26.4 C
Ahmedabad
October 7, 2024
NEWSPANE24
Breaking Crime Vadodara

Vadodara Police : પ્રેમિકાના હત્યારાને ગણતરીના કલાકોમાં ઝડપી લેતી ક્રાઈમ બ્રાન્ચ

Vadodara Police
SHARE STORY

Vadodara Police : એકતરફી પ્રેમમાં પ્રેમિકાનું ગળુ કાપી ક્રૃરતાપૂર્વક હત્યા કરનાર આરોપીને વડોદરા શહેર ક્રાઈમ બ્રાંચે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો છે.

Vadodara Police
ડીસીપી જયજિપસિંહ જાડેજા, જેસીપી ચિરાગ કોરડીયા અને એસીપી ડી.એસ. ચૌહાણ

છેલ્લા કેટલાક સમયમાં રાજ્યના અલગ-અલગ શહેરોમાં એકતરફી પ્રેમના કિસ્સામાં પ્રેમી દ્વારા પ્રેમિકાની હત્યાઓનો સીલસીલો બંધ થઈ નથી રહ્યો. ત્યારે આવો જ વધુ એક બનાવ વડોદરા શહેરમાં પ્રકાશમાં આવતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ હતી. જોકે વડોદરા શહેર ક્રાઈમ બ્રંચે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ત્વરિત એક્શનમાં આવી આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લઈ સળીયા પાછળ ધકેલી દીધો છે.

Vadodara Police : Murder Accused
આરોપી કલ્પેશ

Vadodara Police : યુવતીની કરપીણ હત્યા

પ્રાપ્ત થતી માહિતી અનુસાર 22 માર્ચે વડોદરાના મકરપુર પોલીસ સ્ટેશનમાં વિરેન્દ્રસિંહ જયદીપસિંહ વિરપુરાએ ફરીયાદ નોંધાવી હતી કે તેમની ભાણી તૃષાબેન સોલંકીને કોઈ અજાણ્યા શખ્સે મુજાર ગામડી ગામની સીમમાં સોમાભાઈ મહીજીભાઈના અવાવરુ વિસ્તારમાં આવેલા ખેતરમાં લઈ જઈ તીક્ષ્ણ હથિયાર વડે જમણો હાથ કોણીથી કાપી નાંખી પીઠ તેમજ ગરદનની આસપાસ અનેક ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી છે. આ પ્રકારની કરપીણ હત્યાની ફરીયાદ મળતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

Vadodara Police : પોલીસની અલગ-અલગ ટીમો હરકતમાં

હત્યા પહેલા તૃષાની અંતિમ તસ્વીરો

ઘટનાની ગંભીરતાને પગલે વડોદરા પોલીસે તુરંત હરકતમાં આવી શહેર કમિશ્નર શમશેરસિંહ, એડીશનલ સીપી ચિરાગ કોરડીયા, ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી  જયદિપસિંહ જાડેજા અને એસીપી ડી.એસ. ચૌહાણના માર્ગદર્શનમાં ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, એલસીબી અને લોકલ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી હ્યુમન ઈન્ટેલીજન્સ અને ઘટનાની આસપાસના સીસીટીવી ફુટેજને આધારે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. 

Vadodara Police : આરોપી પરીચીત હોવાની શંકાને આધારે તપાસ આગળ વધી

ઘટનાનું પ્રાથમિક મુલ્યાંકન કરતા આરોપી ભોગ બનનાર યવતીનો પરીચીત હોવાની પ્રબળ શંકાને આધારે પોલીસે યુવતીના પરીચીતો સહિત ઓળખીતા શંકાસ્પદ વ્યક્તિઓને પણ તપાસના દાયરામાં શામેલ કર્યા હતા.

