અસલાલીમાં પતિએ પત્નિની ચાકુના ઘા મારી હત્યા કરી
અસલાલીમાં પ્રેમલગ્ન બાદ કરુણ અંજામમાં પરિણમ્યા હોવાની ઘટના સામે આવી છે. 1 વર્ષના ટુંકાગાળાના લગ્નજીવન બાદ સનાથળથી અસલાલી તરફે જતા રીંગ રોડ પર પતિએ પત્નિની ચાલુ રીક્ષામાં ગળુ દબાવી ત્યારબાદ ચાકુના ઘા મારી હત્યા કરી દીધી હતી.
પોલીસને઼ અજાણી મહિલાની લાશ મળી
પ્રાપ્ત થતી માહિતી અનુસાર 1લી નવેમ્બર 2023ના રોજ અસલાલી પોલીસને ફોન દ્વારા જાણકારી મળી હતી કે લાંભા સરદાર પટેલ રીંગ રોડ પર હ્યુન્ડાઈ કંપનીના સર્વિસ સ્ટેશનન પાસે રસ્તાની બાજુમાં આવેલા ઝાડીઝાંખરા વચ્ચે એક અજાણી સ્ત્રી ની લાશ પડી છે. શરીર પર પડખામાં, ગળામાં, પગમાં ઈજાના નીશાન છે.
લાશની ઓળખ
માહિતીને લઈને અસલાલી પોલીસ તુરત જ હરકતમાં આવી હતી. ઓળખ મેળવવા પોલીસે લાશ તથા તેની આસપાસના ફોટા લઈ આસપાસના પોલીસ સ્ટેશનોમાં મોકલી સઘન તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન પોલીસને માહિતી મળી હતી કે મૃતક મહિલા નોરોલ પોલીસ સ્ટેશન વિસ્તારના લક્ષ્મીનગર ખાતે રહેલી 22 વર્ષની પ્રીયા છે.
પોલીસની ત્વરિત અને ઝીણવટભરી તપાસ
તુરત જ પોલીસે પ્રીયાના પિતા સુરેશભાઈ જોલીફભાઈ દેસાઈ(ક્રિશ્ચીયન)ને બોલાવી મૃતકની ઓળખ કરાવી ફરીયાદ નોંધી પોલીસ અધિક્ષક અમિત વસાવા અને નાયબ પોલીસ અધિક્ષક નિલમ ગોસ્વામીની ના માર્ગદર્શનમાં અલગ અળગ ટીમો બનાવી એલ.સી.બી. ટીમ સાથે લોકલ અને ટેકનીકલ સર્વેલન્સની મદદથી ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.
હત્યાનો આરોપી પતિ ઝડપી લેવાયો
તપાસમાં પોલીસને જાણકારી મળી હતી કે નારોલની સાંઈ હોસ્પિટલથી સાંજે 8 વાગ્યાની આસપાસ નીકળી મૃતક મહિલા પ્રીયા તેના પતિ જીગ્નેશગીરી ઉર્ફે જીગર કિશોરગીરી ગોસ્વામી સાથે ઓટોરીક્ષામાં બેઠી હતી. વધુ તપાસમાં પતિ જીગરે જ પત્ની પ્રયાની હત્યા કરી હોવાની માહિતી મળતાં પોલીસે 3 નવેમ્બરે જીગરને નારોલ બ્રીજ નીચેથી ઝડપી લીધો હતો પુછપરછમાં જીગરે કબુલ્ય હતુ કે તેણે પોતાના રીક્ષા ચાલક મિત્ર યોગેશ બંગાળીની રીક્ષામાં નોરોલથી બેસાડી સનાથળ રીંગ રોડ પર લઈ જઈ અસલાલી તરફ આવતા રોડ પર ચાલુ રીક્ષાએ ગળુ દબાવી, બાદમાં ચોકુના ઘા મારી પ્રીયાની હત્યા કરી હતી. અમદાવાદ ગ્રામ્ય પોલીસે ત્વરિત પગલા લઈ ઝીણવટભરી તપાસ હાથ ધરી ટેકનીકલ સર્વેલન્સની મદદથી ગણતરીના કલાકોમાં હત્યાના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી લીધો છે.
પતિની શંકાએ પત્નીનો જીવ લીધો
પ્રીયા અને જીગરના પ્રેમલગ્ન્ આશરે એકદ વર્ષ પહેલા જ થયા હતા. પ્રેમલગ્ન પહેલા અને પછી પણ લગ્નેતર સંબંઘો હોવાની શંકાને લઈને પ્રીયાને જીગરે આશરે છ મહીના પહેલા મારઝુડ કરતા તે પોતના પિતાના ઘરે રહેવા આવી ગઈ હતી. જો કે આ જ વહેમને લઈને ચાલુ રીક્ષામા ઉગ્ર ઝઘડો થતાં જીગરે પહેલા ગળુ દબાવી ત્યારબાદ ચાકુના ઘા મારી પોતની જ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
પ્રેમલગ્નોના આવા કરુણ અંજામની ઘટનાઓઆપણા સમાજમાં અવાર નવાર જોવા મળે છે. ઉતાવળે પ્રેમ અને પછી ટુંકા સમયગાળામાં જ આટલી બધી નફરત કે જે પ્રેમિકાની હત્યા સુધી લઈ જાય છે. પ્રેમલગ્નોમાં થતી હત્યાઓ એ એક ગંભીર અને સમાજ માટે લાલબત્તી સમાન વિષય છે. આપના અભિપ્રાયો અમને કોમેન્ટમાં જણાવશો.
ભાડજ સાયન્સ સીટી વિસ્તારમાં મોલ, સુપરમાર્કેટ, હોસ્પિટલ, શો-રુમ, હોટેલ માટે ઉત્તમ સ્થળ
આ પણ જુઓ
Crime Branch : મકરબા રોડ પર 7 લાખના એમ.ડી. ડ્રગ્સ સાથે ફતેવાડીનો શખ્સ ઝડપાયો
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા