દુર્લભ અને વિશિષ્ટ ગણાતા રોગથી પીડાતા બે બાળકોના જીવનને લકવાગ્રસ્ત થતુ અટકાવી વડોદરા સયાજીગંજ હોસ્પિટલ ન્યુરો સર્જરી વિભાગના તબીબોએ બાળકોને અપંગ જીવન જીવવાની પીડામાંથી ઉગારી લીધા.
Moyamoya Disease : દુર્લભ રોગ ઘરાવતા બાળકોના પરિવારે અનેક દવાખાના ચક્કર લગાવ્યા
ડાકોરના મહંમદ અરફાન શેખ અને વડોદરાના મહંમદ હસાનને વારંવાર લકવાનો હુમલો થતા પરિવારજનોએ આ બંન્ને બાળકોને લઈને વિવિધ ખાનગી દવાખાનાઓના ચક્કર લગાવ્યા. જોકે ખાનગી દવાખાનાઓમાં ખર્ચ કરવા છતાં કોઈ ઈલાજ કે રાહત ન થતા આખરે તેઓ સયાજી હોસ્પિટલ પહોંચ્યા.
Moyamoya Disease : આખરે સયાજી હોસ્પિટલના તબીબોએ સચોટ નિદાન કર્યુ
સયાજી હોસ્પિટલના ન્યુરો સર્જરી વિભાગના વડા ડૉ. અમેય પાટણકર તેમના સહયોગી ડૉ. પાર્થ મોદી અને ડૉ. યક્ષ સોમપુરા અને ટીમે મગજને લોહી પહોંચાડતી ધમનીઓના સંકોચનને કારણે અપુરતુ લોહી પહોંચવાને લીધે અત્યંત દુર્લભ અને જવલ્લે જ થતા “મોયામોયા” નામક રોગનું સચોટ નિદાન કર્યુ હતુ.
Moyamoya Disease : 5.00 કલાકથી વધુ ચાલ્યુ ઓપરેશન
નિદાન થયા બાદ ડૉક્ટરોની ટીમે ઈલજ પર ધ્યાન કેન્દ્રિત કર્યુ હતુ. કદાચ વડોદરાની કોઈપણ ખાનગી હોસ્પિટલમાં અત્યાર સુધી ન થઈ હોય તેવી સર્જરી કરવાની તૈયારીઓ કરવામાં આવી. આખરે આશરે 5.00 કલાકથી વધુ ચાલેલા જટિલ પ્રકારના ઓપેશન બાદ ડૉક્ટરોએ રાહતનો શ્વાસ લેતા બાળકોના જીવનને લકવા મુક્ત કર્યુ હતુ.
Moyamoya Disease : ખાનગી હોસ્પિટલોના ચક્કર લગાવવા છતાં નિદાન નહીં : બાળકના પરિવારજન
મોહંમદ અરફાનના કાકા અઝહર શેખે આ અંગે જણાવ્યુ હતુ કે ખાનગી હોસ્પિટલોમાં થતી આ પ્રકારના રોગની સારવાર અત્યંત ખર્ચાળ છે. આટલી ખર્યાળ સારવાર અમારા જેવો ગરીબ પરિવાર કરી શકે તેમ ન હતો. અમદાવાદ અને આણંદ શહેરની ખાનગી હોસ્પિટલોના ચક્કર લગાવ્યા બાદ પણ અમને કોઈ સટોટ નિદાન કે સારવાર મળી ન હતી.
Moyamoya Disease : પરિવારજનોએ તબીબોનો આભાર વ્યક્ત કર્યો
અંતે અમે સયાજી હોસ્પિટલ પહોંચ્યા જ્યાં ન્યુરોસર્જરી વિભાગ દ્વારા અમને આર્થિક અને માનસિક રાહત મળવા સાથે દુર્લભ રોગનું જટિલ ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવ્યુ. અમને ખાનગી દવાખાનાઓ કરતા અનેકગણું સારુ પરિણામ મળ્યુ છે. અમે બંન્ને પરિવારો સરકારી આરોગ્ય સેવાઓ અને સયાજી હોસ્પિટલના ન્યુરો સર્જરી વિભાગના તબીબોની ટીમ અને સ્ટાફનો હ્રદય પૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.
Moyamoya Disease : ન્યુરો સર્જરી વિભાગ દ્વારા સચોટ નિદાન અને સફળ સર્જેરી : ડૉ. રંજન કૃષ્ણ
સયાજી હોસ્પિટલના અધિક્ષક ડૉ. રંજન કૃષ્ણ ઐયરે આ અંગે જણાવ્યુ હતુ કે, ‘આવા દુર્લભ અને જટિલ રોગનું સચોટ નિદાન અને સાથે સાથે તેની સફળ સર્જરી સયાજી હોસ્પિટલના ન્યુરો સર્જરી વિભાગે કરી છે. તેમને આ કેસની સારવાર દરમ્યાન બાળરોગ વિભાગ, એનેસ્થેસિયા વિભાગ સહિત વિવિધ વિભાગોના તબીબો અને નર્સિંગ સ્ટાફ સહિત અન્ય સ્ટાફનો સહયોગ મળ્યો છે. આ કેસનું સફળ નિદાન અને સારવાર સયાજી હોસ્પિટલના ટીમ વર્કનું ઉદાહરણ છે. હું આ કેસ સાથે સંકળાયેલા તમામને આ સિદ્ધી માટે અભિનંદન પાઠવુ છું.‘
Moyamoya Disease : ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા ઉપલબ્ધ કરાવાયેલ ઉપકરણ ઉપયોગી સાબીત થયુ
આ કેસની સારવાર કરતી ટીમના સદસ્ય રહેલા ન્યુરો સર્જન ડૉ. પાર્થ મોદીએ કહ્યુ હતુ કે, ધારાસભ્ય યોગેશ પટેલના અનુદાનમાંથી અમારા વિભાગને મળેલ રુ. 47 લાખની કિંમતનું અદ્યતન ન્યુરો સર્જીકલ ઓપરેટિંગ માઈક્રોસ્કોપની સહાયથી આ જટિલ સર્જરી સુચારુરુપે થઈ શકી છે. જો આ ઉપકરણ ઉપલબ્ધ ન હોત તો આ સર્જરી ન થઈ શકી હોત.
Moyamoya Disease : હ્રદયના બાયપાસ જેવી સર્જરી
“મોયામોયા” એ એક એવો રોગ છે કે જેમાં માનવ મગજને શુદ્ધ રક્ત પુરુ પાડતી સુક્કી પડી ગયેલી ધમનીઓના વિકલ્પ સ્વરુપે હ્રદયની બાયપાસ સર્જરીની જેમ મગજમાં અન્ય ધમનીઓ આરોપીત કરીને લોહીનો પુરતો પુરવઠો મળી રહે તેવી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. જે અત્યંત જટિલ પ્રકારનું ઓપરેશન બની રહે છે. આ રોગનો કોઈ સંપૂર્ણ ઈલાજ નથી પરંતુ મગજ સુધી રક્ત પહોંચાડવાની વૈકલ્પિક વ્યવસથા કારગર નીવડતી હોય છે.
આ કેસ સાથે સંકળાયેલા અન્ય ડૉ. યક્ષ સોમપુરાએ જણાવ્યુ હતુ કે વર્ષ 2021માં અમારા વિભાગમાં 700 જેટલી ચેતાતંત્ર સાથે સંકળાયેલા અને મગજના ઓપરેશન કરવામાં આવ્યા છે. પાછલા 10 વર્ષમાં આશરે 500 જેટલા બાળ દર્દીઓના ઓપરેશન કરાયા છે. જ્યારે વર્ષ 2022ના પ્રથમ 2 માસ દરમ્યાન 140 જેટલી ન્યુરો સર્જરી થઈ ચૂકી છે. જેમાં ન્યૂરો સર્જિકલ ઓપરેટિંગ માઈક્રોસ્કોપ આશિર્વાદરુપ પુરવાર થયુ છે.
તાજા સમાચારૉ
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
Moyamoya Disease : પ્રતિલાખે 3 થી 5 લોકોને થતો દુર્લભ રોગ
અત્યંત દુર્લભ અને જટિલ ગણાતો આ મોયામોયા રોગ વિશ્વમાં કોરિયા, જાપાન અને સાઉથ ઈસ્ટ એશિયામાં થતો હોય છે, જે દર 1 લાખે 3 થી 5 વ્યક્તિઓને થાય છે જેમાં બહુધા બાળકોનો સમાવેશ થાય છે. ભારતમાં તો આનું પ્રમાણ ત્યાં કરતા ઘણું ઓછુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે માયોમાયો એ જાપાની શબ્દ છે અને તેનો પ્રવર્તમાન અર્થ ધુમાડાના વલયો કે ગુંચળા એવો કરવામાં આવે છે.
આ પણ જુઓ
Fire at Bhajiya House : ખોખરા રાયપુર ભજિયા હાઉસમાં આગ : જુઓ વીડિયો