ડીસીપી જયદિપસિંહ જાડેજા, જેસીપી ચિરાગ કોરડીયા અને એસીપી ડી.એસ. ચૌહાણ

Vadodara Police : મિત્રતા રાખવા હેરાન કરતો આરોપી

દરમ્યાન માણેજા વડોદરા ખાતે રહેતો, ભોગ બનનાર યુવતી સાથે અગાઉ પરીચયમાં રહેલો કલ્પેશ જયંતિભાઈ ઠાકોર(23) યુવતીને અગાઉ મિત્રતા રાખવા માટે હેરાન કરતો હોવાની માહિતીને આધારે પોલીસે શંકાસ્પદ કલ્પેશને ઝડપી લઈ પુછપરછ હાથ ધરી હતી. જોકે શરુઆતની પુછપરછમાં કલ્પેશે આ ગુનામાં શામેલ હોવાની વાતથી સતત ઈન્કાર કર્યો હતો.

કલ્પેશ પરના ઘેરા શકને લઈને પોલીસે સતર્કતા વાપરી તેના સગા-સંબંધીઓ અને મિત્રવર્તુળ પાસેથી માહિતી એકઠી કરવા સાથે આરોપીની હાજરી અંગે સીસીટીવી ફુટેજનો સહારો લેતા આરોપીની હલચાલ શંકાસ્પદ જણાઈ આવી હતી. જેના આધારે પોલીસે સધન પુછપરછ હાથ ધરતા આખરે આરોપી કલ્પેશ ભાંગી પડ્યો હતો અને ગુનાની કબુલાત કરી હતી.

સીસીટીવીમાં કેદ આરોપી

Vadodara Police : આરોપીની કબુલાત

આરોપીએ કબુલાતમાં જણાવ્યુ હતુ કે મૃતક તેના મિત્ર દક્ષેશ સાથે અભ્યાસ કરતી હોવાથી તે યુવતીના પરીચયમાં આવ્યો હતો. યુવતી તેને પસંદ આવતા તેણે યુવતીને પોતાની સાથે સંબંધ રાખવા જણાવ્યુ હતુ જો કે યુવતીએ સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. જેકે આરોપીએ આત્મહત્યાની ધમકી આપતી યુવતીએ તેની સાથે મિત્રતા રાખી હતી જે આશરે ત્રણેક વર્ષ સુધી ચાલી હતી. 

Vadodara Police : યુવતીનો મળવા માટે ઈન્કાર

બાદમાં યુવતી કોલેજનો અભ્યાસ કરવા તેના વતન ગોદરા ખાતે જતા આરોપી સાથેની મિત્રતા તુટી ગઈ હતી. આશરે બે માસ અગાઉ યુવતી ફરીથી વડોદરા તેના મામાના ઘરે પોલીસ ભરતીની તૈયારી માટે આવી હતી. આ અંગે જાણકારી મળતા આરોપીએ યુવતીને મળવા માટે બોલાવતા યુવતીએ ઈન્કાર કરી દીધો હતો. આરોપી સાથે યુવતી વાત કરતી ન હોઈ અને યુવતીને અન્ય યુવક સાથે મિત્રતા હોવાની જાણકારી મળતા આરોપીને લાગી આવ્ય હતુ. 

Vadodara Police

Vadodara Police : આરોપીએ કર્યો હત્યાનો નિર્ણય

અન્ય સાથે યુવતીની મિત્રતાને આરોપીને ગમતી ન હોઈ અને અવાર-નવાર મળવા બોલાવવા છતાં યુવતીએ ઈન્કાર કરી દેતા આરોપીને ગુસ્સો આવતો હતો. જેથી આરોપીએ યુવતીની હત્યાનો જઘન્ય અપરાધ કરવાનો નિર્ણય કર્યો હતો.

