Food Safety : ખાદ્યપદાર્થોમાં થતી મિલાવટ અને ગેરરીતિ અટકાવવા સરકાર દ્વારા “ફુડ સેફ્ટિ માટે ફુડ ટેસ્ટિંગ ઓન વ્હીલ” અંતર્ગત 22 ફુડ ટેસ્ટિંગ મોબાઈલ લેબોરેટરી વાન કાર્યરત કરવામાં આવી.
-: આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ :-
- “ફુડ સેફ્ટી ઓન વ્હીલ્સ’ અભિગમ હેઠળ રાજ્યમાં કુલ ૨૨ “ફુડ ટેસ્ટિંગ મોબાઈલ લેબોરેટરી વાન’ કાર્યરત
- ખાધપદાર્થોને લગતી ફરિયાદોના ત્વરીત નિવારણ માટે સરકાર સંકલ્પબદ્ધ
- ખાદ્યચીજોમાં તળેલું તેલ, દુધ, પેકીંગમાં મળતા પીવાનું પાણી, જ્યુસ, શરબત તેમજ અન્ય ખાદ્યચીજોની ચકાસણી કરાશે
Food Safety : રાજ્ય સરકાર દરેક જિલ્લામાં ફુડ સેફ્ટી ઓન વ્હીલ કાર્યરત કરશે
ગુજરાત, ગાંધીનગર ખાતેથી કેન્દ્ર સરકાર દ્વાર પુરસ્કૃત વધુ 13 “મોબાઈલ ફૂડ ટેસ્ટિંગ વાન”ને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ હતુ. આ પ્રસંગે આરોગ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે રાજ્યના નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તા યુક્ત જીવનજરુરી ખાદ્યસામગ્રી મળી રહે તે માટે રાજ્ય સરકાર દરેક જિલ્લામાં ફુડ સેફ્ટી ઓન વ્હીલ કાર્યરત કરશે.
Food Safety : નમુનામાં ભેળસેળ માલુ પડશે તો કાયદેસર કાર્યવાહી
આ સાથે તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે નાગરિકો ટેસ્ટિંગ માટે ખાદ્ય પદાર્થ લીને આવશે તો તેનું નિઃશુલ્ક ટેસ્ટિંગ પણ કરી આપવામાં આવશે અને જો નમુનામાં ભેળસેળ માલુમ પડશે તો સામેથી સેમ્પલ કઈ જે તે વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
Food Safety : મનસુખ માંડવિયાએ ગુજરાતને નવી 13 મોબાઈલ વાન વિના મુલ્યે પૂરી પાડી
વર્ષ 2013માં તત્કાલીન મુખ્યંમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના નાગરિકોના સ્વાસ્થ્યને લઈને બે ફૂડ સેફ્ટિવાન કાર્યરત કરી હતી. આધુનિક ટેકનોલોજી સાથે કોમ્પ્યુટરાઈઝ્ડ મશીનરી દ્વારા ખાદ્ય સામગ્રીની તપાસ માટે સરકાર દ્વારા કરાયેલી કામગીરીને પરીણામે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ગુજરાતને નવી 13 મોબાઈલ વાન વિના મુલ્યે પૂરી પાડી છે.
Food Safety : વાન અને તેની સાથે જોડાયેલ તમામ આનુષાંગિક ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવશે
આ પ્રકારની અદ્યતન ટેકનોલોજી ધરાવતી વાન સમગ્ર રાજ્યમાં પરિભ્રમણ કરશે અને ખાદ્યપદાર્થોની ચકાસણી કરવા સાથે લોકોમાં જનજાગૃતિ પણ ફેલાવશે. આ વાન અને તેની સાથે જોડાયેલ તમામ આનુષાંગિક ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવશે.
Food Safety : મિલ્ક ટેસ્ટિંગ મશીન દ્રારા ટેસ્ટિંક કરી દુધના ફેટ, એન.એસ.એફ., પ્રોટીન સહિતની ચકાસણી કરી શકાશે
આ સાથે આરોગ્યમંત્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે અદ્યતન ટેકનોલોજીથી સજ્જ આ મોબાઈલ વાન દ્વારા સથ્ળ પર જ સેમ્પલની ચકાસણી થઈ શકશે. જેમાં મિલ્ક ટેસ્ટિંગ મશીન દ્રારા ટેસ્ટિંક કરી દુધના ફેટ, એન.એસ.એફ., પ્રોટીન અને એમોનીયમ સલ્ફેટ, વોટર મોલ્ટોડ્રેકસ્ટ્રીન, સુક્રોઝ, યુરીયા જેવા કેમીકલને શોધી કાઢવામાં આવશે.
Food Safety : વારંવાર વપરાતા તેલની ચકાસણી
ઉપરાંત ખાદ્યતેલ જેવા પદાર્થો કે જેમાં વારંવાર ખાદ્ય ચીજવસ્તુઓ તળવામાં આવતાં તેલ ઝેરી બની જતુ હોય છે, આવા ઝેરીલા તેલની ચકાસણી માટેનું મશીન પણ આ વાનમાં ઉપલબ્ધ છે. જેથી ફરસાણની દુકાનો અને લારીઓ પર જઈને ત્યાં વાપરવામાં આવતા તેલની ચકાસણી પણ કરી શકાશે.
આપના વિસ્તારમાં થતા આયોજનો, ઘટનાઓ, સમસ્યાઓ અને જરુરીયાતોની માહિતી અમારા સુધી WhatsAap દ્વારા પહોચાડવા નીચેની લિંક ક્લિક કરો
https://wa.me/message/COLLBENPMPDMJ1
Food Safety : પેકિંગમાં વેચાતા પીવાના પાણીની, જ્યુસ કે સરબતમાં ખાંડની માત્રાની ચકાસણી કરાશે
આ સાથે પેકિંગમાં વેચાતા પીવાના પાણીમાં રહેલી ટીડીએસની માત્રા સાથે સરબત કે જ્યુસમાં ખાંડની માત્રાનું પ્રમાણ સહિતની ચકાસણી સ્થળ પર જ કરી શકાશે. ખાંડની માત્રાના પ્રમાણની ચકાસણી ગણતરીની પળોમાં કર્યા બાદ જો ખાંડનું પ્રમાણ નીયત ધોરણો કરતા વધારે હશે તો સેમ્પલ લઈ ચકાસણી કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ જુઓ
Vadodara Police : પ્રેમિકાના હત્યારાને ગણતરીના કલાકોમાં ઝડપી લેતી ક્રાઈમ બ્રાન્ચ
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા