Drug free Youth : યુવાધનને નશામુક્ત કરવા વડોદરા શહેર પોલીસની અનોખી પહેલ : મિશન ક્લિન વડોદરા અંતર્ગત શાળાઓમાં અવેરનેસ પ્રોગ્રામ
Drug free Youth : પોલીસ અધિકારીઓ, પ્રિન્સીપાલ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ તથા ટ્યુશન ક્લાસીસના સંચાલકોની કમીટી બનાવવામાં આવી
Drug free Youth : વડોદરા શહેરના પોલીસ કમીશ્નર ડૉ. શમશેરસિંહના માર્ગદર્શન હેઠળ વડોદરા પોલીસે યુવાધનને નશામુક્ત કરવા મિશન ક્લિન વડોદરા ઝુંબેશ ચલાવી છે. જેમાં વિવિધ શાળાઓમા પોલીસ અધિકારીઓ, પ્રિન્સીપાલ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ તથા ટ્યુશન ક્લાસીસના સંચાલકોની કમીટી બનાવવામાં આવી છે.
આ કમીટી વિવિધ શાળાઓમાં નશા વિરૂદ્ધ જાગૃતી ફેલાવતા કાર્યક્રમોનું આયોજન કરી શહેરના નાગરિકો, યુવાનો અને વિદ્યાર્થીઓને ડ્રગ્સ, ચરસ, ગાંજો, અફિણ, કોકેન, નશીલા ઈંજેક્શનો જેવા નશામાંથી મુક્ત કરાવવા અવેરનેસ કાર્યક્રમોનું આયોજન કરશે.
આ ઝુંબેશ અંતર્ગત સમા પોલીસ સ્ટેશન ખાતે કુલ 7 જેટલી શાળાઓમાં અલગ અલગ કમીટી બનાવી નશામુક્તિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.
Drug free Youth : કારેલીબાગ પોલીસ સ્ટેશન તરફથી અવેરનેશ કાર્યક્રમ
આ સાથે મિશન ક્લીન વડોદરા અંતર્ગત એક કમીટિની રચના કરવામાં આવેલ જેમાં પોલીસ ઈન્સપેકટર કારેલીબાગ તથા સરદાર વિનય વિધ્યા મંંદિર સ્કુલનાં આચાર્ય તથા કમીટીનાં સભ્યોને સાથે રાખી સરદાર વિનય વિધ્યા મંંદિર સ્કુલમાં મિશન ક્લીન વડોદરા અંંર્તગત કાર્યક્રમ નુ આયોજન કરી સ્કુલના વિધ્યાર્થીઓ તેમજ શિક્ષકો સાથે વિધ્યાર્થીઓમાં વ્યસન અંગે જાગૃતિ આવે એ હેતુથી કારેલીબાગ પોલીસ સ્ટેશન તરફથી અવેરનેશ કાર્યક્રમ કરવામાં આવેલ છે.
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
આ પણ જુઓ
police arrest robbery accused : લૂંટના આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી લેતી અસલાલી પોલીસ