14 C
Ahmedabad
December 12, 2024
NEWSPANE24
News Gujarat Politics

 Cataract free Gujarat : ગુજરાતને મોતિયા મુક્ત કરવાની ઝૂંબેશ

 Cataract free Gujarat
SHARE STORY

 Cataract free Gujarat : ગુજરાતને મોતિયા મુક્ત કરવાની ઝૂંબેશનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે વર્ષ 2025 સુધીમાં ગુજરાતમાં મતિયો-અંધત્વનો દર નીચો લાવીને 0.25% સુધી પહોંચાડવાની નેમ દર્શાવી છે.

 Cataract free Gujarat

2014માં થયેલા સર્વે પ્રમાણે અંધત્વનો દર 0.7% હતો જે ઘટીને વર્ષ 2018-19માં 0.36% સુધી પહોંચ્યો

ગાંધીનગર ખાતેથી મોતિયા-અંધત્વથી મુક્ત ગુજરાત  Cataract free Gujarat ની ઝૂંબેશનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેેલે જણાવ્યુ હતુ કે ગુજરાતમાં “રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિ ખામી નિયંત્રણ કાર્યક્રમ” Cataract free Gujarat અમલમાં છે. વર્ષ 2014માં થયેલા સર્વે અંતર્ગત અંધત્વનો દર 0.7% હતો જે ઘટીને વર્ષ 2018-19માં 0.36% સુધી પહોંચ્યો છે. 

મોતિયા-અંધત્વ મુક્તિ Cataract free Gujarat રાજ્યવ્યાપી ઝુંબેશના પ્રારંભ પ્રસંગે આરોગ્ય મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથાર, ધારાસભ્ય શંભુજી ઠાકોર, ગાંધીનગર મેયર હિતેશ મકવાણા, ઉપમેયર પ્રદ્યુમનસિંહ ગોલ, જિલ્લા પંચાયત પ્રમુખ સહિત અનેક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતમાં દર 10 લાખની વસ્તીએ 1 હજારથી વધુ ઓપરેશન

આ પ્રસંગે મુખ્યમંત્રીએ મોતિયાની તપાસ કરાવવા આવેલા દર્દીઓ સાથે વાતચિત કરી તબીબી વ્યવસ્થાનું અવલોકન પણ કર્યુ હતુ. તેમણે જણાવ્યુ હતુ કે સામાન્ય રીતે મોતિયાની અશર 50 વર્ષ બાદની ઉંમરે દેખાતી હોય છે, જેની સારવાર સરળ પ્રકારની શસ્ત્રક્રિયા અને નેત્રમણી મુકાવવાથી કરી શકાય છે. રાજ્ય દ્વારા આ માટે આરોગ્ય વિભાગ દ્વારા તમામ તાલુક-જીલ્લા કક્ષાએ હોસ્પિટલોમાં મોતિયાના ઓપરેશન માટે અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સાધનો  ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે અને મોતિયાના ઓપરેશનમાં ગુજરાત દર 10 લાખની વસ્તીએ 1 હજારથી વધુ ઓપરેશનોના દર સાથે અગ્રિમ પંક્તિમાં રહ્યુ છે. ઉપરાંત દેશભરમાં ગુજરાત હાઈડ્રોફોબીક ઈન્ટ્રા ઓક્યુલર લેન્સ વિના મુલ્યે ઉપલબ્ધ કરાવનારુ પ્રથમ રાજ્ય બન્યુ છે, સામાન્ય ખાનગી હોસ્પિટલોમાં જેનો ખર્ચ 10 થી લઈને 50 હજાર સુધી થાય છે.

 Cataract free Gujarat

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો અંદત્વમુક્ત રાષ્ટ્રનો નિર્ધાર

આ સાથે મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરના મોતિયાને કારણે અંધત્વ પ્રાપ્ત કરનારા લોકોની શસ્ત્રક્રિયા કરી અંધત્વ મુક્ત રાષ્ટ્રનિર્માણનો નિર્ધાર કર્યો છે ત્યારે પ્રધાનમંત્રીના આ નિર્ધારને  પૂર્ણ કરવા અમે કટિબદ્ધ છીએ. 

જરુરીયાતમંદ બાળકોને નિશુલ્ક ચશ્માનું વિતરણ

આ સાથે મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે ગુજરાતમાં મોતિયાને કારણે જેમની દ્રષ્ટિ 3 મીટર કરતાં ઓછી હોય એવા તમામ લોકોને મોતિયા મુક્ત ગુજરાતની  Cataract free Gujarat આ ઝુંબેશ અંતર્ગત સરકારી હોસ્પિટલો અને સ્વૈચ્છિક સંસ્થાઓમાં નિશુલ્ક ઓપરેશન કરાવી આપવા આયોજન હાથ ધરવામાં આવ્યું છે.  આ સાથે ‘રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિ ખામી નિયંત્રણ કાર્યક્રમ’ અંતર્ગત શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ 18 વર્ષ સુધીની વયના બાળકોની દ્રષ્ટિ ની ચકાસણી કર્યા બાદ  દ્રષ્ટિમાં ખામી ધરાવતા દરેક બાળકોને નિશુલ્ક ચશ્માનું વિતરણ કરવામાં આવશે. 