Vadodara Police : હત્યાના ઈરાદાથી અજાણ યુવતીએ મળવાનું સ્વિકાર્યુ

આરોપીએ 22 માર્ચે મળવા માટે ફરીથી વધુ દબાણ કરતા યુવતી ક્લાસ છુટ્યા બાદ સાજે 7.30 વાગે આરોપીને મળવા માની ગઈ હતી. જેથી આરોપી હત્યા કરવાના ઈરાદાથી લોખંડનું ધારદાર પાળીયુ(ખેતીના ઉપયોગમાં લેવાતુ દાતરડા જેવુ ઓજાર) પેન્ટના કમરના ભાગે સંતાડી પોતાના મિત્ર દક્ષેશને હાઈવે પર એક કામ પતાવીને આવીએ તેમ કહી પોતાના પ્લેટીના પર બેસાડી જામ્બુઆ હાઈવે રોડ પર મહાસાગર હોટેલ પાસે પહોંચ્યો હતો. જ્યાં તેણે દક્ષેશને મોટરસાયકલ પાસે ઉભા રહેવાનું જણાવી રોડ ક્રોસ કરી મુજાર ગામડી તરફ જવાના રસ્તા પર યવતીની રાહ જોતા કાળ બનીને ઉભો રહી ગયો હતો.

આ પણ જુઓ

Vadodara Gang Rape Case : વડોદરાના બહુચર્ચિત નવલખી ગેંગ રેપ કેસમાં બંન્ને આરોપીઓને આજીવન કેદ

Vadodara Police : આરોપી યુવતીને એકાંતમાં લઈ ગયો

બાદમાં યુવતી એક્ટિવા પર એકલી આવતા આરોપીએ અહીંયા તેના ઘણાં ઓળખીતા હોઈ કોઈ જોઈ જશે તેમ જણાવી તેને અંદર અવાવરુ જગ્યાએ જઈ વાતચીત કરવા જણાવ્યુ હતુ. યુવતી આરોપીના ઈરાદાથી અજાણ હોઈ તે અંદરની તરફ જઈ વાતચીત કરવા રાજી થઈ ગઈ હતી. 

Vadodara Police

Vadodara Police : તકનો લાભ લઈ આરોપીએ પાળીયાના એક પછી એક ધા માર્યા

યુવતી અંદર જઈ વાચચીત કરવા રાજી થતા બંન્ને નાળા તરફ થોડ દુર કાચા રસ્તા પર અંધારા તરફ આગળ ગયા હતા. દરમ્યાન યુવતીના અન્ય મિત્રો બાબતે વાત કરતા યુવતીએ તે અંગે વાત કરવાની ના પડતા આરોપીને ગુસ્સો આવી ગયો હતો. એવામાં કુતરા ભસવાનો અવાજ આવતા અવાજ તરફ મોઢુ ફેરવતા તકનો લાભ લઈ આરોપીએ યવતીના ગળાના પાછળના ભાગે પાળીયાના ઉપરાછાપરી ધા મારી દીધા હતા. જેમાં યુવતીના ગળા, પીઠ અને કાનની નીચેના ભાગે ઈજાઓ થવા સહિત તેને હાથ કપાઈ ગયો હતો. 

Vadodara Police : યુવતીની ઓઢણીથી પાળીયુ લુછી આરોપી ભાગી ગયો

દરમ્યાન યુવતીએ સ્વબચાવમાં બુમાબુમ કરતા આરપીએ લોકો એકઠા થઈ જવાના ડરથી યુવતીની ઓઢણીથી પાળીયા ઉપર લાગેલા લોહીના ડાધ સાફ કરી પાળીયુ ફરીથી શર્ટ નીચે છુપાવી યુવતીનું એક્ટિવા લઈ ત્યાંથી ભાગી ગયો હતો અને હાઈવે પર બહાર આવી મારબલના કારખાના પાસે એક્ટિવા મુકી રોડ ક્રોસ કરી મિત્ર દક્ષેશ સાથે ઘરે જતો રહ્યો હતો.


SHARE STORY

Related posts

મણિનગરની હોટલમાં કર્યુ રાત્રી રોકાણ : પછી કરી..? (Theft at the hotel)

SAHAJANAND

Vadodara Police : બિસ્નોઈ ગેંગની 1.80 કરોડની દારુની હેરાફેરીનો હિસાબ ઝડપાયો

Newspane24.com

Corona કેસોમાં ઘટાડો : ગુજરાતમાં આજે 12,911 નવા કેસ : 22 ના મોત

SAHAJANAND

Killing of Woman : સુરત બાદ અમદાવાદમાં પણ પ્રેમી દ્વારા પ્રેમિકાની કરપીણ હત્યા

Newspane24.com

Leave a Comment