TheKashmirFiles : ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિવેક અગ્નિહોત્રીની બહુચર્ચિત ‘ઘ કાશ્મિીર ફાઈલ્સ’ ફીલ્મને કરમુક્ત કરવાનો નિર્ણય કર્યો છે. હિન્દી ફિલ્મના ઈતિહાસમાં કદાચ પ્રથમવાર કરાંચીવૂડે ફિલ્મના પ્રમોશનમાં છુપા અવરોધો ઉભા કરતા લોકોએ સ્વયંભૂ ફિલ્મનું પ્રમોશન કર્યુ.
વિવેક અગ્નિહોત્રી નિર્મિત કરાંચીવૂડ(બોલીવૂડ)ની “ધ કાશ્મિર ફાઈલ્સ” ફિલમ રિલીઝ થતા પહેલા જ વિવાદોથી ધેરાયેલી રહી. એક નિશ્ચિત એજન્ડા અને મલિન ઈરાદા સાથે આ ફિલ્મને કરાંચીવૂડમાં પ્રમોશન કરતા અટકાવવા અનેક અવરોધો ઉભા કરવામાં આવ્યા. ફિલ્મને રજુ થતી અટકાવવા કોર્ટમાં જવા સહિત અનેક પ્રકારના પ્રપંચો હાથ ઘરવામાં આવ્યા. પરંતુ વિવેક અગ્નિહોત્રીની ટીમે તમામ અવોરોધોને પાર કરી આખરે ફિલ્મને સીનેમાઘરો સુધી પહોંચાડી દીધી છે અને તમામ પ્રકારના પ્રોપેગેન્ડા-એજન્ડાઓનો સામનો કર્યા બાદ ફિલ્મને દર્શકોનો ઘણો સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે.
TheKashmirFiles : ફિલ્મ જોઈ બહાર આવતા ભાવૂક દર્શકોના વિડીયો વાયરલ
વિવેક અગ્નિહોત્રી નિર્દેશિત ‘ઘ કાશ્મિીર ફાઈલ્સ’ ફિલ્મ 11 માર્ચે રિલીઝ થઈ ગઈ છે. લો-બજેટ ફિલ્મ હોવા ઉપરાંત ઓછા સિનેમાધરોમાં રિલીઝ થઈ હોવા છતાં બોક્સ ઓફિસ પર આ ફિલ્મ સારુ કલેક્શન કરી રહી છે. ફિલ્મની વાર્તા દર્શકોના હ્રદયને સ્પર્શી રહે છે. સિનેમાધરોમાંથી બહાર આવતા અત્યંત ભાવુક થયેલા દર્શકોના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
TheKashmirFiles : ગુજરાત અને હરિયાણામાં કરમુક્ત
‘ઘ કાશ્મિીર ફાઈલ્સ’ ફિલ્મને હરિયાણા સરકાર દવારા પહેલા જ કરમુક્ત કરી દેવાઈ છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેેલે પણ ટ્વિટર પર જાહેરાત કરી છે કે ગુજરાત સરકાર દ્વારા પણ આ ફિલ્મને કરમુક્ત જાહેર કરવામાં આવી છે. ન્યૂઝ એજન્સી ANI દ્વારા પણ ટ્વિટર પર આ સમાચારની પુ્ષ્ટી કરવામાં આવી છે. જે વિવેક અગ્નિહોત્રી માટે એક સારા સમાચાર છે.
TheKashmirFiles : અમાનુષી પલાયનનું દર્દ
અત્રે ઉલ્લેખનીય છે કે કાશ્મિરને લઈને કરાંચીવૂડમાં અનેક કોમર્શિયલ ફિલ્મો બની ચૂકી છે, પરંતુ જે સંવેદનશીલ મુદ્દો આ ફિલ્મમાં રજુ કરવામાં આવ્યો છે તેને સ્પર્શવાની હિંમત આજ સુધી કોઈ નિર્માતા-નિર્દેશક કરી શક્યો નથી. વર્ષોથી કાશ્મિરી પંડિતાના હ્રદયમાં શૂળની માફક ચૂભતા હિંદુઓના કાશ્મિરમાંથી કરાયેલા અમાનુષી પલાયનનું દર્દ આ ફિલ્મ દર્શકોની સામે લાવી છે.
‘ઘ કાશ્મિીર ફાઈલ્સ’ કાશ્મિરી હિન્દુઓ પર થયેલી બર્બરતા, સામુહિક નરસંહાર અને ભયના કારણે પોતના જ દેશમાં પોતના ઘરોને છોડીને કરવા પડેલા પલાયનનું વાસ્તવિક ચિત્રણ છે.
TheKashmirFiles : એજંડાધરોના હોઠ પર ફેવીસ્ટિક
હિન્દુઓનું કાશ્મિરમાંથી પલાયન એ ભારતના ઈતિહાસના જુજ નરસંહારોમાંનો એક એવો નરસંહાર છે કે જેને કેટલાક મીડિયા અને રાજકીય પક્ષોએ પોતાના એજન્ડા પ્રમાણે છુપાવવાની ભરપુર કોશિશ કરી છે. ગોધારકાંડને મસ્લિમ નરસંહાર સ્વરુપે રજુ કરતા અને ‘ભારત તેરે ટુકડે હોંગે’ જેવી ઘટનાઓને આઝાદીની અભિવ્યક્તિ તરીકે જોર શોરથી પોતાના પ્રાઈમ ટાઈમમાં પ્રમોટ કરતા આવા એજંડાધર મીડિયા સંસ્થાનો કાશ્મિરી હિન્દુઓના હત્યાકાંડ પર હોઠ પર ફેવીસ્ટિક લગાડી લે છે.