Cataract free Gujarat : સ્વસ્થ ખોરાક થકી સમૃદ્ધ-સ્વસ્થ ગુજરાત

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ આ ઝુંબેશમાં સમયદાન,  સેવાદાન  શિવા ધન કે અન્ય કોઈપણ પ્રકારનું યોગદાન આપી રહેલા સેવા કર્મીઓને બિરદાવ્યા હતા. આ સાથે તેમણે રાસાયણિક ખાતર મુક્ત ખાદ્યાન્ન,  સ્વસ્થ ખોરાક અને પ્રાકૃતિક ખેતીને અપનાવી સ્વસ્થ ખોરાક થકી સમૃદ્ધ અને સ્વસ્થ ગુજરાતની રચના કરવા અનુરોધ કર્યો હતો. 

સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા મોતિયાના ઓપરેશનોને લઈને ઉમદા કાર્યવાહી : આરોગ્ય મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથાર

 Cataract free Gujarat

આ પ્રસંગે આરોગ્ય મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારે જણાવ્યું હતું કે સામાન્યતયા મોતિયાના કે સો પચાસ વર્ષથી વધારે ઉંમર ધરાવતા લોકોમાં જોવા મળતા હોય છે. રાજ્યના છેવાડાના વિસ્તારો સુધી સ્ક્રિનિંગ કરી આવા લોકોને શોધી વિનામુલ્યે તેમનું ઓપરેશન કરી અંધત્વ મુક્ત ગુજરાત Cataract free Gujarat બનાવવા સરકાર પ્રયાસો હાથ ધરશે. જેમાં સરકારની સાથે સાથે કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પણ મોતિયાના ઓપરેશનોને લઈને ઉમદા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આરોગ્ય મંત્રી શ્રી એ આવી સંસ્થાઓ અને કાર્યકરોને અભિનંદન આપતા આ ઝુંબેશમાં વધુને વધુ સહયોગ આપવા અપીલ કરી હતી. આ સાથે તેમણે જણાવ્યું હતું કે રાજ્ય નું ભવિષ્ય આપણા બાળકોની પણ દર વર્ષે યોજાતા શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત તપાસ કરવામાં આવે છે અને જરૂરિયાત ધરાવતા બાળકોને નિશુલ્ક ચશ્માનું વિતરણ કરવામાં આવે છે. 

તાજા સમાચાર

સરકાર દ્વારા આશા બહેનોને રૂપિયા 350 ની સહાય : આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ

 Cataract free Gujarat

આ પ્રસંગે રાજ્યના આરોગ્ય વિભાગ અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે વધતી ઉમર સાથે દ્રષ્ટિ ની ખામી સર્જાવી એ સામાન્ય બાબત છે.  કેટલાક કિસ્સાઓમાં 50 વર્ષની વય બાદ મોતિયાનું ઓપરેશન કરાવવું જરૂરી થઇ જતું હોય છે. જો આ ઓપરેશન ન કરાવવામાં આવે તો દ્રષ્ટિહીનતાની ખામી સર્જાવાની શક્યતાઓ રહેલી હોય છે. એવામાં ગુજરાત સરકાર દ્વારા રાજ્યને મોતિયા-અંધત્વ મુક્ત Cataract free Gujarat કરવા વિશેષ ઝુંબેશ ઉપાડવામાં આવી છે. જેમાં છેવાડાના માનવી સુધી લાભ પહોંચાડતા આશાબહેનો અને આરોગ્યની ટીમ જરૂરિયાત મંદ લોકો ને હોસ્પિટલ-સ્વૈચ્છિક સંસ્થાઓ સુધી પહોંચાડી સારવાર અપાવવા પ્રતિબદ્ધ છે. જેના માટે સરકાર દ્વારા આશા બહેનોને રૂપિયા 350 ની સહાય પણ આપવામાં આવશે.

આ પણ જુઓ

Corona SOP : કોરોના અંગે શહેર પોલીસ કમિશ્નરનું જાહરનામું


SHARE STORY

Related posts

પોંજી સ્કિમ(Ponzi Scheme)માં 2.92 કરોડનું ફુલેકુ ફેરવનારા બંટી-બબલી ઝડપાયા

SAHAJANAND

glasses will wake up if the driver falls asleep : ડ્રાઈવર સુઈ જશે તો ચશ્મા જગાડશે

SAHAJANAND

Corona નિયંત્રણના ઉપાયો સુચવવા રચાયેલા “Expert Group of Doctors”ની મુખ્યમંત્રી સાથે બેઠક

SAHAJANAND

લોક રક્ષક દળનો કર્મચારી સુરતમાં લાંચ(Bribery) લેતા ઝડપાયો : ACB ની કાર્યવાહી

SAHAJANAND

Leave a Comment