ભારત અને સાઉથ આફિકા(INDvsSA) વચ્ચે રમાઈ રહેલી 3 ટેસ્ટ(Test)ની શ્રેણીમાં 1-1થી બરાબરી પર પહોંચ્યા બાદ ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમ(TeamIndia) જીતના ઈરાદા સાથે ઉતરી છે. સાઉથ આફ્રિકામાં પહેલી શ્રેણી જીત માટે ઉતરેલી ભારતીય ટીમે હળવા દબાણમાં રમતા પ્રથમ દિવસે પહેલા દાવમાં 223 રન બનાવ્યા હતા. જોકે બીજા દિવસની રમતના અંદે ભારતે સાઉથ આફ્રિકા પર 13 રનની રસસાઈ મેળવવા સાથે રમતના અંતે 2 વિકેટ ગુમાવી 57 રન કરતા કુલ સરસાઈ 70 રન થઈ છે.
આફ્રિકા(SA) 210 રને સમેટાયુ
બીજા દિવસે ભારતીય બોલરોએ વળતો પ્રહાર કરી સાઉથ આફ્રિકાને 210 રને પેવેલિયન ભેગુ કરી દઈ 13 રનની પાતળી સરસાઈ મેળવી છે. સાઉથ આફ્રિકાના બેટ્સમેનોમાં કીગન પીટરસનના 72 રન સિવાય ટેમ્બા બાવુમા 28, ડુસેન 21, કેશવ મહારાજ 25 અને રબાડાના15 રન સાથે કોઈપણ અન્ય બેટ્સમેન લાંબી ઈનિંગ રમી શક્યો ન હતો.
આજનો દિવસ જસપ્રીત બુમરાહના નામે
ભારત તરફથી આજનો દિવસ ઝડપી બોલર જસપ્રીત બુમરાહના નામે રહ્યો. જેણે આફ્રિકાની અડધી ટીમને લાઈન-લેન્થ સાથેની ધાતક બોલિંગ દ્વારા પેવેલીયન ભેગી કરતા 5 વિકેટ ઝડપી સાઉથ આફ્રિકાને 210 રને અટકાવી દીધુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે આજથી 4 વર્ષ પહેલા બુમરાહે સાઉથ આફ્રિકાના આ મેદાન ન્યુલેંડ્સ પર જ પોતાના કેરિયરની શરુઆત કરી હતી.
કોહલી-પૂજારાએ ભારતની બાજી સંભાળી
સાઉથ આફ્રિકા સામે પ્રથમ ઈનિંગમાં 13 રનની પાતળી સરસાઈ મેળવ્યા બાદ બીજા દાવમાં રમતમાં ઉતરેલી ભારતીય ટીમની શરુઆત નબળી રહી હતી. ભારતના બંન્ને ઓપનર બેટ્સમેન કે.એલ. રાહુલ અને મયંક અગ્રવાલે ક્રમશઃ 10 અને 7 રને પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. જોકે ત્યારબાદ બેટિંગમાં ઉતરાલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને ચેતેશ્વર પૂજારાએ ક્રમશઃ 14 અને 9 રન બનાવી બાજી સંભાળતા દિવસના અંત સુધી ભારતનો સ્કોર 57 રસ સુધી પહોંચાડ્યો હતો.
બંને દિવસે 11 વિકેટો પડી
સાઉથ આફ્રિકાના કેપટાઉન ખાતે આવેલા ન્યુલેંડ્સ મેદાન પર આ ટેસ્ટમાં એક અનોખી ઘટનાએ આકાર લેતા બંન્ને દિવસે 11 વિકેટો એમ બે દિવસમાં કુલ 22 વિકેટો પડી હતી.
ચોથા અને પાંચમાં દિવસે કેપટાઉન ન્યૂલેંડ્સની Bounce અને Swing ધરાવતી વિકેટ પર રમવું મુશ્કેલ
બે દિવસમાં 22 વિકેટોનું પડવુ એ દર્શાવે છે કે આ પીચ પર ટકી રહેવું બેટ્સમેનો માટે મુશ્કેલ બની રહેશે. જેમ જેમ પીચ પર બોલરોના ફુટમાર્કસ વધતા જશે તેમ તેમ આ પીચ બેટીંગ માટે વધુ કપરી સાબિત થશે. ત્રીજા દિવસની રમત બાદ ચોથા અને પાંચમાં દિવસે બેટ્સમેનોને અસમતલ ઉછાળનો સામનો કરવો પડશે. બુમરાહનું કમબેક આફ્રિકન ટીમ માટે વધુ મુશ્કેલીઓ પેદા કરશે.
આ પણ વાંચો
૪૦મી સ્ટેટ માસ્ટર એથલેટિક્સમાં વડોદરા શહેર પોલીસે 15થી વધુ ચંદ્રકો મેળવ્યા
Team India માટે 300 રનનો લક્ષ્યાંક સલામત
હાલ Team India 70 રનની સરસાઈ ધરાવે છે. જો Team India વધુ 230 રન બનાવી 300 રનનો જુમલો ખડકી શકશે તો દબાણ સાઉથ આફ્રિકા પર આવી શકે છે. કેમકે આ પ્રકારનો ઉછાળ ધરાવતી પીચ પર ચોથા કે પાંચમાં દિવસે બેટિંગ કરવું ઘણું મુશ્કેલ રહેશે.
વિરાટ-પૂજારા પર દારોમદાર
Team India ત્રીજા દિવસે એક મોટો જુમલો ખડકવાના નિર્ધાર સાથે મેદાનમાં ઉતરશે. જોકે નબળી શરુઆત બાદ Team Indiaના સૌથી અનુભવી બેટ્સમેનો કેપ્ટન કોહલી અને ચેતેશ્વર પૂજારા પર પીચ પર લાંબો સમય ટકી રહીને સન્માનજનક જુમલો ખડકવાનો દારોમદાર રહેશે. સવારો પહેલો કલાક અગત્યનો રહેશે. પીચ પર રહેલા ભેજને કારણે બોલ અનિયમિત રીતે ફંટાતા બોલ પર ફટકાબાજી કરવી મુશ્કેલ રહેશે. સવારના પહેલા કલ્લાકમાં જો Team India વિકેટો નહીં ગુમાવે અને કોહલી અને પુજારાની જોડી ટકી રહેશે તો Team India એક સન્માન જનક સ્કોર સુધી પહોંચી શકશે.
કોહલીના 100 કેચ
આ ટેસ્ટમાં બાવુમાનો કેટ પકડીને Team Indiaના કેપ્ટન વિરાટ કોહલીએ Test Cricketમાં પોતાના 100 કેચ પુરા કરવાની સિદ્ધી હાંસલ કરી છે. કોહલી ભારતના એવા છટ્ઠા ખેલાડી બની ચૂક્યા છે કે જે વિકેટ કિપર નથી અને Test Cricketમાં 100 કેચ પકડી ચુક્યા છે.