વડોદરા શહેર PCBએ પેટ્રોલ-ડીઝલ ચોરી કરતી ગેંગના 3 શખ્સોને ઝડપી લઈ રુ. 24,22,520ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
વડોદરા શહેર પોલીસ કમિશ્નર શમશેરસીંઘની સુચના અનુસાર પો.ઈન્સ. જે.જે. પટેલ અને PCBની ટીમ કંપનીમાંથી શીલબંધ પેટ્રોલ-ડીઝલના ટેન્કરોમાંથી ચોરી કરતા તત્વોને ઝડપી લેવા કાર્યરત હતી.
Vadodara Police : PCBને મળી માહિતી
દરમ્યાન PCBના કોન્સટેબલ દિનેશભાઈ ફુલાભાઈને બાતમી મળી હતી કે એચ.પી. પેટ્રોલીયમ કોર્પોરેશન લીમીટેડ કંપનીનું ટેન્કર મંજુસર ડેપોથી પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ભરી આણંદ જવા રવાના થયુ છે, આ ટેન્કરનો ડ્રાઈવર અને કંડક્ટર ટેન્કરમાં ભરેલા પેટ્રોલ-ડીઝલના જથ્થાને નિશ્ચિત જગ્યાએ લઈ જતા પહેલા નેશનલ હાઈવે પર ઘડીયાળી બાવાની દરગાહ સામે ગણરાજ કોલ્ડ સ્ટોરેજની ગલીમાં આવેલ ફાજલપુર પંચાયતની પડતર જગ્યાએ લઈ જઈ ટેન્કરમાંથી પેટ્રોલ-ડીઝલનો જથ્થો ચોરી કરી રહ્યા છે અને તેમાંનો કેટલોક જથ્થો સુનીલકુમાર રાઠોડ નામના શખ્સની મારુતી ઝેન કરમાં ડીલીવર કરવાનો છે.
Vadodara Police : ત્રણ આરોપીઓ ચોરી કરાત રંગેહાથ ઝડપાયા
જેના આધારે પોલીસે અહીં દરોડો પાડતા ત્રણ શખ્સો ટેન્કરમાંથી પાઈપ દ્વારા પેટ્રોલ-ડીઝલના જથ્થાની ચોરી કરતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. આરોપીઓમાં આણંદ ખાતે રહેતા ટેન્કરના ડ્રાઈવર શનીયાભાઈ જનીયાભાઈ રાઠવા(48), ક્લિનર જીજ્ઞેશભાઈ રમેશભાઈ પરમાર(30) અને વડોદરા ખાતે રહેતા સુનીલકુમાર રામસીંગ રાઠોડ(38)નો સમાવેશ થાય છે.
આપના વિસ્તારમાં થતા આયોજનો, ઘટનાઓ, સમસ્યાઓ અને જરુરીયાતોની માહિતી અમારા સુધી WhatsAap દ્વારા પહોચાડવા નીચેની લિંક ક્લિક કરો
https://wa.me/message/COLLBENPMPDMJ1
Vadodara Police : રુ. 24,22,520 નો મુદ્દામાલ કબજે
આરોપીઓ પાસેથી પોલીસે રુ. 12,505ની કિંમતનું ચોરી કરેલ પેટ્રોલ-ડીઝલ, રીફીલીંગ માટેની પાઈપ, ટેન્કરમાં ભરેલ પોટ્રોલ-ડીઝલનો જથ્થો, ટેન્કર, મારુતી ઝેન કાર, 3 મોબાઈલ અને રોકડ મળી કુલ રુ. 24,22,520નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ પણ જુઓ
Vadodara Police : તૃષા સોલંકી હત્યા કેસમાં માત્ર 7 દિવસમાં ચાર્જશીટ : વડોદરા ક્રાઈમ બ્રાન્ચની સિદ્ધી
Vadodara Police : આરોપીઓની મોડસ ઓપરેન્ડી
આરોપીઓ પેટ્રોલ-ડીઝલ ભરેલા ટેન્કરોના ડ્રાઈવરો સાથે મેળાપીપણું કરી ટેન્કરોને પોતાની નિશ્ચિત કરેલી જગ્યા પર લઈ જઈ કોઈક સાધન દ્વારા શીલ કરેલા લોકની પટ્ટી તોડી લોક ખોલી પેટ્રોલ-ડીઝલના કંપાર્ટમેન્ટમાંથી પાઈપ દ્વારા ચોરી કરતા હતા અને બાદમાં રીસીવર સુનીલકુમાર પોતાની મારુતી ઝેનમાં આ ચોરીનો જથ્થો બહાર લઈ જતો હતો.
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા