flag hoisting and flag unfurling difference ધ્વજારોહણ અને ધ્વજ ફરકાવવો એ બંન્ને વચ્ચે કેટલાક તફાવત રહેલા છે. 15મી ઓગષ્ટ સ્વતંત્રતા દિવસ અને 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ એ આપણા રાષ્ટ્રીય તહેવારો છે અને આ તહેવારો પર આપણે ગર્વથી ધ્વજારોહણ કરી તથા ધ્વજ ફરકાવવી ઉજવીએ છીએ. 15મી ઓગષ્ટ અને 26 જાન્યુઆરી પર દેશના તમામ ગલી મહોલ્લાઓમાં લહેરાઈ રહેલા તિરંગાને જોઈને દેશભક્તિની ભાવનાથી આપણું રોમ રોમ ખીલી ઉઠે છે.
flag hoisting and flag unfurling difference – ધ્વજારોહણ અને ધ્વજ ફરકાવવા વચ્ચે તફાવત
ભારતવર્ષના દરેક નાગરિકને ભારતની આન, બાન અને શાન તિરંગા ધ્વજ પર ગર્વ છે. જેકે સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસનું મહત્વ પણ અલગ-અલગ છે અને બંન્ને દિવસે ધ્વજ લહેરાવવાની પ્રક્રિયામાં કેટલાક તફાવતો રહેલા છે.
flag hoisting : ધ્વજારોહણ
ભારતની સ્વતંત્રતાનો દિવસ 15 ઓગષ્ટને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સ્વતંત્રતા દિવસે તિરંગો લહેરાવવાની પ્રક્રિયામાં રાષ્ટ્રધ્વજને પહેલા નીચેથી ઉપર ખેંચીને આસમાનની બુલંદીઓ પર લઈ જવામાં આવે છે અને ત્યારબાદ પ્રધાનમંત્રી દ્વારા ધ્વજને રસ્સી વડે ખોલીને લહેરાવવામાં આવે છે જેને ધ્વજારોહણ કહેવાય છે. 15મી ઓગષ્ટે ભારતવર્ષે ગુલામીની બેડીઓ તોડી આઝાદ થયો હોઈ આવુ કરવા પાછળનો હેતુ આઝાદીને સન્માન આપવાનો છે.
flag unfurling : ધ્વજ ફરકાવવો
જ્યારે 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસ પર તિરંગો ઉપર જ બાંધેલો હોય છે અને તેને આપણા બંધારણીય વડા મહામહિમ રાષ્ટ્રપતિ રસ્સી વડે ખોલીને ફરકાવે છે જેને સંવિધાનમાં ધ્વજ ફરકાવવા તરીકે ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં ધ્વજારોહણને Flag Hoisting જ્યારે ધ્વજ ફરકાવવાને Flag Unfurling તરીકે ઉલ્લેખવામાં આવે છે.
15 ઓગષ્ટ આઝાદી જ્ચારે 26 જાન્યુઆરી સંવિધાન લાગુ થવાના ઉપલક્ષ્યમાં મનાવવામાં આવે છે
15 ઓગષ્ટ સ્વતંત્રતા દિવસે કેન્દ્ર સરકારના શિખર પર બીરાજમાન પ્રમુખ નેતા પ્રધાનમંત્રી ધ્વજારોહણ કરે છે. આઝાદીના દિવસે ભારતનું સંવિધાન લાગુ થયુ ન હતુ અને સંવિધાનના સર્વોચ્ચ નેતા રાષ્ટ્રપતિએ પદભાર ગ્રહણ કર્યો ન હતો. તેથી સ્વતંત્રતા દિવસની સાંજે રાષ્ટ્રપતિનું રાષ્ટ્રને સંબોધન હોય છે. જ્યારે 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસને દેશમાં સંવિદાન લાગુ કરવાના ઉપલક્ષ્યમાં મનાવવામાં આવે છે અને આ દિવસે દેશના સંવૈધાનિક પ્રમુખ ધ્વજ ફરકાવે છે.
સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પરથી ધ્વજારોહણ જ્યારે ગણતંત્ર દિવસ પર રાજપથ પર તિરંગો ફરકાવવામાં આવે છે
સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પરથી ધ્વજારોહણ કરવામાં આવે છે. જ્યારે ગણતંત્ર દિવસ પર રાજપથ પર તિરંગો ફરકાવવામાં આવે છે. ભારતીય પરંપરા અનુસાર ગણતંત્ર દિવસને સ્વતંત્રતા દિવસની સરખામણીમાં ધણી ધામ ધુમથી મનાવવામાં આવે છે.
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
ગણતંત્ર દિવસ પર દેશ સાંસ્કૃતિક વિલક્ષણતા અને સૌન્ય તાકાતનું પ્રદર્શન કરે છે
ગણતંત્ર દિવસ પર દેશ આપણી સાંસ્કૃતિક વિલક્ષણતા અને સૌન્ય તાકાતનું પ્રદર્શન કરતા રાજમાર્ગ પર વિવિધ પ્રકારની પરેડનું આયોજન કરવામાં આવે છે, તેની સરખામણીમાં સ્વતંત્રતા દિવસ પર આવું કોઈ આયોજન કરવામાં આવતુ નથી. અન્ય એક મહત્વનો ફરક એ છે કે ગણતંત્ર દિવસ પર સમારોહમાં મુખ્ય અતિથી તરીકે વિશ્વના અન્ય દેશના નેતાઓને આમંત્રણ આપવામાં આવે છે જ્યારે સ્વતંત્રતા દિવસ પર કોઈ અતિથીને બોલાવવામાં આવતા નથી.
આ પણ જુઓ
Republic Day : દેશભરમાં 73માં ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી