Development work : રાજ્યના 4 મહાનગરોમાં 253 કરોડના વિકાસ કાર્યોને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને જામનગરમાં વિકાસ કાર્યો(Development work)ને વેગ આપવા રુ. 253 કરોડના કાર્યોને મંજૂરી આપી છે. જેમાં અમદાવાદ માટે રુ. 110 કરોડ, વડોદરામાં ખાનગી સોસાયટીના જનભાગીદારીને લગતા કાર્યો માટે 63.53 કરોડ, સુરત સહેરમાં ફ્લાય ઓવરના નિર્માણ માટે રુ. 70 કરોડ અને જામનગરમાં મુખ્યમંત્રી શહેરી સડક યોજના માટે રુ. 9.13 કરોડ ફાળવવામાં આવ્યા છે.
અમદાવાદ મહાનરપાલિકા માટે 110 કરોડ
જેમાં અમદાવાદ મહાનગરપાલિકના આઉટગ્રોથ વિસ્તારોમાં પેવરબ્લોક, 81 જેટલા રસ્તા, પીવાના પાણીની પાઈપ લાઈન, ડ્રેનેજ લઈન, નવુ હેલ્થ સેન્ટર તથા સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલા દ્વારા કુલ રુ. 110 કરોડની સૈદ્ધાંતિક ફાળવણી (Development work) કરવામાં આવી છે.
સુરત મહાનરપાલિકા માટે 70 કરોડ
આ સાથે સુરત મહાનગરપાલિકામાં “સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના” (Development work) હેઠળ સુરતના સહારા દરવાજા રિંગરોડ ફ્લાય ઓવર બ્રિજથી કરણી માતાના ચોક સુધી ફ્લાય ઓવર ના કામ માટે વધારાના રુ. 70 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.
વડોદરા મહાનરપાલિકા માટે 63.53 કરોડ
ઉપરાંત વડોદરા માહનરમાં પણ “સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના” (Development work) અંતર્ગત ખાનગી સોસાયટીઓની જનભાગીદારીના કાર્યો, સ્ટ્રીટ લાઈટ, જુદા જુદા આરસીસી રોડ, પાણીની પાઈપ લાઈન તથા ડ્રેનેજ લાઈનના કાર્યો માટે રુ. 63.53 કરોડના કાર્યોને મંજુરા આપવામાં આવી છે.
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
જામનગર મહાનરપાલિકા માટે 9.16 કરોડ
રાજ્યના આ ત્રણ મહાનગરોની સાથે સાથે જામનગર મહાનગરમાં પણ “સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના” અંતર્ગત મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત આવતા કુલ 9 રસ્તાના કાર્યો માટે રુ. 9.16 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
ગુજરાતના ચાર મહાનગરોના વિકાસ કાર્યો(Development work)ને વેગ આપવા સરકાર દ્વારા કુલ રુ. 250 કરોડ ઉપરાંતની રકમની ફાળવણીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સૈદ્ધાંતિક મંજુરી આપી દેવાઈ છે.
આ પણ જુઓ
Gujarat Police : ગુજરાત પોલીસને ટુ-વ્હીલર અને બોલેરો સહિત 949 વાહનો મળ્યા