Ghar Vapasi : શિયા વક્ફ બોર્ડના પૂર્વ ચેરમેન વસીમ રીઝવીએ સનાતન ધર્મમાં પૂન:પ્રવેશ કરી ઘર વાપસી કરી છે.
Ghar Vapasi : ધર્માંતરણ અને ઘર વાપસી
ધર્માંતરણ શબ્દના હાર્દમાં મુખ્યત્વે નવા ધર્મને અપનાવવાની પ્રક્રિયા છે. કોઈ વ્ય્ક્તિ કે સમુદાય જ્યારે પોતાનો પહેલાનો ધર્મ બદલીને નવો ધર્મ અપનાવે ત્યારે તેને ધર્માંતરણ તરીકે ઓળખવામાં આવે છે. એક જ ધર્મના અલગ અલગ સમુદાયોમાં (મુસ્લિમોંમાં શિયામાંથી સુન્ની કે દેવબંદીમાંથી બરેલવી, તથા હિન્દુઓમાં આંતરજ્ઞાતિય બદલાવ કે ક્રિશ્ચિયનોમાં બેપ્ટિસ્ટ, મેથોડિસ્ટ કે પ્રોટેસ્ટનટ અથવા કેથોલિક) કરાતા રૂપાંતરણને ધર્માંતરણ ને બદલે જે તે મુળ ધર્મના પુન:ગઠન તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે પોતાના જ મૂળ ધર્મામાં પાછા ફરવાની પ્રક્રિયાને ધર વાપસી તરીકે વર્ણવવામાં આવે છે.
Ghar Vapasi : ધર્માંતરણના પૂરાવા ઈતિહાસમાં ઠેર ઠેર
ધર્માંતરણ થવાના અનેક કારણો હોઈ શકે છે. લોકો પોતાની પરિસ્થિતિ અને સમજણ પ્રમાણે ધર્માંતરણ કરતા હોય છે. જેમાં વિશ્વાસ કે માન્યતામાં ફેરફાર થવાને કારણે કરાતુ સ્વૈચ્છિક ધર્માંતરણ, કેટલાક સામાજીક કે આર્થિક કારણોને લઈને મત્યુશૌયા પર કરાતું ધરમાંતરણ ઉપરાંત અંગત ફાયદા કે નુકશાન માટે કરાતુ વૈવાહિક રૂપાંતરણ અને બળજબરી પૂર્વક પોતાનો ધર્મ બીજા પર થોપવા અને એ પ્રમાણે પોતાનું સંખ્યાબળ અને તેમ કરીને વિસ્તાર વધારવા બળપ્રયોગથી કરાતુ ધર્માંતરણ જેવા અને પ્રકારે ધર્માતરણો થયા હોવાના પૂરાવાઓ માનવ સંસ્કૃતિના ઈતિહાસમાં ઠેર ઠેર જોવા મળે છે.
Ghar Vapasi : ધર્માંતરણ લગભગ હંમેશા માનવસંસ્કૃતિ માટે વિવાદાસ્પદ વિષય
ધર્માંતરણ લગભગ હંમેશા માનવસંસ્કૃતિ માટે વિવાદાસ્પદ વિષય રહ્યો છે. એનું કારણ એ છે કે સ્વયંભુ ધર્માતરણની સરખામણીમાં માનવ સંસ્કૃતિના ઈતિહાસમાં ઘર્માંતરણ મોટા ભાગે જોર-જબરજસ્તીથી બળપ્રયોગ અથવા લાલચ કે અંગત સ્વાર્થ માટે થતુ રહ્યુ છે. સાપ્રત વિશ્વમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેટલાક ધર્મો કે ફિરકાઓ બળપ્રયોગ દ્વારા કે વિવિધ પ્રકારની લાલચ આપીને સામુહિક ધર્માંતરણ દ્વારા પોતાની વિચારધારા બીજા પર થોપવાનો અને સાથે સાથે પોતાનું સંખ્યાબળ વધારી તેના દ્વારા વિવિધ વિસ્તારો અને તેના સંસાધનો પર કબજે જમાવી રહ્યા છે.
