27.3 C
Ahmedabad
July 31, 2025
NEWSPANE24
News Gujarat

Food Poisoning in Mahesana : મહેસાણામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લઘુમતી મોરચાના પ્રમુખના ઘરે લગ્ન પ્રસંગમાં ફુડ પોઈઝનીગ : 1હજારથી વધુ લોકો સારવાર હેઠળ

SHARE STORY

મહેસાણા (Food Poisoning in Mahesana) જિલ્લામાં ગઈ કાલે સવાલા ગામ ખાતે યોજાયેલ લગ્ન પ્રસંગમાં આવેલ મહેમાનો બિમાર થયા. કોંગ્રેસ નેતાના ઘરે 1હજારથી વધુ આમંત્રિતો આવ્યા હતા જેમાં ખોરાકી ઝેરની અસર થતા મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદ ની હોસ્પિટલોમાં દર્દીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા. મહેસાણા સિવિલ (Mahesana Civil) ખાતે વહેલી સવારે આરોગ્યમંત્રી (Health Minister) ઋષીકેશ પટેલ (Rushikesh Patel), કલેક્ટર ઉદિત અગ્રવાલ સહિત ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા હતા.

Food Poisoning in Mahesana
લગ્ન પ્રસંગ સ્થળ

મહેસાણા જિલ્લામાં આવેલ વિસનગર તાલુકાના સાવલા ગામમાં પ્રદેશ કોંગ્રેસ લઘુમતી મોરચાના પ્રમુખ વઝીરખાન પઠાણના ઘરે લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ લગ્ન પ્રસંગમાં સરકારની છુટછાટની ગાઈડલાઈન બાદ 18હજારથી વધુ સંખ્યામાં આમંત્રિતો આવ્યા હતા. લગ્ન પ્રસંગમાં આવેલા મેહમાનોએ જમણવાર કર્યા બાદ એક બાદ એક ને ઝાડા – ઉલ્ટી થતા રાત્રી દરમિયાન જ જિલ્લાની વિસનગર, વડનગર, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ સિવિલ સુધી સારવાર માટે લઈ જવાયા હતા.

Food Poisoning in Mahesana
સારવાર લઈ રહેલા દર્દી

Food Poisoning in Mahesana: ખોરાકી ઝેરની ફરિયાદ મળતા આરોગ્ય મંત્રીએ ખબર અંતર પૂછ્યા

મોડી રાતે બનેલી ખોરાકી ઝેરની (Food Poisoning in Mahesana) ઘટના બાદ જિલ્લાનું આરોગ્ય તંત્ર તુંરત લોકોની સારવારમાં જોડાઈ ગયું હતું. જ્યારે આરોગ્ય મંત્રીના (Health Minister) પોતાના જિલ્લામાં આ પ્રકારની ઘટનાની જાણકારી મળતા સંવેદનશીલ સરકારના મંત્રી ઋષીકેશ પટેલ (Rushikesh Patel) રાત્રી 3.30 કલાકે જ ગાંધીનગરથી વિસનગર જવા નિકળ્યા હતા. મંત્રીએ વિસનગર, વડનગર સહિતની હોસ્પિટલમાં દર્દીઓની સારવાર અંગે ખબર- અતંર પૂછ્યા હતા.

Food Poisoning in Mahesana: 1057 દર્દીઓ વિવિધ હોસ્પિટલમાં સારવાર હેઠળ

મોડી રાતથી જિલ્લા આરોગ્ય તંત્ર ખોરાકી ઝેરની અસરના (Food Poisoning in Mahesana) પગલે ખડેપગે કાર્ય કર્યું ત્યારે કુલ 1057 દર્દીઓને સારવાર આપવામાં આવી. વિસનગરની નૂતન હોસ્પિટલમાં 410, મહેસાણા જી.એચ. હોસ્પિટલમાં 206, વડનગર સરકારી હોસ્પિટલમાં 135, ખેરાલું સી.એચ.સી. સેન્ટરમાં 7, વિસનગર સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં 300, વિસનગર સી.એચ.સીમાં 44, ઉંઝા સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં 5, મહેસાણાની સિવિલમાં (Mahesana Civil) 50 સહિત 1057 દર્દીઓની મહેસાણામાં સારવાર ચાલી રહી છે. આ પૈકી અમુક દર્દીઓની વધુ તબીયત લથડતા ગાંધીનગર સિવિલમાં (Gandhinagar Civil) 32 તથા અમદાવાદ સિવિલમાં (Amdavad Civil) 12 જેટલા દર્દીઓને ખસેડવામાં આવ્યા હતા. હાત તમામ દર્દીઓની તબીયત સ્થિતર રહેતા આરોગ્ય તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

તાજા સમાચાર

Food Poisoning in Mahesana: લગ્ન આયોજક વઝીરખાન પઠાણનુ નિવેદન

Food Poisoning in Mahesana
વઝીર ખાન પઠાણ

કોરોના કાળમાં વધુ લોકોને બોલાવી શકાતા નહોતા પણ સરકાર દ્વારા છુટછાટ મળતા દેશનાં સૌથી મોટા બેસ્ટ નોનવેજ બનાવતા કેટરીંગને ઓર્ડર આપવામાં આવ્યો હતો. પોતાની તપાસમાં દુધીનો હલવો ખાતા આ ઘટના બની હોવાનું મને ધ્યાનમાં આવ્યું છે.

આ પણ જુઓ

Tank Fire on Camera : રશિયન ટેંકનો કેમેરા પર ફાયર


SHARE STORY

Related posts

Crime Branch : 2 તમંચા સાથે શખ્સ ઝડપાયો

Newspane24.com

પોંજી સ્કિમ(Ponzi Scheme)માં 2.92 કરોડનું ફુલેકુ ફેરવનારા બંટી-બબલી ઝડપાયા

SAHAJANAND

Liquor Party : બોલેરોમાં દારુની મહેફિલ માણતા 3 ઝડપાયા

Newspane24.com

IND vs WI 1st ODI : 1000મી વન-ડેમાં ભારતે વેસ્ટઈન્ડીઝને 6 વિકેટે હરાવ્યુ

SAHAJANAND

Leave a Comment