Narendra Modi on Top : નરેન્દ્ર મોદી “ગ્લોબલ લીડર એપ્રુવલ”ની યાદીમાં ફરીથી ટોચ પર રહેતા અમેરિકા સહિત સમગ્ર વિશ્વના નેતાઓને પાછળ છોડી દીધા છે. અહીં એ નોંધપાત્ર છે કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત ત્રણ વર્ષથી વિશ્વના અન્ય દિગ્ગજ નેતાઓની સરખામણીમાં આટલા મોટા અંતરથી આ યાદીમાં ટોચનું સ્થાન ધરાવે છે.
GLOBAL LEADER APPROVAL RATINGS
નરેન્દ્ર મોદીએ “GLOBAL LEADER APPROVAL RATINGS” માં વિશ્વના નેતાઓને પાછળ રાખ્યા
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ “GLOBAL LEADER APPROVAL RATINGS” માં સમગ્ર વિશ્વના નેતાઓને પાછળ રાખી 72% એપ્રુવલ રેટિંગ મેળવી ફરી એક વાર ટોચ(Narendra Modi on Top)નું સ્થાન હાંસલ કર્યુ છે. અમેરિકા ખાતેની રીસર્ચ કંપની દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકન રાષ્ટ્રપતિ, બ્રિટનના વડાપ્રધાન, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન, કેનેડાના રાષ્ટ્રપતિ સહિત ઈટલી, ફ્રાન્સ અને જર્મનીના દિગ્ગજ નેતાઓને પાછળ રાખી સમગ્ર વિશ્વમાં ચોચનું સ્થાન હાંસલ કર્યુ છે.
Narendra Modi on Top : વિશ્વના 13 નેતાઓની એપ્રુવલ રેટિંગમાં ટોચ પર
“GLOBAL LEADER APPROVAL RATINGS” ની યાદી પ્રમાણે મોદી સમગ્ર વિશ્વના 13 નેતાઓની એપ્રુવલ રેટિંગમાં ટોચ પર(Narendra Modi on Top) બીરાજમાન છે. તેમના બાદ મેક્સિકોના રાષ્ટ્રપતિ લોપેઝ ઓબ્રાડોર 64% સાથે બીજા નંબર પર, ઈટલીના પ્રધાનમંત્રી મારિયો દ્રાઘી 57% સાથે ત્રીજા નંબર પર આવે છે.
વૈશ્વિક માન્યતા અને વિશ્વસનીયતા ધરાવતી મોર્નિંગ કન્સલટ પોલિટિકલ ઈન્ટેલિજન્સ તાજેતરમાં બ્રાઝિલ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, જર્મની, ફ્રાન્સ, ઈટલી, ભારત, જાપાન, મેક્સિકો, દક્ષિણ કોરીયા, સ્પેન, યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અને યુનાઈટેડ કિંગ્ડમ જેવા દેશોના નેતાઓની વૈશ્વિક રાજકિય ગતિવિધીઓમાં બદલાવ સાથેની હાલના સમયની નવીનતમ માહિતીનું પૃથ્થકરણ કરી આ યાદી તૈયાર કરે છે.
ચાર નેતાઓને એક સરખુ 41% રેટિંગ
અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકન પ્રમુખ જો-બાઈડન, ઓસ્ટ્રેલિયાના વાડાપ્રધાન સ્કોટ મોરિસન, દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મુન જે ઈન તથા કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો આ તમામને 41% રેટિંગ પ્રાપ્ત થયુ છે.
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
આ યાદીમાં સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝ 37%, લેટિન અમેરિકન અને ફુટબોલ માટે પ્રખ્યાત દેશ બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સેનારો 36% જ્યારે યુરોપીયન યુનિયનના પ્રમુખ દેશ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોં 35% મેળવે છે.
આ પણ જુઓ
Republic Day Tableau : પ્રજાસત્તાક દિને પરેડમાં પોસ્ટલ વિભાગનો ટેબ્લો સૌથી વધુ વખણાયો