17 C
Ahmedabad
December 19, 2024
NEWSPANE24
Nation Gujarat News

International Women’s Day : મહિલાઓ નીતિ, નિષ્ઠા, નિર્ણાયકતા અને નેતૃત્વનું પ્રતિબિંબ : કય્છમાં પ્રધાનમંત્રીનું સેમિનારને સંબોધન

International Women's Day
SHARE STORY

International Women’s Day – આતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર કય્છમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કચ્છ ખાતે સેમિનારને સંબોધિત કર્યો હતો.

International Women’s Day : કચ્છની ધરતીનું નારી શક્તિના પ્રતિક સ્વરૂપે સદીઓથી વિશિષ્ટ સ્થાન

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સ દ્વારા સેમિનારને સંબોધિત કરતા જણાવ્યું હતું કે કચ્છની ધરતી એ નારી શક્તિના પ્રતિક સ્વરૂપે સદીઓથી વિશિષ્ટ સ્થાન ધરાવે છે કારણકે મા આશાપુરા માતૃશક્તિ સ્વરૂપે અહી બિરાજમાન છે. કચ્છની મહિલાઓએ સમાજને કુદરતી કઠોર પડકારો સાથે જીવન વ્યતીત કરતા શીખવાડ્યુ છે. 

International Women's Day

પ્રધાનમંત્રીએ પાણી જાળવવાની શોધમાં કચ્છી મહિલાઓની ભૂમિકાની પ્રશંસા કરવા સાથે આ વિસ્તારની મહિલાઓના 1971ના યુદ્ધના યોગદાનને પણ બીરદાવ્યુ હતુ.

International Women’s Day : રાષ્ટ્રને દિશા આપવા માટે મહિલાઓ સમર્થ અને સક્ષમ હોવી જરુરી

International Women's Day

પ્રધાનમંત્રીએ તેમના સંબોધનમાં કહ્યુ હતુ કે મહિલાઓ નિષ્ઠા, નીતિ, નેતૃત્વ અને નિર્ણાયકતાનું પ્રતિક છે અને તેથી આપણી સંસ્કૃતિમાં વેદો અને પરંપરાઓમાં આહવાન કરવામાં આવ્યુ છે કે રાષ્ટ્રને દિશા આપવા માટે મહિલાઓ સમર્થ અને સક્ષમ હોવી જરુરી છે.

International Women’s Day : ભારતીય નારીચેતનાએ સ્વાતંત્ર્ય સંગ્રામની જ્યોત પ્રજ્વલિત રાખી

International Women's Day

પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે ભારતવર્ષના ઉત્તરે મીરાબાઈથી લઈને દક્ષિણે સંત અક્કા મહાદેવી સહિતની મહિલાઓએ ભારતમાં ભક્તિ આંદોલથી લઈને જ્ઞાનદર્શન સુધી સમાજીક સુધારા અને પરિવર્તન માટે અવાજ ઉઠાવ્યો છે. આ સાથે ગુજરાત અને કચ્છની ધરતીએ ગંગાસતી, સતી તોરલ, રામબાઈસ, સતી લોયણ અને લીરબાઈ સહિતની દિવ્ય મહિલાઓના દર્શન કર્યા છે. ભારતવર્ષના અસંખ્ય દેવી દેવતાઓ થકી પ્રતિક બનેલી ભારતીય નારીચેતનાએ સ્વાતંત્ર્ય સંગ્રામની જ્યોત પ્રજ્વલિત રાખી હતી.

International Women’s Day : મહિલાઓની ભાગીદારી નાણાંકિય નિર્ણયોમાં વધી રહી છે

International Women's Day

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા મહિલાઓને આર્થિક મદદ પણ કરવામાં આવી રહી છે, જેથી મહિલાઓ પણ આગળ વધી પોતાના સપના પુરા કરવાની દીશામાં પગલા ભરી શકે. સ્ટેન્ડઅપ ઈન્ડિયા અંતર્ગત 80%થી વધુ લોન(ઋણ) મહિલાઓને ફાળવવામાં આવ્યુ છે. મુદ્રા યોજના અંતર્ગત દેશની બહેન-દિકરીઓને 70%  લોન ફળવાઈ રહી છે. આ સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ફાળવવામાં આવેલા 2 કરોડ ઘરોમાંથી બહુધા મહિલાઓના નામે ફાળવવામાં આવ્યા છે. જેને લઈને મહિલાઓની ભાગીદારી નાણાંકિય નિર્ણયોમાં વધી રહી છે.

International Women’s Day : દેશના સશસ્ત્ર દળોમાં દિકરીઓની ભૂમિકા

International Women's Day

પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે સરકાર દ્વારા પ્રેગ્નેન્ટ મહિલાઓ માટે આપાતી માતૃત્વ રજાને 12 સપ્તાહથી વધારીને 26 સપ્તાહ કરવામાં આવી છે. આ સાથે વર્કપ્લેસ પર મહિલાઓની સુરક્ષાને લઈને કાયદાઓને વધુ નક્કર બનાવાઈ રહ્યા છે. જધન્ય અપરાધ ગણાતા બળાત્કાર જેવા ગુનાઓ માટે મૃત્યુદંડની જોગવાઈ પણ સરકારે કરી છે. પુત્ર અને પુત્રીની સમાનતાને ધ્યાને લઈ સરકાર પુત્રીઓના લગ્નની ઉંમરને વધારી 21 વર્ષ કરવા પ્રયત્નશીલ છે. આ સાથે દેશના સશસ્ત્ર દળોમાં દિકરીઓની ભૂમિકા વધારવાને પ્રોત્સાહન આપી રહી છે જેના અંતર્ગત સૈનિક સ્કૂલોમાં દિકરીઓનો પ્રવેશ શરુ કરી દેવાયો છે.

International Women’s Day : “કન્યા શિક્ષા પ્રવેશ ઉત્સવ અભિયાન”માં મહિલાઓની ભાગીદારી મહત્વની

આ સાથે દેશમાં ચલતા કુપોષણ વિરુદ્ધના અભિયાનમાં લોકોને મદદ કરવા વિનંતી કરવા સાથે પ્રધાનમંત્રીએ બેટી બચાવો બેટી પઢાવો માં મહિલાઓની મુખ્ય ભૂમિકા પર પણ ભાર મુક્યો હતો. તેમણે જણાવ્યુ હતુ કે “કન્યા શિક્ષા પ્રવેશ ઉત્સવ અભિયાન”માં મહિલાઓની ભાગીદારી મહત્વની છે.

તાજા સમાચાર

પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે મોટાભાગના સ્થાનિક ઉત્પાદનો મહિલાઓના હાથમાં હોઈ “વોકલ ફોર લોકલ” અર્થતંત્રનો મહિલાઓના સશક્તીકરણ સાથે મોટો સંબંધ છે. અંતે તેમણે સ્વાતંત્ર્ય સંગ્રામમાં સંત પરંપરાની ભૂમિકાનો ઉલ્લેખ કરતા આ સેમિનારમાં ઉપસ્થિત દરેકને કચ્છના રણની ખુબસુરતી  અને આધ્યાત્મિક વૈભવનો અનુભવ કરવા આહવાન કર્યુ હતુ.

આ પણ જુઓ

Fire at Bhajiya House : ખોખરા રાયપુર ભજિયા હાઉસમાં આગ : જુઓ વીડિયો


SHARE STORY

Related posts

અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર

SAHAJANAND

Surat Rape : સુરતમાં વધુ એક સગીરા ગેંગરેપનો શિકાર બનતા ચકચાર

SAHAJANAND

Raj Babbar in SP : કોંગ્રેસની વધુ એક મોટી વિકેટ પડશે…?

SAHAJANAND

Human Body : અભિવ્યકિતનું માધ્યમ

SAHAJANAND

Leave a Comment