Cultural Activities : પાટણની ગોકુલ ગ્લોબલ યુનિ.ના કલા મહાકુંભ-2021નું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રમતગમત વિભાગ અને પાટણ જીલ્લાના વહિવટી તંત્રના સહયોગથી “આઝાદી કા અમૃત મહોત્સવ” હેઠળ કલા મહાકુંભ-2021નું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેના અંતર્ગત સિદ્ધપુરનો તાલુકા કક્ષાનો કલા મહાકુંભ Cultural Activities ગોકુલ ગ્લેબલ યુનિવર્સિટી સંકુલ ખાતે યોજાયો હતો.
“આઝાદી કા અમૃત મહોત્સવ” હેઠળ કલા મહાકુંભ-2021નું આયોજન
આ મહાકુંભમાં Cultural Activities રમતગમત અને સાંસ્કૃતિક વિભાગની તાલુકા કક્ષાના સ્પર્ધકોની વિવિધ પ્રકારની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ગરબા, ભરતનાટ્યમ, નૃત્ય, વક્તૃત્વ સ્પર્ધા, એકપાત્રી અભિનય, સમુહગાન, નિબંધ સ્પર્ધા સહિત ચિત્રકલા પ્રતિયોગીતાનું આયોજન પણ કરવામાં આવ્યુ હતુ. જેમાં આશરે 3 હજારથી વધુ સ્પર્ધકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
કોરોના ગાઈડલાઈનના પાલન સાથે યોજાયો કાર્યક્રમ
આ સાથે સ્પર્ધા Cultural Activities દરમ્યાન કોરોના અગેના નિયંત્રણો, સોશિયલ ડિસ્ટન્સિંગ અને ગાઈડલાઈનનું પાલન કરવામાં આવ્યુ હતુ. આ કલા મહાકુંભમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી વિરેન્દ્ર પટેલ, યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર સુનિલ કુમાર જોષી, રજીસ્ટ્રાર હિંમતસિંહ રાજપૂત, ગોકુલ પબ્લિક સ્કૂલના ડાયરેક્ટર ચેતનાસિંધ રાજપુત, મદદનીષ શિક્ષણ નિરીક્ષક જાગૃતિબેન સહિત અન્ય મહાનુભાવો અને વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ જુઓ
Development work : રાજ્યના 4 મહાનગરોમાં 253 કરોડના વિકાસ કાર્યોને મંજૂરી