Ahmedabad Police : ક્રાઈમ બ્રાન્ચે ઓઢવ મર્ડર કેસના આરોપીને મધ્યપ્રદેશ-દાહોદ બોર્ડર પરથી ગણતરીના કલાકોમાં ઝડપી લીધો છે.
અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં દિવ્યપ્રભા સોસાયટીમાં સુભદ્રા સોસાયટીમાં ઘરના મોભી શખ્સે પત્નીના અનૈતિક સંબંધોની જાણ થતા પત્ની, બે બાળકો અને વડસાસુની હત્યા કરતા ચકચાર મચી ગઈ હતી.
Ahmedabad Police : પરિવારના 4 સદસ્ચોની હત્યાને પગલે ક્રાઈમ બ્રાંચની ટીમ હરકતમાં આવી
ઘટનાની ગંભીરતાને પગલે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શનમાં અલગ અલગ ટીમો બનાવી ક્રાઈમ બ્રાન્ચના પો.ઈન્સ. સી.બી. ટંડેલ, પો.ઈન્સ. એચ. એમ. વ્યાસ, પો.સબ.ઈન્સ પી.બી. ચૌધરી, પો.સબ.ઈન્સ એન.વી. દેસાઈ, પો.સબ.ઈન્સ એ.એચ. સાલીયા સહિતની ટીમે આરોપીને ઝડપી લેવા ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.
Ahmedabad Police : પોલીસને માહિતી મળી
દરમ્યાન પોલીસને ટેકનીકલ સર્વેલન્સના આધારે માહિતી મળી હતી કે આરોપી વિનોદ ગાયકવાડ પરિવારની હત્યા કર્યા બાદ મધ્યપ્રદેશ ભાગી ગયો હતો અને હાલ તે મધ્યપ્રદેશથી ગુજરાત આવવા નીકળ્યો છે.
Ahmedabad Police : હત્યારાને ગણતરીના કલાકોમાં ઝડપી લેતી ક્રાઈમ બ્રાન્ચ
માહિતીને આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ આરોપીને ઝડપી લેવા રવાના થઈ હતી. પોલીસે જાળ બીછાવી મધ્યપ્રદેશ દાહોદ બોર્ડર પર એસ.ટી. બસમાંથી મૂળ મહારાષ્ટ્ર સાંગલીના અને હાલ ડાયમંડ મીલ, નિકોલ રોડ અમદાવાદ ખાતે રહેતા વિનોદ ઉર્ફે બાળા નારાયણભાઈ ગાયકવાડ(40)ને માત્ર 48 કલાકમાં ઝડપી લીધો છે.
Ahmedabad Police : અનૈતિક સંબંધો બન્યા હત્યાકાંડનું કારણ
આરોપીએ પુછપરછમાં ચોંકાવનારા ખુલાસા કરતા જણાવ્યુ હતુ કે છેલ્લા ડોઢેક વર્ષથી પત્ની સોનલના અનૈતિક સંબંધોને લઈને તેમની વચ્ચે અવાર-નવાર ઝઘડા થતા હતા. એવામાં આરોપીના દકરાએ ફોન કરીને આરોપીને જણાવ્યુ હતુ કે તેની માતા અન્ય શખ્સ સાથે નગ્ન અવસ્થામાં સુઈ રહી છે. આવી જાણકારી મળતા આરોપી અંદરથી હચમચી ગયો હતો. ગુસ્સા અને ઉશ્કેરાટમાં આરોપીએ મનોમન પત્ની અને તેના પ્રેમીની હત્યા કરવાનું નક્કી કરી લીધુ હતુ.
Ahmedabad Police : સરપ્રાઈઝને બહાને આંખે પાટા બાંધી પત્નીની હત્યા
પત્ની અને પ્રેમીની હત્યા કરવા માટે ઘડેલા પ્લાન અનુસાર આરોપી વિનોદે અલગ અલગ બહાના હેઠળ દિકરા-દિકરીને બહાર મોકલી પત્નીને સરપ્રાઈઝ આપવાને બહાને આખે પાટા બાંધી દીધા હતા. ત્યારબાદ ઘરમાં રહેલી છરીના ઘા મારી પત્નીની હત્યા કરી હતી. બાદમાં દિકરો-દિકરી આવતા તેમની અને વડસાસુને પણ મોતને ઘાટ ઉતારી દીધા હતા.
Ahmedabad Police : સાસુ પર દયા આવતા જવા દીધા
પરિવારના સદસ્યોની હત્યા કર્યા બાદ સાસુ સજુબેનને ફોન કરી ધરે બોલાવ્યા હતા અને તેમના પર પણ તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી ગળા પર ઘા માર્યો હતો. જેકે ચાર ચાર હત્યાઓ કર્યા બાદ આરોપીને સાસુ પર દયા આવી જતા તેમને સાથે આખી રાત ધરમાં બેસી રહ્યો હતો, બાદમાં સાસુને વહેલી સવારે તેમના ઘરે મુકી ગયો હતો.
આ પણ જુઓ
Ahmedabad Police : સાસુને ઘરે મુકી પાછા ફરતા છરી રસ્તામાં ફેંકી
સાસુને ઘરે મુકી પાછા ફરતી વખતે વિનોદે રસ્તામાં છરી ફેંકી દીધી હતી અને સુરત જતો રહ્યો હતો. સુરતથી પાછા અમદાવાદના ગીતામદિર ખાતે આવી ત્યાંથી ઈંન્દોર જતો રહ્યો હતો. ઈંદોરથી ફરી પત્નીના પ્રેમીની હત્યા કરવાને ઈરાદે અમદાવાદ પાછા ફરતા મધ્યપ્રદેશ દાહોદ બોર્ડર પર વિનોદને ક્રાઈમ બ્રાંન્ચે ઝડપી લીધો હતો.
Ahmedabad Police : સાસુનું રાત્રી રોકાણ અને બચી જવું શંકાસ્પદ
જોકે આ સમગ્ર કેસમાં સાસુ સજુબેનની ભુમિકા હજી પણ શંકાના ઘેરામાં છે. પત્ની, બાળકો અને વડસાસુની હત્યા કર્યા બાદ હત્યારાએ સાસુને ફોન કરી બોલાવ્યા હતા અને આખી રાત ઘટનાસ્થળે બસી રહેવા દરમ્યાન તેમના પર હુમલો કર્યા બાદ હત્યારો તેમને છોડી દીધા બાદ ઘર સુધી મુકવા ગયો હતો. આ સાથે એવી પણ માહિતી બહાર આવી રહી છે કે સાસુ પુછપરછમાં પોલીસને ગોળ ગોળ જવાબો આપી ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહી છે.
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
આપના વિસ્તારમાં થતા આયોજનો, ઘટનાઓ, સમસ્યાઓ અને જરુરીયાતોની માહિતી અમારા સુધી WhatsAap દ્વારા પહોચાડવા નીચેની લિંક ક્લિક કરો
https://wa.me/message/COLLBENPMPDMJ1