Vadodara Police : વડોદરા શહેરના વારસીયા પોલીસ સ્ટેશન વીસ્તારના વિજયનગર એસબીઆઈ બેન્કના એટીએમ રુમમાં એટીએમ તોડવાની કોશીષ કરનારા બે આરોપીઓને સીસીટીવી ફુટેજના આધારે ગણતરીના કલાકોમાં ઝડપી લેવામાં આવ્યા છે.

Vadodara Police : એટીએમ તોડવાની માહિતી મળતા પોલીસ કાફલો ઘટનાસ્થળે
પ્રાપ્ત થતી માહિતી અનુસાર 28 મે ના દિવસે રાત્રે 2.30 કલાકની આપપાસ પોલીસને માહિતી મળી હતી કે વારસીયા પોલીસ સ્ટેશન વીસ્તારના વિજયનગર એસબીઆઈ બેન્કના એટીએમ રુમમાં એટીએમ તોડવાની કોશીષ થઈ છે. જેથી ઝોન-04ના ડીસીપી પન્ના મોમાયા સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળો પહોંચી ગયો હતો. જ્યાં એટીએમ રુમમાં રહેલા એટીએમ પૈકી એટીએમ નં-1ને તોડવાની કોશિષ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યુ હતુ. અહીં રાખવામાં આવેલા બંન્ને એટીએમ મશીનોમાં રુ. 40-40 લાખ રોકડા હતા.


Vadodara Police : પાંચ ટીમો બનાવી પોલીસે ત્વરીત તપાસ હાથ ધરી
બેંકના કેશીયરે ફરીયાદ નોંધાવતા પોલીસે અલગ અલગ 5 ટીમો બનાવી ત્વરિત તપાસ હાથ ધરી હતી. પોલીસે આરોપીઓને ઝડપી લેવા સીસીટીવી ફુટેજના આધારે મળેલા ફોટા સાથે અલગ અલગ ટીમો બનાવી હોટલો, બાગ-બગીચા, રેસ્ટોરેન્ટો, બસ-સ્ટોપ, રેલ્વે સ્ટેશન જેવા જાહેર સ્થળોએ તપાસ હાથ ધરી હતી.

Vadodara Police : નરહરી સર્કલ પાસેથી આપોરીઓને પીછો કરી ઝડપી લેવાયા
દરમ્યાન ખાણીપીણીની હોટલો પર ફોટો બતાવી તપાસ કરતા પોલીસને માહિતી મળી હતી કે ફોટા પ્રમાણે દેખાતા શખ્સો પલ્સર મોટર સાયકલ પર નરહરી સર્કલ તરફ ગયા છે. જેના આધારે પોલીસે પીછો કરી આરપીઓને ચોરી કરવાના સાધનો સાથે ગણતરીના કલાકોમાં ઝડપી લીધા છે.
આપના વિસ્તારમાં થતા આયોજનો, ઘટનાઓ, સમસ્યાઓ અને જરુરીયાતોની માહિતી અમારા સુધી WhatsAap દ્વારા પહોચાડવા નીચેની લિંક ક્લિક કરો
https://wa.me/message/COLLBENPMPDMJ1
Vadodara Police : આરોપીઓ
આરોપીઓમાં વડોદરા ફતેપુરા ખાતે રહેતા મોહસીનખાન મોહમદખાન પઠાણ(27) અને મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ વડોદરા ખાતે રહેતા ખાલીદ નબીહુશેન પઠાણનો સમાવેશ થાય છે. આરોપીઓ પાસેથી પોલીસે પલ્સર મોટર સાયકલ સહિત ચોરી કરવાનો સમાન બે એલકી બે સ્ક્રૃ ડ્રાઈવર કબજે કર્યા છે.


આ પણ જુઓ
Pyrography : આગથી પર લાકડા પર અદ્ભુત ચિત્રકારી : સુરતના રવિ રાદડિયાની કળા
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
