Godse : વડોદરામાં ગોડ્સેને વડોદરા સહેર ઓસઓજીએ પિસ્ટલ(Pistol) અને જીવતા કારતુસો સાથે ઝડપી લીધો છે.
પોલીસને મળી ચોક્કસ બાતમી
પ્રાપ્ત થતી માહિતી અનુસાર વડાદરા પોલીસની ઓસઓજીની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. દરમ્યાન તેમને માહિતી મળી હતી કે “અલવા નાકા પાસે આવેલ પવનદુત નગર ખાતે રહેતો મેહુલ ગોડ્સે(Godse) નામનો શખ્સ તેની કમરના ભાગે માઉઝર(Pistol) જેવુ હથિયાર સંતાડીને ભુરા કલરના જેકેટ અને સફેદ લીટીવાળા સ્વેટર તથા જીન્સનું પેન્ટ પહેરીને માજલપુર ખાતેના જીઆઈડીસી રોડ પર આવેલ સોમનાથ મહાદેવના મંદિરની સામે આવેલા ગ્રાઉન્ડના ખુલ્લા દરવાજા પાસે બેઠો છે”.
આરોપીને કોર્ડન કરી ઝડપી લેવાયો
જેના આધારે પોલીસે અહીં તપાસ હાથ ધરી હતી. એસઓજીના પો.સબ.ઈન્સ. પી.વી. ચૌધરી સહિત ટીમના માણસોએ જાળ બીછાવી આરોપીને કોર્ડન કરી ઝડપી લીધો હતો.
માઉઝર(Pistol) અને કારતુસ મળી કુલ રુ. 25,300નો મુદામાલ કબજે
પોલીસે આરોપીને તપાસતા તેની પાસેથી રુ. 20 હજારની કિંમતની હાથ બનાવટની અનલોડ હાલતમાં માઉઝર(પિસ્ટલ), રુ. 300ની કિંમતના ત્રણ જીવતા કારતુસ અને મોબાઈલ ફોન મલી કુલ રુ. 25,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
તાજા સમાચાર
આરપી માઉઝર(Pistol) ક્યાંથી અને કયા હેતુ માટે લાવ્યો તેની તપાસ ચાલુ
પોલીસે આ અંગે આર્મ્સ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી ગોડ્સે(Godse) આ માઉઝર(Pistol) ક્યાંથી અને કયા હેતુ માટે લાવ્યો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ જુઓ
Surat Rape : સુરતમાં વધુ એક સગીરા ગેંગરેપનો શિકાર બનતા ચકચાર