Curfew lifted : રાજ્ય સરકાર દ્વારા આવતી કાલથી સમગ્ર રાજ્યમાંથી રાત્રી કરફ્યુ ઉઠાવી લેવાના નિર્ણયને પગલે હવે રાજ્યમાંથી કરફ્યુ ગાયબ થશે.
Curfew lifted : રાજ્યમાં 25 ફેબ્રૃઆરીથી કરફ્યુ હટાવાયો
કોરોના મહામારીને લઈને પરિસ્થિતિ અનુસાર નાગરિકોના સ્વાસ્થ્યના હિત માટે રાજ્યના મુખ્ય મહાનગરો, મહાનગરો સાથે અન્ય કેટલાક શહેરો અને ક્યારેક સમગ્ર રાજ્યમાં રાત્રી કરફ્યુ લાદવામાં આવતા નાગરિકો કેટલાક અંશે પરેશાની અનુભવી રહ્યા હતા. જેકે કોરોના સંક્રમણની પરિસ્થિતિ નિયંત્રણમાં આવતા સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાંથી 25 ફેબ્રૃઆરીથી કરફ્યુ હટાવી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ગુજરાત સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયને લઈને ખાસ કરીને મોડી રાતની કામ-ધંધાની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોને રાહત થઈ છે. વળી આ નિર્ણય લેવાતા પોલીસ અને પ્રજા વચ્ચે થતા ઘર્ષણોમાં પણ કેટલાક અંશે ઘટાડો થશે.
Curfew lifted : માસ્ક, સોશિયલ ડીસ્ટન્સિંગ સહિતના કેટલાક નિયંત્રણો હજી પણ અમલમાં
જોકે કોરોનાના સંભવીત સંક્રમણને લઈને નાગરિકો માટે માસ્ક, સોશિયલ ડીસ્ટન્સિંગ સહિતના કેટલાક નિયંત્રણો હજી પણ અમલમાં રહેશે.
Curfew lifted : ખુલ્લામાં સ્થળોની ક્ષમતાના મહત્તમ 75% વ્યક્તિઓ જ્યારે બંધ સ્થળોમાં 50% લોકો એકત્રિત થઈ શકશે.
આગામી 25 ફેબ્રૃઆરીથી તમામ પ્રકારના રાજકીય, શૈક્ષણિક, સામાજીક(લગ્ન સહિત), ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો, રમત-ગમતની પ્રવૃત્તિઓ, જાહેર સમારંભો, એસેમ્બલી હોલ, ઓડીયોરીયમ તથા અન્ય મનોરંજક સ્થળોમાં ખુલ્લામાં સ્થળોની ક્ષમતાના મહત્તમ 75% વ્યક્તિઓ જ્યારે બંધ સ્થળોમાં ક્ષમતાના મહત્તમ 50%ની મર્યાદામાં લોકો એકત્રિત થઈ શકશે.
Curfew lifted : કામગીરી સાથે સંકળાયેલા વ્યક્તિઓ માટે કોરોના વેક્સિનના 2 ડોઝ લેવા ફરજીયાત
તમામ પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા કર્મચારીઓ, માલિકો, સંચાલકો સહિત કામગીરી સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓ માટે કોરોના વેક્સિનેશનના 2 ડોઝ લેવા ફરજીયાત રહેશે.
Curfew lifted : કોરોના અંગેની કેન્દ્રની ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે
- આ સાથે કોરોના અંગેની કેન્દ્રની ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જેમાં જાહેર સ્થળો, કામના સ્થળો અને મુસાફરી દરમ્યાન ચહેરો ઢાંકવો ફરજીયાત રહેશે.
- આ સાથે દરેક વ્યક્તિએ 6 ફુટના અંતરનું સોશિયલ ડીસ્ટન્સિંગ ફરજીયાત જાળવવાનું રહેશે. દુકાન માલિકોએ ગ્રાહકોના સોશિયલ ડીસ્ડટન્સિંગના પાલનને સુનિશ્ચિત કરવાનું રહેશે.
- જાહેર સ્થળો પર થુંકવુ દંડાત્મ હોઈ તેમ કરવા બદલ વ્યાપ્ત કાયદા પ્રમાણે દંડ કરવામાં આવશે.
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
Curfew lifted : ગાઈડલાઈનના ભંગ બદલ દંડાત્મક કાર્યવાહી
આ હુકમના ભંગ બદલ “THE EPIDEMIC DISEASES ACT-1897” મુજબ “THE GUJARAT EPIDEMIC DISEASES COVID-19 REGULATION, 2020″ની જોગવાઈઓ, “THE INDIAN PENAL CODE” ની કલમ 188 અને “THE DISASTER MANAGEMENT ACT” હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ જુઓ
Vadodara Gang Rape Case : વડોદરાના બહુચર્ચિત નવલખી ગેંગ રેપ કેસમાં બંન્ને આરોપીઓને આજીવન કેદ