વિષય કોષ્ટક
અમદાવાદ શહેર ક્રાઈમબ્રાન્ચે માહિતીને આધારે 2 અલગ-અલગ વિસ્તાર પોલિટેકનિક કમ્પાઉન્ડ અને નિકોલ ખાતે દરોડો પાડી ખાતરની કંપનીની ડોલોમાં છુપાવીને લઈ જવાતો ₹. ૩૭,૫૨,૬૫૦નો દારુનો મોટો જથ્થો ઝડપી લઈ 2 શખ્સોની ધરપકડ કરી છે.
ક્રાઈમબ્રાન્ચે પોલીટેકનિક પાસેથી દારુનો જથ્થો ઝડપ્યો
પ્રાપ્ત થતી માહિતી મુજબ ક્રાઈમબ્રાન્ચના પો.ઈ.એ.ડી. પરમાર, પો.સ.ઈ. બી.યુ. મુરી અને પો.કો. શૌલેષભાઈની ટીમે માહિતીને આધારે ગુલબાઈ ટેકરા પોલીટેકનિક કમ્પાઉન્ડ વર્ગ-4ના કર્મચારી ક્વાટર્સ સામેથી રાણીપ ખાતે રહેતા આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુ અર્જુનભાઈ રાવળ(44)ને 1,372 દારુ અને બીયરની બોટલો સાથે ઝડપી લીધો છે.
₹.13,43,625નો મુદ્દામાલ કબજે
આરોપી પાસેથી પોલીસે દારુનો જથ્થો, 2 કાર, 1 ઓટોરીક્ષા, 2 મોબાઈલ મળી કુલ ₹. 13,43,625નો મુદ્દામાલ કબજે કર્યો છે.
દારૂની ગાડી એસ્કોર્ટ કરાઈ : અલગ અલગ જગ્યાએથી દારુ ભારાયો
આરોપી જીતુએ પુછપરછમાં જણાવ્યુ છે કે દારુનો આ જથ્થો બનાસકાંઠાના દાંતીવાજાના મેથીપુરા, રાજસ્થાનના આબુરોડ અને સાંચોર જેવી અલગ-અલગ જગ્યાઓ પરથી વાદળસિંહ રામસિંહ વાધેલા, તેનો ભાઈ ગુલાબસિંગ ઉર્ફે વાસુ રામસિંહ વાધેલા તથા લક્ષ્મણ વીરમાજી દેવાસી, આનંદપાલસિંહ ઉર્ફે દિક્ષા સમુંદરસિંહ દેવડાએ ભરી આપ્યો છે. જ્યારે ચેતન ગીરધારી માળી તથા બબલુ ક્રીશ્ચયને ગાડીનું પેટ્રોલીંગ કર્યુ છે.
આરોપી જીતુનો ગુનાહિત ઈતિહાસ
આરોપી જીતુ ઉર્ફે જીતુ જયઅંબે અગાઉ ડી.સી.બી. પો.સ્ટે. માં 2, હિંમતનગર એ ડીવીઝન પો.સ્ટે.માં 1, બગોદરા પો. સ્ટે.માં 1 અને મહેસાણા પો. સટે.માં 1 ગુનામાં પકડાઈ ચૂક્યો છે.
ક્રાઈમબ્રાન્ચે ઓઢવ પાસેથી દારુનો જથ્થો ઝડપ્યો
અન્ય એક બાનવમાં ક્રાઈમબ્રાન્ચના પો.સ.ઈ. બી.યુ. મુરી પોતાની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે હે.કો. ઈમરાનખાન અને પો.કો. શૈલેષભાઈને મળેલી બાતમીના આધારે ઓઢવ ઝવેરી એસ્ટેટ રોડ પર આવેલા સફલ-1 એસ્ટેટ પાસેથી ઓઢવ ખાતે રહેતા આરોપી ભીયારામ દેવારામ ચૌધરી(29)ને 540 દારુની બોટલો સાથે ઝડપી લીધો છે.
₹.24,09,025નો મુદ્દામાલ કબજે
આરોપી પાસેથી પોલસે દારુનો જથ્થો, 4 વાહનો મળી કુલ ₹. 24,09,025નો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસને થાપ આપવા ઓર્ગેનિક ખાતરની કંપનીની ડોલોમાં દારુ સંતાડ્યો
આરોપી ભીયારામે પુછપરછમાં જણાવ્યુ છે કે દારુનો આ જથ્થો મોટા ભાઈઓ કવારામ દેવારામ ચૌધરી તથા પુરારામ દેવારામ ચૌધરી પાસેથી મંગાવ્યો હતો. વળી પોલીસને થાપ આપવા દારુનો જથ્થો જેન્યુન ઓર્ગેનિક મેનર નામના ખાતરની પ્લાસ્ટીકની ડોલોમાં સંતાડીને લાવવામાં આવ્યો હતો.
આરોપી ભાયારામનો ગુનાહિત ઈતિહાસ
આરોપી ભીયારામ અગાઉ અમદાવાદ શહેરના શાહિબાગ અને કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે દારુની હેરાફેરીના ગુનામાં પકડાઈ ચુક્યો છે.
ભાડજ સાયન્સ સીટી વિસ્તારમાં મોલ, સુપરમાર્કેટ, હોસ્પિટલ, શો-રુમ, હોટેલ માટે ઉત્તમ સ્થળ
આ પણ જુઓ
ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા