29 C
Ahmedabad
May 10, 2024
NEWSPANE24
Crime Ahmedabad News

Ahmedabad Police : અમદાવાદ પોલીસની 03 માર્ચની કાર્યવાહી

Ahmedabad Police
SHARE STORY

Ahmedabad Police : અમદાવાદ પોલીસ દ્વારા 3 માર્ચ દરમ્યાન કરવામાં આવેલ કાર્યવાહી. અમદાવાદ શહેર પોલી દ્વારા 3 માર્ચ 00.00 થી 24.00 કલાક સુધીની કોરોના સંક્રમણ નિયંત્રણ હેઠળ લેવામાં આવેલ પગલા અને કાયદાકીય કાર્યવાહીની વિગતો.

Ahmedabad Police

લોક ડાઉન અને જાહેરનામા ભંગ અંગેના ગુન્હાની વિગતો

લોક ડાઉન અને જાહેરનામા ભંગ અંગેના ગુન્હાની વિગતો
અ. નં.ગુન્હાનો પ્રકારનોંધાયેલ ફરીયાદની સંખ્યા
ગાઈ કાલ સુધીની સંખ્યાઆજની સંખ્યાકુલ
1કલમ 188 કલમ 135 GP ACT 1951૧૧૭૪૬0૧૧૭૪૬
2કલમ 269, 270, 271 અને IPC The Epidemic Disease ACT 2005 ૪૭૩૩0૪૭૩૩
3કલમ 143, 144, 145 વિગેરે(હંગામી)૧૨૯0૧૨૯
4Disaster Management Act 2005 હેઠળના ગુન્હાઓ૮૪૦૭૪0૮૪૦૭૪
કુલ૧૦૦૬૮૨0૧૦૦૬૮૨
અ નં.ગુન્હાનો પ્રકારઅટક કરેલા આરોપીની સંખ્યા
ગાઈ કાલ સુધીની સંખ્યાઆજની સંખ્યાકુલ
1કલમ 188 કલમ 135 GP ACT 1951૧૭૮૫૨0૧૭૮૫૨
2કલમ 269, 270, 271 અને IPC The Epidemic Disease ACT 2005 ૬૨૮૨0૬૨૮૨
3કલમ 143, 144, 145 વિગેરે(હંગામી)૪૦૩0૪૦૩
4Disaster Management Act 2005 હેઠળના ગુન્હાઓ૮૫૦૪૩૮૫૦૪૪
કુલ૧૦૯૫૮૦૧૦૯૫૮૧

Ahmedabad Police : લોક ડાઉન અને જાહેરનામા ભંગ અંગે નોંધાયેલ ગુન્હાની વિગત

Ahmedabad Police દ્વારા મોટર વ્હીકલ એક્ટ-1988 મુજબ ડિટેઈન કરાયેલા વાહનો અને વસુલવામાં આવેલા દંડની વિગતો.

લોક ડાઉન અને જાહેરનામા ભંગ અંગે નોંધાયેલ ગુન્હાની વિગત
અ. નં.જીલ્લો/શહેરનું નામકલમ 207 MV Act 1988 હેઠળ ડિટેઈન કરેલા વાહનોની સંખ્યાMV Act 1988 હેઠળના નિયમ ભંગ કરનાર વાહન ચાલકો પાસેથી વસુલાયેલા દંડની રકમ
1અમદાવાદ શહેર૩૮૫,૨૧,૬૦૦

જાહેર સ્થળોએ-પરિવહન વખતે માસ્ક નહીં પહેરવા અંગે તથા જાહેરમાં થુંકવા બાબતના દંડની વિગત

ahmedabad Police

Ahmedabad Police દ્વારા કોરોના સંક્રમણ નિયંત્રણ અંતર્ગત માસ્ક નહીં પહેરનાર અને જાહેરમાં થુંકનાર લોકો પાસેથી વસુલવામાં આવેલા દંડની વીગતો.

જાહેર સ્થળોએ-પરિવહન વખતે માસ્ક નહીં પહેરવા અંગે તથા જાહેરમાં થુંકવા બાબતના દંડની વિગત
અ. નં.જીલ્લો/શહેરનું નામદંડિત થયેલા વ્યક્તિઓની સંખ્યાવસુલ કરવામાં આવેલા દંડની રકમ
1અમદાવાદ શહેર૯૦૯૦,૦૦૦

નશાબંધી ધારા હેઠળ ઝડપાયેલાની વિગતો

અમદાવાદ શહેર પોલીસે(Ahmedabad Police) પાછલા 24 કલાકમાં નશાબંધી ધારા હેઠળ 31 કેસ કર્યા છે. આ સાથે 33 જેટલા વ્યક્તિઓને ઝડપી લઈ 107 લીટર દેશી દારુ, 155 બોટલ ઈંગ્લીશ દારુ, 60 બિયરના ટીન અને 1 મોટરસાયકલ કબજે કર્યુ છે.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયેલાની વિગતો

Ahmedabad Police

અમદાવાદ શહેર પોલીસ(Ahmedabad Police) દ્વારા તકેદારીના પગલા અંતર્ગત 89 વ્યક્તિઓની અને પ્રોહીબીશનના ગુના હેઠળ 2 અકકાયત કરવામાં આવી છે.

Ahmedabad Police : આજની ઘટનાઓ

Ahmedabad Police : વસ્ત્રાપુર સાયબર ચીટિંગ

Cyber Fraud

મેમનગર ખાતે રહેતા પુનમબેન કાંતિભાઈ વસાવા(35)એ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે કે 25થી 29 નવેમ્બર 2021ના સમયગાળા દરમ્યાનકોઈ અજાણ્યા શખ્શે પુનમબેન ના મોબાઈલ પર લીંકનો ટેક્સ મેસેજ મોકલી નોકરી અપાવવાની વાત કરી હતી. નોકરી માટે પુનમબેને સ્વિકૃતી આપતા તેમને ફોર્મ મોકલી નોકરી માટે વર્ક ઓર્ડર આપવાનું જણાવી પુનમબેનનો બાયોડેટા અને બેન્કની વિગતો મોકલી ઓનલાઈન રુ. 100 ટ્રાન્સફર કરવાનું કહ્યુ હતુ. જેથી પુનમબેને રુ. 100 ટ્રાન્સફર કરતા સામેથી 400 રુ. ટ્રાન્સફર કરી પુનમબેનને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા. બાદમાં પુનમબેન અને તેમના પતિના ખાતમાંથી રુ. 1,56,490 ઓનલાઈન ટ્રાન્સફર કરાવી વર્કઓર્ડર નહીં આપી છેતરપિંડી કરાઈ હતી. આ કેસની તપાસ પો.ઈ. એસ.જી. ખાંભલા ચલાવી રહ્યા છે.

Ahmedabad Police : કૃષ્ણનગર છેતરપિંડી

નિકોલ નરોડા રોડ ખાતે રહેતા વિપુલભાઈ દિલીપભાઈ પટેલ(25)એ કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે કે વિપુલભાઈ નીકોલ રોડ પંચમમોલ સામે આવેલા ગીરીરાજ કોમ્પલેક્ષમાં કોસમોસ ઈલેક્ટ્રોનીક્સ નામની દુકાનમાં ઈલેક્ટ્રોનિક્સના સમાનની લે-વેચનો ધંધો કરે છે. દરમ્યાન અમરોલી સુરત ખાતે રહેતા આનંદભાઈ દિનેશભાઈ લાખાણી પાસે ઈલેક્ટ્રોનીક્સનો સર-સામાન લેવા વિપુલભાઈએ રુ. 10 લાખ આપ્યા હતા. જોકે આનંદભાઈએ રુ. 4,18,000 નો સર-સામાન મોકલી બાકીના રુ. 5,82,000 પાછા નહીં આપી છેતરપિંડી આચરી છે. આ કેસની તપાસ પો.સ.ઈ. એન.એસ. સાકરીયા ચલાવી રહ્યા છે.

Ahmedabad Police : ચાંદખેડામાં સોનાનું મંગળ સુત્ર ખેચી ગયા

ન્યુ સીજીરોડ ચાંદખેડા ખાતે રહેતા જયશ્રીબેન યોગેશભાઈ મિસ્ત્રી(36) ચાંદખેડા ન્યુ સિ.જી.રોડ અશોક આવાસ યોજનાની સામે અમદાવાદ મ્યુનિસિપલ ગાર્ડન પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે કાળા રંગના મોટરસાયકલ પર આવેલા બે પુરુષ જયશ્રીબેન ના ગળા માં હાથ નાખી રુ. 78,000ની કિંમતનું સોનાનું મંગળસૂત્ર તોડી લઈ ભાગી ગયા હતા. આ અંગે જયશ્રીબેન ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેની તપાસ પો.સ.ઈ. કે. આર. પટેલ ચલાવી રહ્યા છે. 

તાજા સમાચાર

Ahmedabad Police : ચાંદખેડામાં પર્સમાંથી સોનાની ચેઈનની ચોરી

ન્યુ સીજીરોડ ચાંદખેડા ખાતે રહેતા રીતુબેન મનમોહનસિંહ બીસ્ટ(33)એ ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે કે તેઓ ચાંદખેડા ગામ ખાતે આવેલ ચંદ્રેશ્વર મહાદેવ ના મંદિરે દર્શન કરવા ગયા હતા ત્યારે કોઈ અજાણી વ્યક્તિએ તેમની નજર યુકવી  પાકીટમાંથી 30,000 રૂપિયાની કિંમતની સોનાની ચેન પૂરી કરી લીધી હતી. આ ગુનાની તપાસ પો.સ.ઈ. કે. આર. પટેલ ચલાવી રહ્યા છે.

આ પણ જુઓ

Compressor theft : સેટેલાઈટમાં AC ના કોમ્પ્રેસરની ચોરી કરતા 2 શખ્સો ઝડપાયા


SHARE STORY

Related posts

Gujarat : પત્રકારત્વ ઇતિહાસનું જતન કરવા સાથે નવસર્જન કરવાનુ સામર્થ્ય ધરાવે છે : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ 

Newspane24.com

Karachi Blast : કરાચીમાં ચાઈનીઝ નાગરિકો પર આતંકવાદી હુમલો : 4 ચાઇનીઝ સહિત 5ના મોત

SAHAJANAND

Humanity Towards Animals : વલ્ચર પક્ષીઓ દ્વારા ઈજાગ્રસ્ત કપિશિશુનો જીવ બચાવતી 1962 સેવા

Newspane24.com

Killing of Woman : સુરત બાદ અમદાવાદમાં પણ પ્રેમી દ્વારા પ્રેમિકાની કરપીણ હત્યા

Newspane24.com

Leave a Comment