27.5 C
Ahmedabad
July 31, 2025
NEWSPANE24
Gujarat News

Gujarat Police : ગુજરાત પોલીસને ટુ-વ્હીલર અને બોલેરો સહિત 949 વાહનો મળ્યા

SHARE STORY

Gujarat Police : ગુજરાત પોલીસને ટુ-વ્હીલર અને બોલેરો સહિત 949 વાહનો ઉબલબ્ધ કરાવાયા છે. She Team વાન, પીસીઆર વાન, પેટ્રોલ કાર અને મોટર સાયકલ સહિતના આ વાહનોને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવી દ્વારા ગાંધીનગર સચિવાલય સંકુલ ખાતેથી લીલીઝંડી સાથે પ્રસ્થાન કરાવવામાં આવ્યુ હતુ.

Gujarat Police

કાયદો અને વ્યવસ્થાના પાલનમાં ગુજરાત દેશમાં પ્રથમ નંબરે : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવી

Gujarat Police

ગુજરાત પોલીસ Gujarat Police ની સેવાને વધુ સરળ બનાવવા ફાળવવામાં આવેલા 949 વાહનોને ગાંધીનગર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીએ લીલીઝંડી આપી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યુ હતુ કે સમગ્ર દેશમાં કાયદો અને વ્યવસ્થાના પાલનને લઈને ગુજરાત દેશમાં પ્રથમ નંબરનું રાજ્ય છે, જેને યશનો તાજ નિશ્ચિતપણે ગુજરાતના પોલીસ અધિકારીઓના શિરે છે. ગુજરાતની પ્રજા પૌરાણીક કાળથી શાતિપ્રીય હોવા સાથે પોલીસના સહયોગમાં સદા પડખે ઉભી રહે છે.

She Team માટે 68 બોલેરો જીપ

Gujarat Police

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે ગુજરાતના ચાર મહાનરોના વિસ્તારોમાં આવાતા પોલીસ વિભાગોમાં She Team કાર્યરત કરાઈ છે. ગુજરાત પોલીસ Gujarat Police ની આ She Team દ્વારા મહિલાઓ અને સિનિયર સિટીઝનો માટે અનેક માનવતા સભર કાર્યો કરવામાં આવ્યા છે. She Team દ્વારા થઈ રહેલા ઉમદા કાર્યોને વધુ ગતિ આપવા તેમને વધુ 68 બોલેરો ગાડી ઉપલબ્ધ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સાથે તેમણે જણાવયુ હતુ કે કોરોના કાળના આફતના સમયમાં પોલીસ જવાનોએ ખબુ જ નિષ્ઠાથી પોતાની ફરજ બજાવી છે. ગુજરાત સરકાર ગુજરાતની પ્રજાની શાંતિ અને સલામતી માટે કોઈ પણ પ્રકારની ઉણપ ન રાખવા કટિબદ્ધ છે.

મહિલા કર્મચારીઓ માટે 100 સ્કૂટર

She Team

ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવેલા આ વાહનોનો ગુજરાતના વિવિધ જીલ્લાઓના પોલીસ વિભાગને સુપ્રત કરવામાં આવશે. પોલીસ મહેકમમાં ફરજ બજાવતી મહિલાક કર્મચારીઓની કામગીરીમાં સરળતા આવે તે માટે 100 સ્કુટરોની ફાળવણી કરવામાં આવી છે. જ્યારે તપાસ, ટ્રાફિક અને અન્ય કામગીરીમાં સરળતા લાવવા પોલીસના જવાનોને 298 આધુનિક બાઈક ઉપલબ્ધ કરાવાયા છે.

આ સાથે રાજ્યના ચાર મોટા શહેરોમાં પોલીસની She Team ને સરળતા રહે તે માટે 68 બોલેરો જીપ આપવામાં આવી છે. તાત્કાલિક રિસ્પોન્સ માટે 55 પીસીઆર વાન સહિત, માર્ગ અકસ્માત, ટ્રાફિક, નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા શહેર-જીલ્લાના કાર્યક્ષેત્રોમાં 400 પેટ્રોલવાન પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

તાજા સમાચાર

પોલીસ વિભાગના કોમ્પ્યુટર અને ટેકનોલોજીમાં હજી વધુ સુધારો જરુરી

પોલીસ વિભાગ પાસે જેટલા આધુનિક સાધનો હશે તેટલી તેની કાર્યક્ષમતા વધશે. હજી પણ ગુજરાતના પોલીસ Gujarat Police વિભગમાં ઘણા બધા ક્ષેત્રોમાં આધુનિકતા લાવવાની જરુર છે. જેમાં ખાસ કરીને પોલીસ વિભાગમાં વપરાત કોમ્પ્યુટર અને તેની સાથે સંકળાયેલા સોફ્ટવેરને અત્યાધુનિક બનાવાની જરુર છે. પોલીસના કોમ્પ્યુટરોની ક્ષમતામાં વધારો થતા સાયબર ક્રાઈમને નાથવામાં ધણી સરળતા રહેશે.

આ સાથે પોલીસ કર્મચારીઓને કોમ્પ્યુટર અંગે આધુનિક ટેકનોલોજી અને સોફ્ટવેર ઓપરેટિંગની સમજ આપવી અત્યંત જરુરી છે, જેથી પોલીસ મહેકમના કર્મચારીઓ ટેકનોલોજીના સંદર્ભે મુખ્ય ધારામાં રહી શકે.

આ પણ જુઓ

Khijariya Wildlife Sanctuary : જામનગરના ખીજડીયા વન્યજીવ અભયારણ્યને રામસર સાઈટનો દરજ્જો મળ્યો


SHARE STORY

Related posts

NDPS ACT : કેસમાં દિલ્હીથી એક નાઈઝીરીયન સહિત અન્ય બે આરોપીઓને ઝડપી લેતી ATS : વધુ 3.25 કરોડનો હેરોઈનનો જથ્થો પકડાયો

SAHAJANAND

Ahmedabad Police : અમદાવાદ પોલીસની 03 માર્ચની કાર્યવાહી

Newspane24.com

રાજ્યમાં આજે Coronaના 10,019 કેસ : 2 ના મોત

SAHAJANAND

Karachi Blast : કરાચીમાં ચાઈનીઝ નાગરિકો પર આતંકવાદી હુમલો : 4 ચાઇનીઝ સહિત 5ના મોત

SAHAJANAND

Leave a Comment