31 C
Ahmedabad
June 20, 2024
NEWSPANE24
Sports Entertainment News

ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ

ટીમ ઈન્ડિયા
SHARE STORY

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 4 ટેસ્ટની શ્રૃંખલાની બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને ત્રીજા દિવસે 6 વિકેટથી પરાજય આપ્યો છે. આ સાથે ભારતીય ટીમ 2-0ની અજેય સરસાઈ હાંસલ કરી ચૂકી છે.

ટીમ ઈન્ડિયા

ત્રિજા દિવસે ભારતની જીત

આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી બેટિંગ પસંદ કરતા પ્રથમ દાવમાં સન્માન જનક જુમલો ઉભો કરતા 263 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 262 રન બનાવ્યા હતા.  બીજા દાવમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતીય ફિરકી આક્રમણ સામે સરણાગતિ સ્વિકારતા માત્ર 113 રન બનાવી શકી હતી અને ભારત સામે જીતવા માટે 115 રનનો લક્ષ્યાંક મુક્યો હતો. જેને ટીમ ઈન્ડિયાએ ત્રીજા દિવસે 4 વિકેટ ગુમાવી આસાનીથી હાંસલ કરી લીઘો હતો. 

ટીમ ઈન્ડિયા

ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવાનો રસ્તો આસાન

આ મેચ જીતવા સાથે ભારત માટે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવાનો રસ્તો આસાન બની ગયો છે. ભારતને હવે બાકીની બે મેચમાં એક જીતની જરુર છે. ભારત જો ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પ્રવેશ મેળવશે તો આ તેનો લગાતાર બીજો પ્રવેશ હશે.

પ્રથમ ઈનિંગ

રમતની મહત્વની પળો જોઈએ તો ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી અને નાગપુર ટેસ્ટ ની સરખામણીમાં સારું પ્રદર્શન કરતા ઓસ્ટ્રેલિયન ફટકાબાજોએ સકારાત્મક માનસીકતા સાથે આક્રામક રમતનું પ્રદર્શ કર્યુ હતુ. ઉસ્માન ખ્વાજા અને પીટર હેંડ્સકોમ્બના અર્ધશતકના સહારે ઓસ્ટ્રેલિયા 263 રનનો સન્માનજનક જુમલો ખડકી શક્યુ હતુ. ભારત તરફથી શમી એ 4 જ્યારે અશ્વિન અને જાડેજાએ 3-3 વિકેટો ઝડપી હતી.

ટીમ ઈન્ડિયા

જવાબમાં ઉતરેલી ભારતીય ટીમની શરુઆત ખરાબ રહેતા તે મુશ્કેલીમાં મુકાઈ હતી. પરંતુ અશ્વિન અને અક્ષર પટેલની 8મી વિકેટની સતકીય ભાગીદારીએ ભારતને મુશ્કેલીમાંથી ઉગારી લીધુ હતુ અને ટીમ ઈન્ડિયા લગભગ ઓસ્ટ્રેલિયન સ્કોર સુધી પહોંચી જતા 262 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી અને અશ્વિનનું યોગદાન પણ ઉલ્લેખનીય હતુ. ઓસ્ટ્રેલિયા તરફથી લિયોને 5 જ્યારે મર્ફી અને કુન્હમેનને 2-2 વિકેટો મળી હતી.

ટીમ ઈન્ડિયા

બીજી ઈનિંગ

ઓસ્ટ્રેલિયન ફટકાબાજોએ બીજા દાવની દ્રઢ શરુઆત કરતા 1 વિકેટે 65 રન બનાવી લીધા હતા. ઓસ્ટ્રેલીયાની સ્થિતિ બીજા દિવસના અંતે મજબુત જણાતી હતી. પરંતુ ત્રિજા દિવસની શરુઆતથી જ ઓસ્ટ્રેલિયન ફટકાબાજો નિયમિત વિકેટ ગુમાવતા રહ્યા. ઓસ્ટ્રેલિયન ફટકાબાજો જાણે 20-20 મેચોની અશર તળે ટેસ્ટ ક્રિકેટનું ટેમપ્રામેન્ટ ખોઈ બેઠા હોય તેમ જણાતુ હતુ. એક પછી એક ફટકાબાજ ખરાબ સ્ટોક સિલેક્શનનો પરિચય આપતા રહ્યા. જાડેજાની વેધક બોલિંગનો ઓસ્ટ્રેલિયન ફટકાબાજો પાસે કોઈ વિકલ્પ ના હોય તેવું સ્પષ્ટ જણાઈ આવતુ હતુ.

ટીમ ઈન્ડિયા

જાડેજાની ફિરકીમાં ફસાઈને એક પછી એક 7 ઓસ્ટ્રેલિયન ફટકાબાજો ચકરી ખાઈ ગચા. ઓસ્ટ્રેલિયાની ટીમ 113 રન બનાવી પેવેલિયન ભેગી થઈ ગઈ. ભારતને 115 રનનો લક્ષ્યાંક મળ્યો. જે ટીમ ઈન્ડિયાએ 4 વિકેટ ગુમાવી આસાનીથી હાંસલ કરી લીધો.

ટીમ ઈન્ડિયા

રવિન્દ્ર જાડેજા મેન ઓફ ધ મેચ 

પ્રથમ દાવમાં 3 વિકેટ અને 26 રન સાથે બીજા દાવમા 7 વિકેટ ઝડપી લેનાર ભારતના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને મેન ઓફ ધ મેચનો એવોર્ડ પ્રાપ્ત થયો.

ત્રીજી ટેસ્ટ ક્યારે અને ક્યાં….?

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટમેચ 1 માર્ચે હિમાચલ પ્રદેશના ધર્મશાલા ખાતે રમાશે.

ભાડજ સાયન્સ સીટી વિસ્તારમાં મોલ, સુપરમાર્કેટ, હોસ્પિટલ, શો-રુમ, હોટેલ માટે ઉત્તમ સ્થળ

આપના વિસ્તારમાં થતા આયોજનો, ઘટનાઓ, સમસ્યાઓ અને જરુરીયાતોની માહિતી અમારા સુધી WhatsAap દ્વારા પહોચાડવા નીચેની લિંક ક્લિક કરો

https://wa.me/message/COLLBENPMPDMJ1

 આ પણ જુઓ

Crime Branch : મકરબા રોડ પર 7 લાખના એમ.ડી. ડ્રગ્સ સાથે ફતેવાડીનો શખ્સ ઝડપાયો

ADVERTISEMENT

SHARE STORY

Related posts

Dakor Poonam : અમદાવાદ-ડાકોર ભક્તિમાર્ગ પર ભંડારાને મંજૂરી

Newspane24.com

Narendra Modi on Top : નરેન્દ્ર મોદી “ગ્લોબલ લીડર એપ્રુવલ”ની યાદીમાં ફરીથી ટોચ પર

SAHAJANAND

Corona કેસોમાં વધારો : ગુજરાતમાં આજે 16,608 નવા કેસ : 28 ના મોત

SAHAJANAND

Holi : ફાગણ સુદ પૂનમ : હોળી

Newspane24.com

Leave a Comment