TheKashmirFiles : અભુતપૂર્વ સમર્થન
જોકે સોશિયલ મીડિયા પર “ધ કાશ્મિર ફાઈલ્સ” ફિલ્મને અભુતપૂર્વ સમર્થન પ્રાપ્ત થઈ રહ્યુ છે. આ ફિલ્મનું પ્રમોશન કરવા ઈન્કાર કરતા સોશિયલ મીડિયા પર કપિલ શર્મા માત્ર ટ્રોલ જ નથી થઈ રહ્યો તેના પ્રોગ્રામની ટીઆરપી પણ ધટી રહી છે. આજના સોશિયલ મીડિયાના યુગમાં એજન્ડાધારી ચેનલોના દરેક એજન્ડાનો પર્દાફાશ થઈ જતા પહેલાની જેમ તેઓ ભ્રામક નેરેટિવ ફેલાવવામાં સફળ નથી થઈ રહ્યા ત્યારે કેટલાક મીડિયા સંસ્થાનો એ ફિલ્મની રિલીઝ પહેલા અને ફિલ્મ જોયા વગર જ તેને એજન્ડા ફિલ્મ જાહેર કરી દીધી હતી. જેકે તેમના આવુ કરવાથી ફિલ્મને તો કોઈ નુકશાન થતુ નથી દેખાઈ રહ્યુ પરંતુ તેમનો જ એજન્ડા સ્પષ્ટ થઈ રહ્યો છે.
TheKashmirFiles : દર્શકોની પસંદ
કપિલ શર્મા સહિતના કરાંચીવૂડના છુપા વિરોધ છતાં લો-બજેટની આ ફિલ્મને માત્ર બે દિવસમાં દર્શકોનો જે પ્રતિસાદ મળી રહ્યો છે અને ફિલ્મે બીજા દિવસે 10 કરોડનો આંક પાર કરી લીધો છે તે જોતા આ ફિલમ સુપરહિટ થવા તરફ વધી રહી છે. કરાંચીવૂડની ભ્રામક પ્રચાર કરતી એજન્ડા ફિલ્મો કરતા લોકો “ધ કાશ્મિર ફાઈલ્સ”ને વધુ પસંદ કરી રહ્યા છે. ફિલ્મનો ક્રેઝ એટલો છે કે કેટલાક સંગઠનોએ ભેગાથઈને ન્યુયોર્કના ટાઈમ્સ સ્ક્વેર પર આ ફિલ્મને પ્રમોટ કરી છે.
TheKashmirFiles : દર્શકો ભાવુક બન્યા
“ધ કાશ્મિર ફાઈલ્સ” ફિલ્મમાં રજુ કરાયેલા મુદ્દાની સત્યતા, ફિલ્મનું કોઈ પણ પ્રકારની લિપા-પોતી વગરનું ચિત્રણ અને વર્ષોથી દબાવી રાખવામાં આવેલું કાશ્મિરી હિન્દુઓનું દર્દ દર્શકોના હ્રદય સોંસરુ ઉતરી જાય છે અને મોટાભાગના દર્શકો સિનામાધરોમાંથી અશ્રૃભીની આંખે બહાર આવતા હોવાના દ્રષ્યો સોશિયલ મીડિયા પર ફિલ્મની જેમ જ પ્રચલિત થઈ રહ્યા છે.
વિવેક અગ્નિહોત્રીની અન્ય ફિલ્મ “બુદ્ધા ઈન અ ટ્રાફિક જામ”માં તેમણે સામ્યવાદ અને મૂડીવાદના નામે પોતાની દુકાનો ચલાવતા લોકો પર પ્રહાર કરી ખુલ્લા પાડ્યા છે. આ ફિલ્માં વિવિધ સામાજિક, રાજકિય અને આર્થિક વિચારધારા ધરવાતા અનૈતિક સોદાબાજી કરનારા લોકોનો અસલી ચહેરો ખુલ્લો કરવામાં આવ્યો છે, જેમાં નોકરશાહો, રાજકારણીઓ અને જનતાના કથિત હિતેચ્છુ નોતાઓને આવરી લેવામાં આવ્યા છે. આ સાથે આંદોલનને ફેશન માનનારા અને માત્ર મી઼ડિયા સુધી જ સીમિત રહેનારા લોકોને અરિસો બતાવાયો છે. આ ફિલ્મ નક્કર અને સ્પષ્ટ રીતે સામાન્ય જનતા અને સિસ્ટમ વચ્ચેનું અંતર ઘટાડવા પર ભાર મુકે છે.
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
જોકે આટ-આટલા વિવાદો અને કરાંચીવૂડના છુપા અવરોધ બાદ અંતે સુખરુપ રિલીઝ થયેલી “ધ કાશ્મિર ફાઈલ્સ” ધીરેધીરે દર્શકોમાં પોતાનો માર્ગ પ્રશસ્ત કરી રહી છે અને હરિયાણા બાદ ગુજરાતમાં પણ આ ફિલ્મને કરમુક્ત જાહેર કરાતા માત્ર વિવેક અગ્નિહોત્રી કે કાશ્મિરી પંડિતો જ નહીં. સમગ્ર દેશના રાષ્ટ્રવાદીઓમાં આનંદની લાગણી છવાઈ છે.
આ પણ જુઓ
Peak of positivity : પોલીસકર્મીની સાકરાત્મકતા શિખર પર