Ghar Vapasi : હિન્દુઓનું ધર્મપરિવર્તન
બહુ દુર ન જઈએ તો ભારતનો એક મોટો વિસ્તાર પાકિસ્તાન (પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન હાલ બાંગ્લાદેશ) આનું સ્પષ્ટ ઉદાહરણ છે. શરૂઆતમાં ભારત પર આક્રમણ કર્યા બાદ તલવારના જોરે ઈસ્લામમાં ધર્મપરિવર્તન કરાવી સંખ્યાબળ વધારી બાદમાં ધર્મના નામે પરોક્ષ બળપ્રયોગ દ્વરા પાકિસ્તાનનું નિર્માણ કરી એક મોટો ભૂ-ભાગ અને તેના સંસાધનો પર કબજો જમાવી દેવામાં આવ્યો છે.
Ghar Vapasi : બળપુર્વક ધર્માંતરીત થયેલા કેટલાક લોકો ગુપ્ત રીતે પોતાનો ધર્મ જાળવી રાખે છે
જોકે આવા બળજબરીથી થતા ધર્માંતરણ હેઠળ બીજા ધર્મને અપનાવવાના ધર્માંતરણના પ્રકારમાં એક એવી પણ શક્યતા રહેલી છે કે જેમાં જે તે પરિસ્થિતિમાં ધર્માંતરિત વ્યક્તિ ગુપ્ત રીતે તેની ભૂતપૂર્વ ધાર્મિક માન્યતા જાળવી રાખી શકે. ત્યારબાદ લાંબા સમય સુધી ગુપ્ત રીતે, તેના મૂળ ધર્મની પ્રથાઓનું પાલન કરવાનું ચાલુ રાખીને, બાહ્ય રીતે નવા ધર્મનું પાલન કરવાનું ચાલુ રાખી બળજબરીથી ધર્મપરિવર્તન કરાવવામાં આવેલ કુટુંબ બાદમાં પરિસ્થિતિ બદલાતા થોડી પેઢીઓ પછી સાચા અર્થમાં પોતાનો ધર્મ ફરીથી નવા ધર્મ તરીકે અપનાવે. આ પ્રકારનું ધર્માંતરણ ઘર વાપસી તરીકે પ્રચલિત છે.
Ghar Vapasi : X-મુસ્લિમ
ઈસ્લામ ધર્મમાં હાલ X-મુસ્લિમોને લઈને અલગ અલગ સ્તરો પર ચર્ચાઓ ચાલી રહી છે. X-મુસ્લિમ એ એવા લોકો છે કે જેમણે ઈસ્લામનો ત્યાગ કરી દીધો છે પરંતુ બીજો ધર્મ અપનાવ્યો નથી. જેઓ પોતાને વિશ્વમાં નાસ્તિક કે અથિસ્ટ(atheist) તરીકે ઓળખાવે છે અને પોતાની હત્યા થવાના ડરે પોતાની ઓળખ છુપાવી સોશિયલ મીડિયા પર ગૃપ્સ બનાવી પોતાના વિચારોનો પ્રચાર કરતા રહે છે.
Ghar Vapasi : પાકિસ્તાનમાં X-મુસ્લિમની સંખ્યા 60 લાખથી વધુ
આવા અથેઈસ્ટોમાંના એક “The Curse of God, Why I left Islam” પુસ્તકના ઓથર અને હાલ ઓસ્ટ્રેલિયામાં રહી ઈસ્લામ છોડી અથિસ્ટ થવા માંગતા લોકોને મદદ કરનાર હારીસ સુલતાનના જણાવ્યા પ્રમાણે હાલ વિશ્વમાં ઈસ્લામ છોડીને અથિસ્ટ બનનારાઓની સંખ્યા તીવ્ર ગતિથી વધી રહી છે અને પાકિસ્તાનમાં જ અથિસ્ટોની સંખ્યા 60 લાખથી વધુ છે જ્યારે સમગ્ર વિશ્વમાં આ સંખ્યા ઘણી મોટી હોઈ શકે છે. અથેઈસ્ટનો કોન્સેપ્ટ ભારતમાં પણ વિકસી રહ્યો છે.
