સરખેજ પોલીસની સર્વેલન્સ સ્કોડની ટીમે મારુતી ઈકો ગાડીઓના સાયલેન્સરની ચોરી કરતી હરીયાણાની ‘મેવાતી ગેંગ’ના ચાર શખ્સોને ઝડપી લઈ હરીયાણા અને અમદાવાદ સરખેજના 8 ગુનાનો ભેદ ઉકેલ્યો છે.
Sarkhej Police : સરખેજ પોલીસે સાયલેન્સર ચોરીના ગુનાની ઝીણવટભરી તપાસ હાથ ધરી
પ્રાપ્ત થતી માહિતી અનુસાર અમદાવાદ શહેર ઝોન-7 નાયબ પોલીસ કમિશ્નર પ્રેમસુખ ડેલુની સુચના અને માર્ગદર્શન હેઠળ સરખેજ પોલીસ સ્ટેશન પો.ઈન્સ. એસ.જી. દેસાઈ, પો.સબ.ઈન્સ. ડી.પી.સોલંકી અને ટીમે સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 17 ફેબ્રૃઆરી 2022ના રોજ બનેલ ઈકો ગાડીના સાયલેન્સર ચોરીના ગુનાની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.
Sarkhej Police : ઘટનાસ્થળ અને તેની આસપાસના સીસીટીવી ફુટેજમાં કડી હાથ લાગી
સરખેજ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કોડની ટીમે ચારી થયેલ મારુતિ સુઝુકી કંપનીના ગોડાઉનના કંપાઉન્ડમાં લગાડેલા સીસીટીવી કેમેરાના ફુટેજ અને આસપાસના વિસ્તારમાં લગાડેલા સીસીટીવી ફુટેજની ઝીણવટભરી તપાસ કરતા સફેદ રંગની હ્યુન્ડાઈ વેન્યુ કારમાં આવેલા 4 શખ્સો શંકાસ્પદ જણાઈ આવ્યા હતા.
Sarkhej Police : સરખેજ પોલીસને માહિતી મળી
પોલીસે આ માહિતીને આધારે આરોપીઓને શોધી કાઢવા હ્યુમન ઈન્ટેલિજન્સની મદદ લઈ બાતમીદારોને કામે લગાડ્યા હતા. દરમ્યાન પો.સબ.ઈન્સ. ડી.પી. સોલંકી અને હેડ કોન્સ. નૂરમોહંમદ અબ્દુલલતીફને માહિતી મળી હતી કે, ગુજરાત તથા હરિયાણા સહિત અન્ય રાજ્યોમાં ગાડીઓના સાયલેન્સરની ચોરી કરતા હરીયણાની મેવાતી ગેંગ અમદાવાદમાં પ્રવેશી છે અને હરિયાણા પાસીંગની સફેદ હ્યુન્ડાઈ વેન્યુ કારમાં એસપી રીંગ રોડ ઉપર બોપલ તરફથી આવી સનાથળ તરફ જવાની છે.
Sarkhej Police : આરોપીઓને ઝડપી લેવાયા
આ માહિતીને આધારે સરખેજ પોલીસે શાંતિપુરા સર્કલ ખાતે જાળ બીછાવી હતી. માહિતી પ્રમાણેની હ્યુન્ડાઈ કાર આવતા પોલીસે તેને અટકાવી ડ્રાયવર અને અન્ય શખ્સોની પુછપરછ કરતા ડ્રાઈવરે પોતાનું નામ મુનફેદખાન સોરાબ મેવ હોવાનું જણાવ્યુ હતુ. અહીના પોલીસ સ્ટેશનમાં મુનફેદખાન ફારાર આરોપી હોઈ પોલીસની શંકા વધુ મજબુત બની હતી.
MSarkhej Police : અલગ-અલગ કરી પુછપરછ કરાતા 18 સાયલેન્સરની ચોરી કબુલી
દરમ્યાન પોલીસે પોતાની રીતે તમામ આરોપીઓને અલગ-અલગ કરી વધુ પુછપરછ કરતા આરોપીઓએ 17-02-2022ના રોજ રાત્રે શાંતિપુરા સર્કલ પાસે આવેલ કિરણ મોટર્સના મારુતિ સુઝુકી કંપનીની નવી ગાડીઓના ગોડાઉનના કંપાઉન્ડમાંથી ઈકો ગાડીઓના કુલ 18 સાયલેન્સરની ચોરી કરી હોવાનું આરોપીઓએ કબુલ્યુ હતુ.
Sarkhej Police : 11 સાયલેન્સર હરિયાણામાં ચોર્યા
આરોપીઓની કબુલાતને પગલે તેમની અટકાયત કરી અને નાસતા ફરતા આરોપી મુનફેદની અગાઉના ગુનામાં અટકાયત કરી પોલીસે વધુ સઘન પુછપરછ હાથ ધરતા આરપીઓએ હરિયાણાના કરનાલ સીટી પો.સ્ટે., કરનાલ સિવિલ લાઈન્સ પો.સ્ટે. અને કરનાલ રામનગર પો.સ્ટે. વિસ્તારમાંથી છેલ્લા ત્રણ માસમાં અલગ અલગ ગાડીઓના કુલ 11 સાયલેન્સરની ચોરી કરી હોવાનું કબુલ્યુ હતુ.
MSarkhej Police : આરોપીઓ
આરોપીઓમાં હરિયાણા મેવાતના મુનફેદ સોરાબ મેવ(26), પલવલના તારીકઅનવર જુહરુદ્દીન મેવ(31), મેવાતના અલ્તાફહુસેન મોહંમદકબીર મેવ(23) અને મોહંમદરહીસ જુમ્માખાન મેવ(30)નો સમાવેશ થાય છે. જ્યારે મેવાત
Sarkhej Police : 5 લાખનો મુદ્દામાલ કબજે
આરોપીઓ પાસેથી પોલીસે હ્યુન્ડાઈ વેન્યુ કાર, 2 મોબાઈલ, સાયલેન્સર ખોલવા માટે જરુરી ઉપકરણો, આરોપીઓના ડોક્યુમેન્ટ્સ વગેરે મળી કુલ રુ. 5,06,000નો મુદ્દામાલ કબજે કર્યો છે.
Sarkhej Police : સરખેજ પોલીસે 8 ગુનાનો ભેદ ઉકેલ્યો
સાયલેન્સર ચોરી કરતા મેવાત ગેંગના 4 આરોપીઓને જડપી લઈ સરખેજ પોલીસ સર્વેલન્સ સ્કોડે સરખેજના 1, હરિયાણાના સિટી પોલીસ સ્ટેશનના 4 અને સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 2 ગુનાનો ભેદ ઉકેલ્યો છે.
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
Sarkhej Police : કામગીરી કરાર અધિકારી-કર્મચારીઓ
આ ગુનો ઉકેલવામાં સરખેજ પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. એસ.જી. દેસાઈ, પો, સબ. ઈન્સ. ડી.પી. સોલંકી, હેડ કોન્સ.નૂરમોહંમદ અબ્દુલલતીફ, રાજેશકુમાર પ્રવિણભાઈ, પો.કો. ઈરફાન કાસમભાઈ, શક્તિસિંહ બળવંતસિંહ, લો.ર. શાહરુખખાન અસરીદખાન અને પ્રવિણભાઈ સગરામભાઈનો સમાવેશ થાય છે.
આ પણ જુઓ
Sensitive police : સરખેજ પોલીસે ગુમ થયેલા બાળકોને ગણતરીના કલાકોમાં શોધી કાઢી પરિવારને સોંપ્યા