Ahmedabad Police : અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે ગુજરાત સરકારની પો.સ.ઈન્સ., તલાટી, લોકરક્ષક, જુનિયર ક્લાર્ક સહિતની ભરતીઓમાં નોકરીની લાલચ આપી 81 ઉમેદવારો સાથે છેતરપિંડી કરનાર મહિલા સહિત 3 શખ્સોની ધરપકડ કરી છે.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા યોજાઈ રહલી સરકારી નોકરીઓની ભરતીમાં કેટલાક લેભાગુ તત્વો દ્વારા ઉમેદવારો પાસેથી નોકરી અપાવવાની લાલચ આપી છેતરપિંડી આચરતી ગેંગને ઝબ્બે કરવા ક્રાઈમ બ્રાંચના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સુચનો કરવામાં આવ્યા હતા.
Ahmedabad Police : ક્રાઈમ બ્રાન્ચને મળી માહિતી
જેને પગલે ક્રાઈમબ્રાંચની ટીમ ઝીણવટભરી તપાસ કરવા સાથે છેતરપિંડી આચરતી ગેંગનું પગેરુ દબાવી રહી હતી. દરમ્યાન ક્રાઈમબ્રાંચના પો.ઈન્સ. સી.આર. જાદવને માહિતી મળી હતી કે હરીશ પ્રજાપતિ, રવિપ્રતાપસિંગ અને પરવીન્દરસિંગ ઉર્ફે કર્નલે રાજસ્થાન તથા ગુજરાત સહિત અલગ અલગ રાજ્યોના નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારોને ગુજરાતમાં સરકારી ભરતીઓમાં નોકરી અપાવવાની લાલચ આપી મોટી રકમ મેળવી છેતરપિંડીનું મોટુ કૌભાંડ આચર્યુ છે, અને તેમાંનો એક શખ્સ રવિપ્રતાપસિંગ અમદાવાદ રીંગ રોડ દહેગામ સર્કલથી દહેગામ તરફ જવાના રસ્તા પાસે આવી હરીશ પ્રજાપતિ ને મળવાનો છે.
Ahmedabad Police : પહેલો આરોપી રવિપ્રતાપ દહેગામ સર્કલ પાસેથી ઝડપાયો
માહિતીને આધારે પોલીસે જાળ બીછાવી દહેગામ સર્કલ પાસેથી મુળ રાજસ્થાન અજમેરના અને હાલ બ્યાવર ખાતે રહેતા રવિપ્રતાપસિંગ ઓમસિંગ રાવત(25)ને ઝડપી લીધો હતો.
આરોપી પાસેથી પોલીસને લેપટોપ, બેગ, મોબાઈલ ફોનમાંથી લોકરક્ષક, પો.સ.ઈ., જુનિયર ક્લાર્ક, તલાટી કમ મંત્રી, આર્મી સહિત અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનમાં નોકરી ઈચ્છતા ઉમેદવારોના અરજી ફોર્મ અને ફીની રીસીપ્ટો મળી આવી હતી.
Ahmedabad Police : રવિપ્રતાપે પુછપરછમાં ચોંકાવનારી કબુલાત કરી
પોલીસે આરોપી રવિપ્રતાપસિંગની પુછપરછ કરતા તેણે જણાવ્યુ હતુ કે વર્ષ 2020 થી અત્યાર સુધી તેણે પોતે તથા દહેગામ ખાતે રહેતા વિવેકાનંદ તાલિમ કેન્દ્રના સંચાલક હરીશભાઈ ગારુજી પ્રજાપતિ અને મૂળ રાજસ્થાનના પુરવીન્દર ઉર્ફે કરનલ જગજીત સિંહે ભેગા મળી પૈસા કમાવવા પ્લાન બનાવ્યો હતો. પ્લાન પ્રમાણે રાજસ્થાનના અલગ-અલગ જિલ્લાઓના રહીશો કે જેઓ ગુજરાતમાં સરકારી નોકરી મોળવવા માંગતા હોય તેવા લોકોને શોધી કાઢી તેમને ગુજરાતમાં સરકારી નોકરી અપાવવાની લાલચ આપી તેમના જરુરી આધાર-પુરાવાઓ મેળવ્યા હતા.
આ પણ જુઓ
આ આધાર પુરાવાઓનો ઉપયોગ કરી હરીશ પ્રજાપતિએ ગુજરાતમાં ચાલતી અલગ-અલગ સરકારી નોકરીની ભરતીઓમાં ઓનલાઈન ફોર્મ ભરી તે ફોર્મમાં ઉમેદવારો રાજસ્થાનના વતની હોવા છતાં તેમને ગાધીનગર જિલ્લાના અલગ અલગ સરનામે રહેતા હોવાનું દર્શાવ્યુ હતુ.
Ahmedabad Police : અલગ અલગ નોકરીઓ માટે અલગ અલગ ભાવ
આરોપીઓએ ઉમેદવારો પાસેથી વિવિધ નોકરીઓ માટે અલગ-અલગ રકમ પડાવી હતી. જેમાં પો.સ.ઈન્સ.ની નોકરી માટે 10 લાખ, એલઆરડી પુરુષ ઉમેદવાર માટે 5 લાખ, એલઆરડી મહિલા ઉમેદવાર માટે 4 લાખ, તલાટી કમ મંત્રી વર્ગ-3ની ભરતી માટે 5 લાખ, જુનિયર ક્લાર્ક વર્ગ-3 માટે 2.50 લાખ, ઈન્ડીયન આર્મી રિક્રુટમેન્ટ માટે 3.50 લાખ, અમદાવાદ મ્યુ.કો.માં ભરતી માટે 1.50 લાખ પ્રમાણે રુપીયા પડાવી લેવાનું નક્કી કર્યુ હતુ.
