13 C
Ahmedabad
December 11, 2024
NEWSPANE24
Politics Breaking Gujarat News

Dinesh Sharma joins BJP : AMCના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માએ ભગવો ધારણ કર્યો

Dinesh Sharma joins BJP
SHARE STORY

Dinesh Sharma joins BJP : ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે AMCના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માએ ભગવો ધારણ કર્યો.

Dinesh Sharma joins BJP : અમદાવાદ કોંગ્રેસના દિગ્ગજ AMCના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માએ પોતાના સમર્થકો સાથે ભગવો ધારણ કર્યો છે. એક પછી એક નેતાઓનું કોંગ્રેસ છોડી જવું એ કોંગ્રેસ માટે ચિંતાનો વિષ્ય બન્યો છે ત્યારે કાર્યકર્તાઓ માટે હંમેશા હાજર 108 સમાન દિનેસ શર્મા જેવા જમીનથી જોડાયેલા કર્મઠ નેતાના ભાજપમાં જોડાવાથી કોંગ્રેસને ભવિષ્યમાં ચોક્કસ નુકશાન વેઠવુ પડી શકે છે.

Dinesh Sharma joins BJP

Dinesh Sharma joins BJP : દિનેશ શર્માએ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરને રાજીનામું ધરી દેતા ભાજપમાં જોડાવાની અટકળો ચાલી

છેલ્લા કેટલાક સમયથી ગુજરાત કોંગ્રેસના કિલ્લાના કાગરા એક પછી એક ખરી રહ્યા છે. થોડા સમય પહેલા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમાર રાજીનામું આપી ભાજપના ભગવા નેજા હેઠળ આવી ગયા છે. દરમ્યાન છેલ્લા કેટલાક સમયથી નારાજ ચાલી રહેલા AMCના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માએ 23 ફેબ્રૃઆરીએ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરને રાજીનામું ધરી દેતા તેમના ભાજપમાં જોડાવાની અટકળો ચાલી રહી હતી.

Dinesh Sharma joins BJP

Dinesh Sharma joins BJP : દિનેશ શર્મા તથા નારણ પટેલ અને સમર્થકોનો ભજપમાં વિધિવત પ્રવેશ

આખરે AMCના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્મા તથા મોડાસા કોંગ્રેસના ભૂતપૂર્વ જિલ્લા પ્રમુખ નારણ પટેલ અને તેમના સમર્થકોએ ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત પ્રવેશ કર્યો છે. તેમણે ગાંધીનગરમાં કમલમ્ ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે ભગવો ખેસ ધારણ કર્યો હતો. દિનેશ શર્માની સાથે સાથે અમદાવાદના પૂર્વમાં આવતા બાપુનાગર, રખિયાલ અને સરસપુર વોર્ડના યુથકોંગ્રેસના કાર્યકર્તા-નેતાઓએ પણ ભગવો ધારણ કર્યો છે.

Dinesh Sharma joins BJP

Dinesh Sharma joins BJP : પક્ષના દિગ્ગજોની હાજરીમાં ભાજપમાં પ્રવેશ

દિનેશ શર્માના કદ અને રાજકારણમાં તેમના મહત્વને સ્પષ્ટ કરતા આ પ્રસંગે ભાજપના પ્રદાશ અધ્યક્ષ સી.આર. પાટીલ, પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફીયા, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, રાજ્યસભાના સાંસદ નરહરિભાઈ અમીન, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે દિનેશ શર્માના ભજપમાં આગમનને વધાવ્યુ હતુ.

Dinesh Sharma joins BJP : 2000થી વધુ કાર્યકર્તાઓ સાથે ભજપમાં પ્રવેશ

આ પ્રસંગે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યુ હતુ કે,’લાંબા સમયથી સેવાકાર્યો સાથે સંકળાયેલા દિનેશભાઈ ચાર જુદા જુદા વોર્ડમાંથી ચૂંટણી લડી ચૂક્યા છે અને આજે તેઓ તેમના 2 હજારથી વધુ કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાઈ રહ્યા છે.’ અત્રે ઉલ્લેખનીય છે કે ગઈ કાલે કોંગ્રેસ ઉપપ્રમુખ રાહુલ ગાંધી ગુજરાતમાં હતા ત્યારે તેમને કોંગ્રેસ છોડી જનારને કૌરવો સાથે સરખાવતા જણાવ્યુ હતુ કે જે જાય તેને જવાદો. જોકે હાલ ગુજરાત કોંગ્રેસમાં નેતાની સાથે સાથે કાર્યકર્તાઓની અછત પણ સ્પષ્ટપણે દેખાઈ રહી છે.

Dinesh Sharma joins BJP

Dinesh Sharma joins BJP : ભાજપમાં જોડાતા આનંદ અને ગર્વ અનુભવુ છુ : દિનેશ શર્મા

ભાજપમાં પોતાની નવિન ઈનિંગના પ્રારંભે જ તેમનો રાષ્ટ્રવાદી મિજાજ સ્પષ્ટ કરતા દિનેશ શર્માએ જણાવ્યુ હતુ કે,’ભાજપમાં જોડાતા હું આનંદ સાથે ગર્વ અનુભવુ છું, ગર્વ એટલા માટે કે જે પાર્ટીમાં જોડાયો છું તે પાર્ટીના સર્થી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે, કુશળ રણનીતિકાર અમિતભાઈ શાહ છે, મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ અને સાથે અર્જુન સમા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ છે.’ 

Dinesh Sharma joins BJP

Dinesh Sharma joins BJP : ભાજપે અશ્કયને શક્ય કરી બતાવ્યુ : દિનેશ શર્મા

ભાજપે રામમંદિર સાથે કાશ્મિરમાંથી કલમ 370 હટાવીને અશક્ચને શક્ય કરી બતાવ્યુ છે. ભાજપમાં કાર્યકર્તાઓનું સન્માન જળવવામાં આવે છે, પાર્ટી કાર્યકર્તાઓ સાથે ખભેથી ખભો મીલાવીને કામ કરે છે અને સિસ્ટમ થકી પાર્ટી ચાલે છે. જ્યારે કોંગ્રેસમાં વ્યવસ્થાતંત્ર કે સિસ્ટમ જેવું કંઈ છે જ નહીં. કોંગ્રેસમાં કેટલાક નેતાઓ એ.સી. ચેમ્બરોમાં બેસીને પોતના હિતમાં નિર્ણયો કરે છે.

Dinesh Sharma joins BJP : કોંગ્રેસમાં કેટલાક નિશ્ચિત લોકો માટે નિર્ણયો લેવાયા : દિનેશ શર્મા

આ પ્રસેંગે કોંગ્રેસ પર પ્રહાર કરતા દિનેશ શર્માએ જણાવ્યુ હતુ કે છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ પાર્ટીમાં કેટલાક નિશ્ચિત લોકોને અનુલક્ષીને નિર્ણયો લેવામાં આવ્યા છે ત્યારે મારા માટે હવે કોંગ્રેસમાં રહી સમય વેડફવો યોગ્ય નથી. હું પ્રજાના હિત માટે કાર્ય કરવા ભાજપના પરિવારમાં શામેલ થયો છું, પરિવારમાં શામેલ થવુ એ જ મારા માટે હોદ્દા સમાન છે. આવનારા સમયમાં હું ભાજપ તરફથી સોંપાતી તમામ જવાબદારી એક નિષ્ઠાપૂર્ણ સદસ્ય તરીકે નિભાવીશ.

તાજા સમાચાર

Advertisement

આ પણ જુઓ

Vadodara Gang Rape Case : વડોદરાના બહુચર્ચિત નવલખી ગેંગ રેપ કેસમાં બંન્ને આરોપીઓને આજીવન કેદ


SHARE STORY

Related posts

અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર

SAHAJANAND

MD Drugs : એમ.ડી. ડ્રગ્સના મુખ્ય સપ્લાયર ડ્રગ્સ માફિયા આરીફ બોસ અને ચિન્કુ પઠાણને ઝડપી લેતી ક્રાઈમ બ્રાન્ચ

SAHAJANAND

Drug free Youth : યુવાધનને નશામુક્ત કરવા વડોદરા શહેર પોલીસની અનોખી પહેલ : મિશન ક્લિન વડોદરા અંતર્ગત શાળાઓમાં અવેરનેસ પ્રોગ્રામ

SAHAJANAND

Happy Holi : ગરીબ બાળકો સાથે રંગોત્સવ ઉજવતી વડોદરા પોલીસ

Newspane24.com

Leave a Comment