Ghar Vapasi : હવે હું મારી મરજી મુજબના ધર્મનું પાલન કરવા સ્વતંત્ર છુ. ”
જોકે ભારતમાં સનાતન ધર્મમાં પુન:પ્રવેશની પ્રક્રિયા પ્રચલનમાં છે. જેની કડીમાં કુરાનની 26 આયતો બદલવા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ઈસ્લામ ધર્મમાં સુધારણાને લઈને સતત ચર્ચામાં રહેનાર શિયા વક્ફ બોર્ડના પૂર્વ ચેરમેન વસીમ રીઝવી 6 ડીસેમ્બર શૌર્ય દિવસે ઈસ્લામ ધર્મને તિલાંજલી આપી સનાતન ધર્મમાં પાછા ફર્યા છે. આ અંગે તેમણે જણાવ્યુ હતુ કે “ઈસ્લામ ધર્મમાં સુધારાને કોઈ અવકાશ નથી, ઈસ્લામમાંથી તો મને પહેલા જ હાંકી કાઢવામાં આવ્યો છે ત્યારે હવે હું મારી મરજી મુજબના ધર્મનું પાલન કરવા સ્વતંત્ર છુ. ”
Ghar Vapasi : સનાતન ધર્મ એ વિશ્વનો સૌથી પૌરાણિક અને પ્રથમ ધર્મ – વસીમ રીઝવી
આ સાથે તેમણે સનાતન ધર્મની પ્રશંષા કરતા જણાવ્યુ હતુ કે સનાતન ધર્મ એ વિશ્વનો સૌથી પૌરાણિક અને પ્રથમ ધર્મ છે. જે સૌથી વધુ માનવતાવાદી છે. તેમણે ઈસ્લામ છોડવાના સવાલ પર સ્પષ્ટતા કરતા જણાવ્યુ હતુ કે ઈસ્લામ ધર્મમાં સુધારો સુચવવાને લઈને તેમના પર અનેક ફતવા જહેર કરવામાં આવ્યા છે અને તેમની હત્યા કરવા પર જાહેર કરાયેલા ઈનામને દર શુક્રવારે જુમ્માની નમાજ બાદ વધારી દેવામાં આવે છે. એટલુ જ નહી તેમણે એમ પણ જણાવ્યુ હતુ કે કમલેશ તિવારીના હત્યારાઓએ કબુલ્યુ હતુ કે કમલેશ તીવારીની હત્યા બાદ બીજો નંબર વસીમ રીઝવીનો હતો. વળી તેમને દાઉદ ગેંગના ગુરગાઓ તરફથી પણ ધામકીઓ મળી ચૂકી છે.
Ghar Vapasi : સ્વામી નરસિમ્હાનંદના ત્યાગી પરિવારમાં સ્થાન
અહીં એક ઘટના નોંધનીય છે. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ ખાતે આવેલ ડાસના દેવી મંદિરમાં સ્વામી નરસિમ્હાનંદ દ્વારા વસીમ રીઝવીનો સનાતન ધર્મમાં પૂન:પ્રવેશ કરાવાયો હતો અને તેમને જીતેન્દ્રનારાયણસિંહ ત્યાગી નામ આપવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે સ્વામિ નરસિમ્હાનંદે જણાવ્યુ હતુ કે સામાન્ય રીતે સનાતન ધર્મમાં પૂન:પ્રવેશ કરવા ઈચ્છતા મુસ્લિમોનો એ મુખ્ય પ્રશ્ન કે શંશય હોય છે કે અમને સનાતન ધર્મમાં કયો સમાજ મળશે. આ અંગે સ્વામી નરસિમ્હાનંદે પોતાના મિત્રો, પરિવાર, સગા-સંબંધીઓ અને જાતિના આગેવાનો સાથે પરામર્શ કરીને નક્કી કર્યુ કે વસીમ રીઝવીને તેઓ પોતાના ત્યાગી પરિવારમાં સ્થાન આપશે. એટલુ જ નહીં હવે પછી કોઈ પણ મુસ્લિમ સનાતન ધર્મ સ્વિકારવા ઈચ્છતો હશે અને ત્યાગી પરિવારને અપનાવવા ઈચ્છતો હશે તો તેને ત્યાગી પરિવારમાં નિશ્ચિત સ્થાન મળશે.
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
વળી આ ઘટના વિશેષ મહત્વની એટલા માટે બની જાય છે કે ભારતીય ઉપમહાદ્રિપમાં ઈસ્લામ ધર્મમાં વસીમ રીઝવી લગભગ એવા પહેલા સૈયદ છે કે જેમણે ઈસ્લામનો ત્યાગ કરી સનાતન ધર્મમાં પૂન:પ્રવેશ કર્યો છે. સૈયદ એ એવા મુસ્લિમો હોય છે કે જેને રસુલના વંસજ ગણવામાં આવે છે. ધર્માંતરણો સમયાંતરે થતા રહે છે પરંતુ સૈયદનું ઈસ્લામ છોડી સનાતની હિંન્દુ બનવુ એ ઈસ્લામ માટે એક મોટી ઘટના છે.
આ પણ જુઓ
Lata Mangeshkar : અવિસ્મરણીય લતા મંગેશકર