Boris Johnson : 21 એપ્રિલથી ભારત પ્રવાસે આવેલા ઈંગ્લેન્ડના પ્રધાનમંત્રી બોરિસ જોન્સનને તેમના પ્રવાસની શરુઆત ગુજરાતથી કરતા અમદાવાદ ખાતે આવેલા વિશ્વ વિખ્યાત ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે રહ્યા હતા.
રાજ્યપાલ અને મુખ્યમંત્રી દ્વારા બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જોન્સનનું સ્વાગત
આ પહેલા ગુજરાત પ્રવાસે આવેલા બોરિસ જેન્સનનું રાજ્યપાલ આચાર્ચ દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એરપોર્ટ પર ઉષ્માસભર સ્વાગત કરાયુ હતુ. જેમાં ગરવી ગુજરાતની સાંસ્કૃતિક વિરાસત પ્રદર્શિત કરતા કાર્યક્રમો રજુ કરાયા હતા. જેમાં ગુજરાતના અગ્રગ્ણ્ય નાગરિકો જોડાયા હતા.
Boris Johnson : ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી-હ્રદયકુંજની મુલાકાત-ચરખો કાંત્યો
બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જોન્સન ગાંધીઆશ્રમની પાવન ભૂમીમાં આવી હ્યદયકુંજની મુલાકાત લઈ ગાંધી વિચારોથી પ્રભાવિત થયા હતા. તેમણે મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પ અર્પણ કરવા સાથે હ્રદયકુંજના વિવિદ ખંડોની મુલાકાત લીધી હતી. અહીં તેમણે ગાંધીજીનો પ્રિય ચરખો કાંત્યો હતો અને અમદાવાદ ગેલેરી પણ નીહાળી હતી.
બ્રિટિશ મહિલા જ્યાં રોકાયા હતા તે મીરા કૂટિરની મુલાકાત
આ સાથે બોરિસ જોન્સને ગાંધી આશ્રમ ખાતે આવેલી મીરા કૂટિરની પણ મુલાકાત કરી હતી. આ મીરા કુટિરમાં ગાંધી વિચારોથી પ્રભાવિત થઈ ગાંધી આશ્રમમાં રહેવા આવેલા બ્રિટિશ મહિલા મેડલીન સ્લેડ રહેતા હતા જેનું નામ મીરા કૂટિર રાખવામાં આવ્યુ છે.
સત્ય અને અહિંસાથી દુનિયા બદલવાનું ઉદાહરણ સમગ્ર વિશ્વને ગાંધીજીએ પૂરું પાડ્યું : બોરિસ જોન્સન
ગાંધી આશ્રમની વિઝિટર્સ બૂકમાં ગાંધી આશ્રમ અંગે પોતાનો અનુભવ વ્યક્ત કરતા બ્રિટિશ પ્રધાનમંત્રી એ આલેખ્યુ હતુ કે, “મારી ગાંધી આશ્રમની મુલાકાત અવર્ણનીય છે અને ગાંધી આશ્રમમાં આવવાનો મારો અનુભવ પણ ખુબ સારો રહ્યો છે. ગાંધીજીએ સમગ્ર વિશ્વને સત્ય અને અહિંસાથી દુનિયા કેવી રીતે બદલાય તેનું ઉતકૃષ્ઠ ઉદાહરણ પુરુ પાડ્યુ છે”.
આપના વિસ્તારમાં થતા આયોજનો, ઘટનાઓ, સમસ્યાઓ અને જરુરીયાતોની માહિતી અમારા સુધી WhatsAap દ્વારા પહોચાડવા નીચેની લિંક ક્લિક કરો
https://wa.me/message/COLLBENPMPDMJ1
આ પણ જુઓ
Lata Mangeshkar : અવિસ્મરણીય લતા મંગેશકર
ગાંધી આશ્રમ તરફથી પુસ્તકો ભેટ અપાયા
બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જોન્સનને ગાંધી આશ્રમ તરફથી ‘ઓટોબાયોગ્રાફી ઓફ મીરાબેન’ અને ‘ગાઈડ ટુ લંડન’ એવા બે પુસ્તકો ભેટ સ્વરુપે આપવામાં આવ્યા હતા.
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા