Humanity Towards Animals : “જેને રામ રાખે તેને કોણ ચાખે” ઉક્તિને સાચી ઠેરવતી ઘટનામાં માતાથી વિખુટા પડી ગયેલા અને વલ્ચર પક્ષીઓ દ્વારા ઈજાગ્રસ્ત કપિશિશુનો જીવ 1962 સેવા દ્વારા બચાવી લેવાયો હતો. બાદમાં કપિશિશુને વનવિભાગને સુપ્રત કરી દેવાયુ હતુ.
Humanity Towards Animals : ઘવાયેલા કપિશિશુ અંગે 1962 સેવાને જીવદયાપ્રેમીએ માહિતી આપી

પોતાના પરીવારથી વિખુટા પડી ગયેલા એક કપિશિશુને પક્ષીઓ દ્વારા ઠોલી ખવાઈ રહ્યુ હતુ, જેથી ઈજાગ્રસ્ત કપિશિશુનો જીવ જોખમમાં મુકાયો હતો. આ ધટનાને જોઈને કોઈ જીવદયાપ્રેમીએ વડોદરા પ્રાણીજગત માટે જીવાદોરી સમાન 1962 સેવા પર કોલ કરી ઘટનાની માહિતી આપી હતી.
Humanity Towards Animals : માથાના ભાગે ઈજાઓને પગલે કપિશિશુનુ જીવન જોખમમાં

સદનસીબે 1962ની એમ્બ્યુલન્સ સેવા તે જ વિસ્તારમાં અન્ય કોઈક પશુની સારવાર માટે આવી હતી. એમ્બ્યુલન્સમાં હાજર ડૉ. ચિરગા પરમાર અને ડ્રેસર ચંદુભાઈ ત્વરિત ધટનાસ્થળે દોડી ગયા હતા. જ્યાં તેમણે જોયુ તો કપિશિશુને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી અને સમયસર સારવાર ન મળે તો તેના જીવને જોખમ હતુ.
Humanity Towards Animals : ડ્રેસિગ અને એન્ટીબાયોટીકના ઈન્જેક્શન આપી સારવાર

ડૉ. ચિરાગ પરમાર અને તેમની ટીમે સહેજપણ સમય બગાડ્યા વિના તુરત જ કપિશિશુની સારવાર શરુ કરી હતી. કપિશિશુની ઈજાઓનું ડ્રેસિંગ કરી જરુરી એન્ટીબાયોટીકના ઈન્જેક્શનો આપવામાં આવ્યા હતા. આખરે 1962ની ત્વરિત સેવાને કારણે કપિશિશુનો જીવ બચી ગયો હતો.
આપના વિસ્તારમાં થતા આયોજનો, ઘટનાઓ, સમસ્યાઓ અને જરુરીયાતોની માહિતી અમારા સુધી WhatsAap દ્વારા પહોચાડવા નીચેની લિંક ક્લિક કરો
https://wa.me/message/COLLBENPMPDMJ1
પરિવારથી વિખુટા પડ્યા બાદ માનવ સમાજમાં શિશુનું જીવવુ દુભર થઈ જતુ હોય તો પ્રાણીજગતમાં કપિશિશુનું અસ્તિત્વ ટકાવવું લગભગ અશક્ય હોય છે. એવામાં પશુ-પંખીઓ માટે જીવાદોરી સમાન 1962 સેવાએ જોખમમાં રહેલા કપિશિશુનો જીવ બચાવી માનવતાનું કાર્ય કર્યુ છે જે અભિનંદનને પાત્ર છે.
આ પણ જુઓ

તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા