31 C
Ahmedabad
June 21, 2024
NEWSPANE24
Breaking Crime World

Pakistan Blast : પાકિસ્તાનની શિયા મસ્જિદમાં બ્લાસ્ટ : 57ના મોત, 200થી વધુ ધાયલ

Pakistan Blast
SHARE STORY

Pakistan Blast : પાકિસ્તાનના પેશાવરમાં જુમાની નમાજ દરમ્યા શિયા મસ્જિદમાં બ્લાસ્ટ થતા 57 લોકોના મૃત્યુ જ્યારે 200થી વધુ લોકો ઘાયલ થયા છે.

Pakistan Blast : ઘાયલોને લેડી રીડિંગ હોસ્પિટલ ખાતે લઈ જવાયા

પ્રાપ્ત થતી માહિતી અનુસાર પાકિસ્તાના ઉત્તર-પશ્ચિમે આવેલા પેશાવર શહેરમાં કિસ્સા ખયાની બજાર ખાતે આવેલી શિયા જામિયા મસ્જિદ પર થયેલા આત્મઘાતી હુમલામાં 57 લોકોના મોત થયા છે. હુમલાને કારણે ધાયલ થયેલા લોકોને નજીકની લેડી રીડિંગ હોસ્પિટલ સહિતની અન્ય હોસ્પિટલોમાં લઈ જવાયા હતા. લેડી રીડિંગ હોસ્પિટલના મીડિયા મેનેજર આસિમ ખાને જણાવ્યુ હતુ કે બોમ્બ બ્લાસ્ટ બાદ અત્યાર સુધી 57 શબ મળી આવ્યા છે.

Pakistan Blast

Pakistan Blast : સ્થાનિક લોકો મદદે આવ્યા

બ્લાસ્ટ થયા બાદ બચાવદળ ઘટનાસ્થળે પહોંચ્યુ હતુ અને ધાયલ લોકોને સારવાર અર્થે નજીકની લેડી રિડંગ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બચાવદળની સાથે સાથે આસપાસના વિસ્તારના લોકો પણ ઘાયલ લોકોની મદદમાં જોડાયા હતા. સ્થાનિક લોકોએ પોતની ટુ-વ્હિલર અને કારમાં લોકોને હોસ્પિટલ સુધી પહોંચાડ્યા હતા. કેટલીક હસ્પિટલોમાં ઘાયલો માટે બ્લડ ડોનેટ કરવા મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા.

Pakistan Blast

પાકિસ્તાનના પેશાવરના એક પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ બે હુમલાખોરોએ મસ્જિદમાં ઘુસવાની કોશિશ કરતા ત્યાં હાજર પોલીસ કર્મચારીઓએ તેમને રોકવાનો પ્રયત્ન કરતા આતંકવાદીઓએ ફાયરિંગ શરુ કર્યુ હતુ. જેમાં એક પોલીસક્રમીનું મોત થયુ છે જ્યારે બીજો એક પોલીસકર્મી ગંભીરપણે ઘાયલ થયો છે. ગોળીબાર બાદ બ્લાસ્ટ થયો હતો.

Pakistan Blast : આત્મધાતી હુમલો

ઘટનાના પ્રત્યક્ષદર્શિઓએ જણાવ્યા પ્રમાણે સામાન્ય રીતે આ વિસ્તારમાં ધણા બજારો આવેલા છે અને સામાન્ય રીતે જુમાની નમાજ વખતે આ વિસ્તારો ભીડથી ખચાખચ ભરેલા હોય છે. બ્લાસ્ટ જુમાની નમાજ દરમ્યાન થયો હતો. મસ્જિદમાં તે વખતે ભારે ભીડ હતી અને અચાનક જ એક વ્યક્તિએ ઉભા થઈને પોતાને વિસ્ફોટ સાથે ઉડાવી દીધો. વિસ્ફોટ પહેલા ગોળીબારના આવાજો પણ શાંભળવા મળ્યા હતા.

Pakistan Blast

Pakistan Blast : મસ્જિદમાં ચારેતરફ ધાયલો અને મૃતદેહો

અન્ય એક ઘટનાસ્થલે હાજર પ્રત્યક્ષદર્શિના જણાવ્યા મુજબ હોલ નાજીઓથી ભરેલો હતો ત્યારે કાળા કપડા પહેરેલા એક હુમલાખોરે મસ્જિદના મેઈન હોલમાં પહોંચીને પોતાને બોંબથી ઉડાવી દીધો હતો. ત્યારબાદ મસ્જિદમાં ચારેતરફ લાશો અને ધાયલ લોકો પડ્યા હતા.

Pakistan Blast

જોકે પાકિસ્તાની અધિકારીઓ દ્વારા હજી એ સ્પષ્ટ કરવામાં આવ્યુ નથી કે વિસ્ફોટની પાછળ કયા સંગઠનનો હાથ છે. પોલીસની ટીમો ઘટનાસ્થળો પહોંચીને ધાયલોની મદદમાં જોડાઈ છે. ઘટનાસ્થળે 15થી વધુ એમબ્યુલન્સ પહોંચી ગઈ છે. હજી સુધી કોઈ આતંકવાદી સંગઠને પણ આ હુમલાની જવાબદારી સ્વિકારી નથી.