Ahmedabad Police : પૂજા અને હરીશ પ્રજાપતિ વિવેકાનંદ તાલીમ કેન્દ્ર દહેગામથી ઝડપાયા
આરોપીએ પુછપરછમાં આપેલી માહિતીને આધારે પોલીસે સ્વામી વિવેકાનંદ તાલીમ કેન્દ્ર પર જઈ તપાસ હાથ ધરી મૂળ રાજસ્થાન સીકરના અને હાલ સ્વામી વિવેકાનંદ તાલીમ કેન્દ્ર મીઠાના મુવાડા દહેગામ ખાતે રહેતા હરીશ ગોરુજી પ્રજાપતિ(45) અને મુળ સરતાનપુર મહેસાણાની અને હાલ સ્વામી વિવેકાનંદ તાલિમ કેન્દ્ર ખાતે રહેતી પૂજા ગફુરજી ઠાકોર(25)ને ઝડપી લીધા છે.
Ahmedabad Police : હરીશની પેનડ્રાઈવમાંથી અરજી ફોર્મ, ફીની પહોંચ, એડમીટ કાર્ડ, ફોટા, સહીના નમુનાની નકલો મળી આવ્યા
આરોપી હરીશ પ્રજાપતિની ઓફિસના ટેબલના ખાનામાંથી મળી આવેલ પેનડ્રાઈવમાં લોકરક્ષક, અમદાવાદ મ્યુનિસીપલ કોર્પો. તથા રાજસ્થાનના ઉમેદવારોના અરજી ફોર્મ, ફીની પહોંચ, એડમીટ કાર્ડ, ફોટા, સહીના નમુનાની નકલો સહિતના પ્રમાણપત્રો મળી આવ્યા હતા.
Ahmedabad Police : નકલી રબસ સ્ટેમ્પ બનાવી નાપાસને પાસનો સિક્કો
આ સાથે આરોપી હરીશે મૂળ ઉત્તરપ્રદેશના શાહરુખ નામના શખ્સ પાસેથી પો.સબ.ઈન્સના 1 અને લોકરક્ષક દળના 3 ઉમેદવારો પેટે રુ. 25 લાખ લીધા હોવાની કબુલાત કરી હતી. આ સાથે આરોપીઓએ ભેગા મળી નાપાસ ઉમેદવારોને પાસ બતાવતુ ડુપ્લિકેટ એડમીટ કાર્ડ તૈયાર કરી તેમાં પોતે ગેરકાયદેસ રીતે તૈયાર કરેલ PST PASS, PET PASS, LRD PASS, CHIP VERIFIED જેવા રબર સ્ટેમ્પના સિક્કા મારી ઉમેદવારોને આપી તેમનો વિશ્વાસ કેળવ્યો હતો.
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
આરોપી પૂજા ઠાકોરના મોબાઈલમાંથી પો.સબ.ઈન્સ.ની ભરતીનું ફીજીકલ પરીક્ષાનું એટમીટ કાર્ડ મળી આવતા તેણે પુછપરછમાં જણાવ્યુ હતુ કે પોતે ફીજીકલ પરીક્ષામાં નાપાસ થઈ હોવા છતાં હરીશ પ્રજાપતિએ તેના એડમીટ કાર્ડમાં ફીજીકલ પરીક્ષામાં પાસ થયેલ હોવાનો સિક્કો મારી આપ્યો હતો.
Ahmedabad Police : આરોપીઓ પાસેથી કબજે કરાયેલ મુદ્દામાલ
પોલીસે આરોપીઓ પાસેથી રુ. 3.10 લાખ રોકડા, 7 મોબાઈલ, 2 લેપટોપ, 2 કોમ્પ્યુટર, 2 પેનડ્રાઈવ, 7 રબર સ્ટેમ્પ, પોલીસનું આઈ કાર્ડ, પોલીસનો યુનિફોર્મ અને અલગ અલગ પરીક્ષાઓ સાથે સંકળાયેલા ડોક્યુમેન્ટ કબજે કર્યા છે.
Ahmedabad Police : 81 ઉમેદવારો સાથે કુલ રુ. 3,24,90,000ની છેતરપિંડી
આરોપીઓ પાસેથી મળી આવેલા કુલ 81 ફોર્મમાં રાજસ્થાનના 60, ઉત્તરપ્રદેશના 4 અને ગુજરાતના 17 ફોર્મ છે. આ 81 ઉમેદવારો પાસેથી આરોપીઓએ કુલ રુ. 3,24,90,000 જેટલી રકમની છેતરપિંડી આચરી છે. આરોપી હરીશ પ્રજાપતિ અગાઉ પણ મહેસાણા પોલીસમાં અને આર્મીમાં નોકરી અપાવવાની લાલચ આપી છેતરપિંડી કરવાના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. પોલીસે આ અંગે ગુનો નોંધી ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.