Highlights : Punjab Election Date Changed : પંજાબ વિધાનસભા ચૂંટણીની તારીખોમાં ફેરફાર
પંજાબમાં સંત રવિદાસ જ્યંતિને લઈને ચૂંટણીની તારીખોમાં ફેરફાર
ચૂંટણી પંચે આખરે પંજાબ વિધાનસભાની ચૂંટણીઓ(Punjab Election Date Changed)ની તારીખોમાં ફેરફાર કર્યો છે. જેના અનુસાર 14 ફેબ્રુઆરીની જગ્યાએ હવે પંજાબમાં 20 ફેબ્રુઆરીએ મતદાન થશે. સંત રવિદાસ જયંતિને લઈને પંજાબમાં ચૂંટણીની તારીખો પાછી ઠેલવાની માંગ ઉઠી હતી.
Punjab Election Date Changed : તમામ રાજકીય પક્ષોની માંગ હતી
પંજાબ વિધાનસભાની ચૂંટણીઓને લઇને લગભગ તમામ મોટી રાજકીય પાર્ટીઓની માંગ હતી કે સંત રવિદાસ જયંતિને કારણે મતદાનની તારીખને એક સપ્તાહ પાછળ લઇ જવામાં આવે. ચૂંટણી પંચે આખરે આ માંગ સ્વીકારી પંજાબની ચૂંટણીની તારીખો(Punjab Election Date Changed)માં ફેરફાર કરતાં પંજાબમાં હવે 14મી ફેબ્રુઆરીને બદલે 20 ફેબ્રૃઆરીએ મતદાન થશે.
માંગનો હેતુ
રાજકીય પક્ષોએ ચૂંટણીની તારીખો બદલવા અંગે પોતાની માંગનો હેતુ દર્શાવતાં જણાવ્યું હતું કે રાજ્યમાં રવિદાસી અને રામદાસી શિખો સહિત અનુસુચિત જાતિની વસ્તી 32 ટકા થી વધુ છે, જેમાંના મોટા ભાગના ગુરુ રવિદાસ પ્રત્યે ઉંડી શ્રદ્ધા ધરાવે છે. એવામાં આ શ્રદ્ધાળું દર વર્ષે ગુરુ રવિદાસ જયંતી પર શ્રી ગુરુ મહારાજ ની વારાણસી સ્થિત સમાધિ પર શ્રદ્ધાંજલિ અર્પિત કરવા જાય છે. જેથી ગુરુ શ્રી રવિદાસ જયંતિના બે દિવસ પહેલા 14 હોવા હોવાથી ઘણા યાત્રાળુઓ વારાણસી થી પાછા ફર્યા નહીં હોય, જેની અસર મતદાર પર થવાની સંભાવના છે.
ચૂંટણીપંચની મિટિંગમાં લેવાયો નિર્ણય
ભાજપ, કોંગ્રેસ, પંજાબ લોક કોંગ્રેસ પાર્ટી સહિતના અનેક રાજકીય પક્ષોએ ચૂંટણી પંચને પત્ર લખીને 16મી ફેબ્રુઆરીએ સંત ગુરુ રવિદાસ જયંતિ હોવાને લઈને મતદાનની તારીખો પાછી ઠેલવા માંગ કરી હતી. દરેક પાર્ટીએ અલગ-અલગ પત્રો લખ્યા હતા, બહુજન સમાજવાદી પાર્ટી દ્વારા પણ આ માંગ ઉઠાવવામાં આવી હતી. રાજકીય પક્ષોની આ માંગને લઇને ચૂંટણી પંચે આ મુદ્દે સોમવારે એક મહત્વની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં તમામ રાજકીય પક્ષોની માંગને લઇને ચર્ચા કર્યા બાદ પંજાબ ચૂંટણીની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
તારીખો બદલાતા ફેરફારની અસર
પંજાબ ચૂંટણીની તારીખો 6 દિવસ પાછી ઠેલાતા અન્ય કેટલાક ફેરફારો પણ થશે. જેમ કે ચૂંટણીપંચ દ્વારા આ તારીખોને લઈને ફરીથી 25 જાન્યુઆરીએ અધિસૂચના જાહેર કરવામાં આવશે. નામાંકન પત્રો 1 ફેબ્રુઆરી સુધી ભરી શકાશે, જ્યારે ૪ ફેબ્રુઆરીએ ઉમેદવારોનું અંતિમ લીસ્ટ જાહેરથશે. પ્રચાર અને પ્રસાર માટે 15 દિવસ મળી રહેશે. ૧૬ ફેબ્રુઆરીએ સંત શ્રી ગુરુ રવિદાસ જયંતિ ના ચાર દિવસ બાદ 20 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે.
આ પહેલા પણપછી ઠેલાઈ ચૂકી છે ચૂંટણી
અત્રે ઉલ્લેખનીય છે કે પંજાબમાં જે રીતે ચૂંટણીની તારીખ(Punjab Election Date Changed)માં ફેરફાર કરવામાં આવ્યો તે પહેલીવાર નથી બની રહ્યું. આ પહેલા મિઝોરમમાં ચૂંટણીના દિવસે સ્થાનિક તહેવારને લઈને ચૂંટણીની તારીખોમાં ફેરફાર કરવામાં આવી ચૂક્યો છે, એ જ પ્રમાણે ઝારખંડમાં પણ ચૂંટણીની તારીખોમાં બદલાવ કરવામાં આવ્યો હતો.
આ પણ જુઓ
ઉત્તરાખંડમાં કોંગ્રેસને ફટકો : મહિલા કોંગ્રેસ અધ્યક્ષ સરિતા આર્ય(Sarita Arya) ભાજપમાં