Pakistan Blast : ઈમરાનખાન હુમલાને વખોડ્યો

પેશાવર બ્લાસ્ટ પર પાકિસ્તાની પ્રધાનમંત્રી ઈમરાનખાને હુમલાની નિંદા કરી હતી. ઈમરાનખાને ઘાયલોને મિડિકલ તુરંત મેડિકલ સુવિધાઓ પુરી પાડવાનું એલાન કર્યુ હતુ અને સંબંધિત અધિકારીઓ પાસે આ ઘટના અંગે રિપોર્ટ માંગ્યો હતો.

Pakistan Blast : અફધાનમાં તાલીબાની શાસન બાદ પાકિસ્તાનમાં હુમલા વધ્યા

અત્રે ઉલ્લેખનીય છે કે અફધાનિસ્તાનમાં તાલીબાની હકુમતની સ્થાપના બાદ પાકિસ્તાનમાં રહેલા તાલીબાની(તહેરીકે તાલીબાન પાકિસ્તાન) દ્વારા થતા આતંકવાદી હુમલાઓની સંખ્યા વધી ગઈ છે. પાકિસ્તાનમાં એક પછી એક બ્લાસ્ટ થઈ રહ્યા છે અને સાથે સાથે પાકિસ્તાની આર્મી પર હુમલાના બનાવો પણ વધી રહ્યા છે.

Pakistan Blast

Pakistan Blast : તહેરીકે તાલીબાનને કંટ્રોલ કરવામાં પાકિસ્તાન અસમર્થ

અફઘાનિસ્તાનમાં તાલીબાનોને સ્થાપિત કરવા માટે ભરપુર પ્રયાસ કરનાર પાકિસ્તાનની મુરાદ એ હતી કે પાકિસ્તાનમાં તાલીબાની શાસન સ્થાપ્યા બાદ પાકિસ્તાનમાં કાર્યરત તહેરીકે તાલીબાનને અફધાની તાલીબાનોની મદદથી કંટ્રોલ કરી લેવાશે. પરંતુ પાકિસ્તાનની આ મુરાદ બર આવી ન આવતા અફધાનીસ્તાનમાં તાલીબાની શસનની સ્થાપના સાથે જ અફધાન તાલીબાનોએ તહેરીકે તાલીબાનના જેલમાં રહેલા તમામ આતંકવાદીઓને મુક્ત કરી દીધા હતા. હવે તહેરીકે તાલીબાનના એ જ આતંકવાદીઓએ પાકિસ્તાનની સેનાના નાકમાં દમ કરી દીધુ છે.

Pakistan Blast

Pakistan Blast : પાકિસ્તાને ઉછેરેલા સાંપ એને જ ડસી રહ્યા છે

એક વાર હિલેરી ક્લિંટને આતંકવાદ તરફ ઈશારો કરતા પાકિસ્તાનને ઉદ્દેશીને કહ્યુ હતુ કે જે તમે તમારા બેકયાર્ડમાં સાંપ પાળશો તો એ તમારા પર પણ હુમલો કરશે જ. હિલેરી ક્લિંટનની આ વાત પાકિસ્તાનમાં વારંવાર સાબિત થતી આવી છે. આ પહેલા પણ આ જ તહેરીકે તાલીબાન દ્વારા પાકિસ્તાનના પેશાવર ખાતે આવેલી આર્મી સ્કૂલ પર 16 ડીસેમ્બર 2014માં આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં માર્યા ગયેલા 150થી વધુ લોકોમાં 134 આર્મિસ્કૂલમાં અભ્યાર કરતા બાળકો હતા.

Pakistan Blast

Pakistan Blast : પાકિસ્તાની સેના દ્વારા આતંકવાદની ખેતી

જેકે પાકિસ્તાની આર્મી પોતાનું મહત્વ ટકાવી રાખવા પાકિસ્તાનમાં સતત આતંકવાદીઓની ખેતી કરતી આવી છે. ભારતીય આક્રમણનો ભય બતાવવી પાકિસ્તાની સેના સતત પાકિસ્તાની નાગરિકોને ભારત વિરોધી ઝેર પીવડાવે છે. ભારતનો ભય પાકિસ્તાની જનતામાં ન હોય તે પાકિસ્તાન જેવા દેશને આટલી મોટી સેનાની જરુરીયાત જ રહેતી નથી. આ ભયના ઓથાર હેઠળ પાકિસ્તાની આરમીના જનરલો પાકિસ્તાનના એટલા બધા રુપીયા ચાંઉ કરી જાય છે કે જેનાથી તેઓ રીટાયર્ડ થયા પછી વિદેશમાં આઈલેન્ડ ખરીદી પોતના પરિવારને વિદેશમાં શિફ્ટ કરી લે છે. આજે પાકિસ્તાની આર્મિના ટોચના ઓફિસરનું લાગભગ કોઈ પણ સંતાન પાકિસ્તાનમાં અભ્યાસ કરતુ નથી.

Pakistan Blast : આતંકવાને કંટ્રોલ કરવો પાકિસ્તાનના હાથ બહાર

જોકે હવે પાકિસ્તાને જે આતંકવાદીઓને પોષ્યા છે તે જ તેમના દુશ્મન બની રહ્યા છે. આતંકવાદ ઉભો કરવો આસાન છે પરંતુ તેને ઉભો કર્યા બાદ કંટ્રોલ કરવો એટલો જ મુશ્કેલ છે. અમેરીકા દ્વારા પાકિસ્તાનના સહકારથી રસિયાને અફધાનિસ્તાનમાંથી હાંકી કાઢવા ઉભુ કરાયેલુ સંગઠન અલ-કાયદા એ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. વળી પાકિસ્તાન તો એક આતંકવાદી સંગઠનને કંટ્રેલમાં કરવા બીજુ અને બીજાને કંટ્રોલમાં કરવા ત્રીજુ એમ આતંકવાદી સંગઠનોની હારમાળા સર્જી ચૂક્યુ છે. જેને કંટ્રોલ કરવુ હવે તેના હાથમાં નથી.

Pakistan Blast

Pakistan Blast : પાકિસ્તાનની ઈકોનોમી આતંકવાદની ભેટ ચડી

પાકિસ્તાનની પરિસ્થિતિ હવે એવી થઈ ગઈ છે કે આતંકવાદીઓની નવતર ફસલોને લઈને ફેલાતી હિંસાના કારણે પાકિસ્તામાં વિશ્વનો કોઈપણ દેશ ઈન્વેસ્ટમેન્ટ કરવા તૈયાર નથી. પાકિસ્તાની લોકોને આતંકવાદીઓ પ્રત્યક્ષ મારી રહ્યા છે જ્યારે તેની ઈકોનોમીને આતંકવાદ પરોક્ષ રીતે મારી ચૂક્યો છે, અને એટલે જ કંગાલિયતની કગાર પર ઉભેલા પાકિસ્તાનના પ્રધાનમંત્રી કટોરાખાન વિશ્વના જે પણ દેશમાં જાય ત્યાં ભીખ માંગવાનો પ્રયાસ નિશ્ચિત પણ કરે છે. પરંતુ બાવળ વાવ્યા હોય તો કેરીની આશા ન રખાય તે પ્રમાણે ચાઈનીઝ એન્જિનીયરો પર થયેલા હુમલા બાદ પાકિસ્તાનના બહુ ચગાવાયેલા CPEC(ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કોરીડોર) પ્રોજેક્ટમાંથી યીન લગભગ પીછેહઠ કરી ચૂક્યુ છે.

તાજા સમાચાર

Pakistan Blast : પાકિસ્તાનને હવે તેના મિત્ર દેશો પણ ભીખ આપતા નથી

પાકિસ્તાનના પ્રધાનમંત્રી કટોરાખાન દ્વારા કરાયેલા છેલ્લા બે ચીન અને રશિયાના વિદેશ પ્રવાસમાં તેમને સીધે સીધી ફુટી કોડી પણ પ્રાપ્ત થઈ નથી. જોકે પાકિસ્તાની નેતાઓ દ્નવારા જોકે પાકિસ્તાનને કંટ્રોલ કરતી પાકિસ્તાની સેના હજી પણ સુધરવા તૈયાર નથી. જોકે હવે પાકિસ્તાનના કેટલાક એક્ટિવીસ્ટો આ અંગે અવાજ ઉઠાવી રહ્યા છે,. પરંતુ સેના દ્વારા તેમને પણ ન્યુટ્રલાઈઝ કરી દેવાય છે. એટલા હવે પાકિસ્તાને સેના વિરુદ્ધ બોલવા માટે એક્ટિવિસ્ટો પાકિસ્તાનની બહાર જઈને વસે છે. જકે ત્યાં પણ પાકિસ્તાની સેના દ્વારા સોપારી કિલિંગ કરાવવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે.

આ પણ જુઓ

Vadodara Gang Rape Case : વડોદરાના બહુચર્ચિત નવલખી ગેંગ રેપ કેસમાં બંન્ને આરોપીઓને આજીવન કેદ


SHARE STORY

Related posts

અભિનેતા સોનુ સુદ(Sonu Sood)ની બહેન માલવિકાએ પકડ્યો કોંગ્રેસનો હાથ

SAHAJANAND

Ahmedabad Police : અમદાવાદ પોલીસની 9 ફેબ્રૃઆરીની કાર્યવાહી

SAHAJANAND

Mobile Thieves : રૂ. 1.22 લાખના 22 ચોરીના મોબાઈલ સાથે બે અઠંગ મોબાઈલ ચોર ઝડપાયા

SAHAJANAND

Jugar : વડોદરામાં જુગાર રમતા 4 શખ્સો ઝડપાયા

SAHAJANAND

Leave a Comment