Credit Cards for Fishermen : મત્સ્ય, પશુપાલન અને ડેરી વિભાગના કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રુપાલાની ઉપસ્થિતિમાં ગુજરાત ભુજ ખાતે સાગર પરિક્રમાનો શુભારંભ કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે માછીમારો અને તેમના સમુદાયના આગેવાનો સહિત કાર્યક્રતાઓ, પશુપાલકો તથા અન્ય રાજકીય, સામીજીક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રુપાલાએ આ પ્રસંગે જણાવ્યુ હતુ કે, “આઝાદીકા અમૃત મહોત્સવ” કાર્યક્રમ અંતર્ગત શરુ કરવામાં આવેલી આ સાગર પરિક્રમા ભારતના આશરે 8 હજાર કિ.મી. લાંબા સમુદ્ર કિનારાને આવરી લેશે. આ યાત્રાનો મૂળભુત હેતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માછીમાર સમુદાયના સામાજિક અને આર્થિક વિકાશ માટે શરુ કરેલી વિકાસલક્ષી યોજનાઓની માહિતી માછીમાર સમુદાયના લોકો સુધી પહેંચાડી યોજનાઓ અંગે જાગૃતિ ફેલાવવાનો છે.
Credit Cards for Fishermen : સાગર પરિક્રમા યાત્રા દરમ્યાન પુરુષોત્તમ રુપાલાનો માછીમાર સમુદાય સાથે સંવાદ
આ યાત્રાના પ્રથમ ચરણને ક્રાંતિવિર કૃષ્ણવર્માની જન્મભૂમી માંડવીથી શરુ કરવામાં આવી છે. જે આવતી કાલે મહાત્મા ગાંધીની જન્મભૂમી પોરબંદર ખાતે પહોંચશે. મંત્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે આઝાદીથી અત્યર સુધીમાં સૌપ્રથમ વાર હાલની સરકારે માછીમાર સમુદાય તથા પશુપાલકો માટે KCC-કિસાન ક્રેડીટ કાર્ડ દ્વારા મત્સ્ય સંપદા યોજનાનો આરંભ કર્યો છે. હવેથી ગુજરાતના કિસાનો અને માછીમારો KCC દ્વારા સરળતાપૂર્વક આર્થિક ધિરાણ પ્રાપ્ત કરી શકશે.
Credit Cards for Fishermen : KCC હેઠળ અપાતુ ધીરાણ 8 થી વધીને 16.5 લાખ કરોડ થયુ
રુપાલાએ વધુમાં જણાવ્યુ હતુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સત્તાના સુકાનો સંભાળ્યા બાદ પહેલી વખત કિસાન ક્રેડીટ કાર્ડ થકી અપાતુ ધિરાણ રુ. 8 લાખ કરોડથી વધીને બે-ગણું લગભાગ રુ. 16.5 લાખ કરોડ થવા પામ્યુ છે. મંત્રી રુપાલાએ માછીમાર સમુદાયને અપીલ કરી હતી કે KCC અંતર્ગત માત્ર 7%ના દરે મળતા નાણાંકિય ધિરાણનો લાભ લઈ નિયમિત અવધીમાં રકમ ભરી કેન્દ્ર દ્વારા આપવામાં આવતી 4% વ્યાજની સહાય પણ મેળવે.
Credit Cards for Fishermen : દેશના રાજ્યો ગુજરાતને અનુસરે : પુરુષોત્તમ રુપાલા
આ સાથે ગુજરાત સરકાર દ્વારા KCC કાર્ડ અંગે લેવાયેલા પગલાઓની પ્રશંસા કરતા મંત્રી રુપાલાએ જણાવ્યુ હતુ કે, રાજ્ય સરકારે પણ નિયમિત અવધીમાં રકમ ભરનારને 3% સહાય જાહેર કરી છે. જેછી રાજ્યમાં KCC હેછળ શુન્ય વ્યાજદરે ધિરાણ પ્રાપ્ત થઈ રહ્યુ છે. આ સાથે તેમણે દેશના અન્ય રાજ્યોને પણ ગુજરાતને અનુસરવા અપીલ કરી હતી.
Credit Cards for Fishermen : 92.82 લાખના સાધન-સહાય સહિત ક્રેડીટ કાર્ડનું વિતરણ
આ પ્રસંગે કચ્છના માછીમાર સમુદાયના લોકોને 92.82 લાખના સાધન-સહાય સહિત ક્રેડીટ કાર્ડનું વિતરણ કરવા સાથે ક્રેડીટ લોન પ્રાપ્ત કરનાર કચ્છના રહેવાસી બે માછીમારો ઈબ્રાહીમ જુણેજા અને અઝીઝ કુરેશી સાથે મંત્રી રુપાલાએ વાતચીત કરી હતી અને કેન્દ્ર સરકાર દેશના દુરના આંતરિયાળ વિસ્તારોમાં વસતા માછીમાર અને પશુપાલક સમુદાયના ઉત્કર્ષ માટે કટિબદ્ધ હોવાનું જણાવ્યુ હતુ.
Credit Cards for Fishermen : જુના બંદરો અને મત્સ્યઉદ્યોગના વિકાસ માટે 800 કરોડની ફાળવણી
આ પ્રસંગે રુપાલાએ કચ્છ અને માંડવી શહેરોના વહાણવટાના ભવ્ય ઈતિહાસને યાદ કરવા સાથે જણવ્યુ હતુ કે ગુજરાત સરકાર દ્વારા આ વખતા બજેટમાં રુ. 800 કરોડ જુના બંદરો અને મત્સ્ય ઉધ્યોગ માટે ફાળવવામાં આવ્યા છે, કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને દરિયાઈ વ્યાપારને વેગ આપવા અને વિસ્તાર કરવા પ્રતિબદ્ધ છે. આ સાથે તેમણે બંદરોને નડતી ડ્રેજિંગ જેવી સમસ્યાઓને દુર કરવા સરકાર પ્રત્નશીલ રહેશે તેવી હૈયા ધારણા આપી હતી.
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
પ્રધાનમંત્રી સંપદા યોજના અંતર્ગત કુલ રુ. 20,050 કરોડની નાણાંકીય જોગવાઈ કરવામાં આવી છે. માછીમાર વ્યવસાય સાથે સંકળાયેલા લધુ કે મોટા વ્યવસાયકોરો આ યોજના હેઠળ રુ. 10 હજારથી લઈને રુ. 1 કરોડ સુધીનું નાણાંકીય ધિરાણ પ્રાપ્ત કરી શકે છે.
આ પણ જુઓ
IPL 2022 : ચેન્નાઈ સુપરકિંગ્સ પ્રેક્ટિસ માટે સુરતમાં