 થી 2200 રૂપિયા સુધી પહોંચી ચૂકી છે.
પેટ્રોલ બ્લેક માર્કેટમાં 350 થી 400 રુપિયા આપતા પણ ઉપલબ્ધ નથી
આજના દિવસે પાક.માં વેચાતા પેટ્રોલ ની કિંમત નો સરકારી આંકડો 250 રૂપિયા લીટર બતાવી રહ્યો છે, પરંતુ પેટ્રોલની સૉર્ટેજના કારણે બ્લેક માર્કેટિંગ માં પેટ્રોલ 350 થી 400 રૂપિયા લિટર વેચાઈ રહ્યું છે અને તે પણ નિયંત્રિત માત્રામાં વેચવામાં આવી રહ્યું છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર ફોરવીલરમાં 10 જ્યારે ટુ વ્હીલર માં 1 લીટર જ પેટ્રોલ આપવામાં આવી રહ્યું છે. પાક.ના કેટલાક વિસ્તારોમાં તો પેટ્રોલ પૈસા આપવા છતાં ઉપલબ્ધ નથી.
સતત ગગડતો પાકિસ્તાની રુપિયો
રોજ ગગડતી પાકિસ્તાની રૂપિયાની કિંમત આજે ભારતના 0.31 રુપીયા બરાબર 1 રુપીયા સુધી પહોંચી ગઈ છે, એટલે કે ભારતના 1 રુપીયા બરાબર 3.30 રુ. થઈ ગયા છે. જ્યારે 1 અમેરિકન ડોલરનો ભાવ 269 રુપીયા છે.1 યુરો 286 અને પાઉન્ડ 325 પાક. રુપિયા સુધી પહોંચી ગયો છે.
અસ્થિરતાને લઈ મિત્ર દેશો પણ મદદ કરવાથી કતરાયા
કોરોનાકાળ થી ઉભરતા પહેલા જ નબળી ઈકોનોમી સાથે ઝઝુમી રહેલા પાકિસ્તાન પર પુરનો પ્રકોપ ઉતર્યો હતો. જેમાં નબળી અર્થવ્યવસ્થાની કમર તૂટી ગઈ હતી. વધારામાં સેના અને રાજકારણીઓના બેફામ ભ્રષ્ટાચારે પાકિસ્તાનને દેવાળીયા થવાના આરે લાવીને મૂકી દીધુ છે. રાજકિય અસ્થિરતા અને વારંવાર મદદ માંગવા કે લોન ભરવા લોન લેવાની નીતિના ભૂતકાળના ટ્રેક રેકોર્ડને ધ્યાનમાં રાખી સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત અને ચીન જેવા મિત્ર દેશો પણ પાકિસ્તાનને મદદ કરવાથી કતરાઈ રહ્યા છે. જ્યારે અફઘાનીસ્તાન છોડી ગયેલુ અમેરિકા હવે અફઘાનીસ્તાનમાં પાકિસ્તાની મદદની જરુર ન હોઈ પાકિસ્તાનને ઠીંગો બતાવી રહ્યુ છે.
અરાજકતાની સ્થિતિમાં પહોંચેલુ પાકિસ્તાન તૂટવાને આરે
સરવાળે પાકિસ્તાનની પરિસ્થિતિ 1 સાધતા 13 તૂટે જેવી થઈ ગઈ છે. અતિશય ભ્રષ્ટાચાર, સતત ખાડે જઈ રહેલી ઇકોનોમી, રાજકીય અસ્થિરતા અને બલુચો, સિંધીઓ, પખ્તુનો, તાલીબાનો, પંજાબીઓ, મુહાજીરો, શિયા, સુન્ની, અહેમદી, હજારાઓ વચ્ચે ચાલી રહેલા સામજીક સંધર્ષની પરિસ્થિતિમાં ગૃહયુદ્ધના આરે પહોંચી ગયેલુ પાકિસ્તાનને હવે લગભગ તુટવાની અણી પર છે. ભાવવધારો અને રોજીંદી જરુરીયાતની ચીજ-વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે, કેટલાક વિસ્તારોમાં પૈસા આપતા પણ ચીજ-વસ્તુઓ ઉપલબ્ધ નથી. લોકો ભુખમરાનો ભોગ બની રહ્યા છે. વિજળીનું આપુર્તિનું શંકટ પણ માથે તોળાઈ રહ્યુ છે. એવામાં પાકિસ્તાનને તૂટવાથી હાલ ત્રણ A જ બચાવી શકે તેમ છે અને તે છે અલ્લા, અમેરિકા અને આર્મિ.
.
ભાડજ સાયન્સ સીટી વિસ્તારમાં મોલ, સુપરમાર્કેટ, હોસ્પિટલ, શો-રુમ, હોટેલ માટે ઉત્તમ સ્થળ
આ પણ જુઓ
Crime Branch : મકરબા રોડ પર 7 લાખના એમ.ડી. ડ્રગ્સ સાથે ફતેવાડીનો શખ્સ ઝડપાયો
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા