Child Health Program : મહીસાગર જિલ્લાની બાળકી ઉર્વશી માટે ‘રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ’ આશીર્વાદરુપ બન્યો છે. ઉર્વશીનું જન્મજાત ફાટેલા હોઠ માટેનું ઓપરેશન નિશુલ્ક થઈ જતા પિતા દિનેશભાઈના પરિવારજનોમાં ખુશીની લહેર સાથે સરકાર પ્રત્યે આભારની લાગણી છે.
Child Health Program : બાળકોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે કલ્યાણકારી કાર્યક્રમોનું આયોજન
સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા બાળકોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે કલ્યાણકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતુ હોય છે. જેમાં જરુરિયાતમંદ, ગરીબ અને વંચિત બાળકોને પૂરતી સારવાર અને જરુરી સહાય કરવામાં આવે છે.
Child Health Program : લૂણાવાડાના શ્રમજીવી પરિવાર માટે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ આશીર્વાદરુપ

રાજ્યના મહીસાગર જિલ્લાના લૂણાવાડા નગરમાં મજુરી કરી જીવન વ્યાપન કરતા દિનેશભાઈ દંતાણીના પરિવારની બાળકીના જન્મજાત ફાટેલા હોઠ(ક્લેફ્ટ લીપ) માટેનું ઓપરેશન રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ નિશુલ્ક થઈ જવા સાથે બાળકી ઉર્વશી સ્વસ્થ થઈ પુનઃ હસતી રમતી થઈ જતા પરિવારમાં આનંદની લહેર વ્યાપી છે.
આ પણ જુઓ
Lata Mangeshkar : અવિસ્મરણીય લતા મંગેશકર
Child Health Program : ઉર્વશીના હોઠ જન્મજાત ફાટેલા હોવાની જાણ થતા પરીવાર દુખી
આ અંગે લૂણાવાડાના ખોડીયાર મંદિર વિસ્તાર ખાતે રહેતા શ્રમજીવી પરીવારના સરસ્વતીબેન દંતાણીએ જણાવ્યુ હતુ કે તેઓ મજુરી કરી પોતાના પરીવારનું ભરણપોષણ કરે છે. દિકરી ઉર્વશીના જન્મને લઈને પરીવારમાં ખુશી વ્યાપી ગઈ હતી પરંતુ જ્યારે એ જાણકારી મળી કે દિકરી ઉર્વશીના હોઠ જન્મજાત ફાટેલા છે ત્યારે પરીવાર દુખી થઈ ગયુ હતુ.

દરમ્યાન રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમ દ્વારા આંગણવાડી તપાસ કરતી વખતે ફાટેલા હોઠ અંગેની સરવારને લઈને માર્ગદર્શન મળતા ઉર્વશીને વડોદરા ખાતેની ઈશા હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાઈ હતી.
Child Health Program : ઈશા હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક સારવાર
ઈશા હોસ્પિટલ ખાતે ઉર્વશીના ફાટેલા હોઠનું નિઃશુલ્ક ઓપરેશન કરવામાં આવ્યુ હતુ. ઓપરેશન બાદ ઉર્વશી પૂર્ણ સ્વસ્થ થઈ હસતી-રમતી પોતાના પરીવાર પાસે પાછી ફરી હતી. ઉર્વશીની દેખરેખ માટે આર.બી.એસ.કે ટીમના ડૉ. નિર્જર શુક્લ, ડૉ.પ્રિયંકાબેન બારીયા, ફાર્માસિસ્ટ આશાબેન, ફિમેલ હેલ્થ વર્કર અંકિતાબેનદ્વારા અવાર નવાર ગૃહ મુલાકાત લઇ તેના આરોગ્યની તપાસ કરવામાં આવે છે.
Child Health Program : ઉર્વશી સામાન્ય જીવન જીવવા સક્ષમ

આ અંગે સરસ્વતીબેને જણાવ્યુ હતુ કે,સરકારના આરોગ્ય વિભાગ ધ્વારા ચાલતા શાળા આરોગ્ય- રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત અમને લાભ મળ્યો છે. ખાનગી હોસ્પિટલમાં અંદાજે રૂપિયા સિત્તેર હજારથી એક લાખના ખર્ચે થતું ફાટેલા હોઠનું ઓપરેશન કોઇપણ જાતના ખર્ચ વિના નિઃશુલ્ક થતા તેમજ આરોગ્યના કર્મચારીઓના સાથ અને સહકાર થકી આ આરોગ્ય સેવા મળી તે બદલ હું સરકારની આભારી છું. આ કાર્યક્રમથી મારી દિકરીની આ જન્મજાત ખામી દૂર થતા તે સારુ જીવન જીવી શકશે.
આપના વિસ્તારમાં થતા આયોજનો, ઘટનાઓ, સમસ્યાઓ અને જરુરીયાતોની માહિતી અમારા સુધી WhatsAap દ્વારા પહોચાડવા નીચેની લિંક ક્લિક કરો
https://wa.me/message/COLLBENPMPDMJ1
સરકારની આ યોજનાથી મારી ઉર્વશી હસતી રમતી સ્વસ્થ જીવન જીવી રહી છે. તે માટે હું જન કલ્યાણલક્ષી રાજ્ય સરકારનો અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના સભ્યોનો હૃદય પૂર્વક આભાર માનું છું. તથા ભવિષ્યમાં અમારા જેવા અનેક લાભાર્થીઓના પરિવારના બાળકો માટે આ યોજના આશાનું કિરણ બની રહેશે તેવી શુભકામનાઓ પાઠવું છું.

તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા