glasses will wake up if the driver falls asleep : ડ્રાઈવર સુઈ જશે તો ચશ્મા જગાડશે, વાહન હંકારતી વખતે ડ્રાઈવરને ઝોકુ આવી જશે તો આ ખાસ પ્રકારના ચશ્મા એલાર્મ વગાડી તેને સતેજ કરી દેશે.
સામાન્ય રીતે વાહન અકસ્માતોનું વિષ્લેષણ કરવામાં આવે તો સમગ્ર દેશમાં દિવસે કે રાત્રે ડ્રાઈવરને ઝોકુ આવી જવાને કારણે થતા વાહન અકસ્માતોની સંખ્યા ધણી વધારે હોય છે. ત્યારે આ સમસ્યામાંથી છુટકારો મેળવવા સુરતના 11માં ધોરણમાં અભ્યાસ કરતા નવાબ સુફિયાન નામના એક કિશોરે એવા ચશ્મા તૈયાર કર્યા છે કે જે ડ્રાઈવરને ઝોકુ આવતાની સાતે જ એલાર્મ વગાડી તેને સતેજ કરી દે છે,(glasses will wake up if the driver falls asleep) જેથી ડ્રઈવર પુનઃ સ્ટીયરિંગ પર કાબુ મેળવી અકસમાત થવાથી બચી શકે છે. આ ચશ્માના ઉપયોગથી વાહન અકસ્માતોની સંખ્યામાં નિશ્ચિતપણે નોંધપાત્ર ઘટાડો આવી શકે છે.
દિકરાએ એવી વસ્તુ બનાવી કે જેને લઈને અમારું નામ થઈ ગયુ : પિતા શકિલ અહેમદ
કિશોરના પિતા શેખ શકિલ અહેમદે આ અંગે જણાવ્યુ હતુ કે મારા દિકરાએ બનાવેલા આ ચશ્માને લઈને મને ખુબ આનંદ સાથે ગર્વની લાગણી થઈ છે. દિકરાએ એવી કોઈ વસ્તુ બનાવી છે કે જેને લઈને અમારું નામ થઈ ગયુ છે.
ચશ્મા બનાવવાનો વિચાર કઈ રીતે આવ્યો
કિશોરના પિતા જણાવે છે કે તેમના મિત્રની ટ્રાવેલ્સની 10 ગાડીઓ હતી. એકવાર તેમના મિત્રનો ફોન આવ્યો કે તેમની ત્રણ ગાડીઓનો અકસ્માત થયો છે અને ગાડીઓ ટોટલ લોસ થઈ ગઈ છે, સદભાગ્યે ડ્રાઈવરને કોઈ નુકશાન થયુ નથી. જેથી મને આ અંગે ચિતા થઈ હતી અને હું ટેન્શનમાં ઘરે પહોંચ્યા હતો. ઘરે મારો પુત્ર કંઈક કામ કરી રહ્યો હતો, તેણે મારા ચહેરા પર ચિતાની લકીરો જોઈને પુછ્યુ કે અબ્બુ કોઈ ટેન્સન છે..? ત્યારે મેં જણાવ્યુ કે હા બેટા ટેન્સન તો છે, મારા મિત્રની દસમાંથી ત્રણ ગાડીઓનો અકસ્માત સર્જાયો છે અને ડ્રાઈવરને પુછતા તેમણે જણાવયુ છે કે ઉંધ આવી જવાને કારણે અકસ્માત સર્જાયો છે અને ગાડીઓમાં ઘણું નુકશાન થયુ છે.
પુત્રએ જે પણ ચીજ-વસ્તુઓની માગણી કરી તે તમામ વસ્તુઓ પિતાએ ઉપલબ્ધ કરાવી
ત્યારબાદ મેં મારા પુત્રને જણાવ્યુ હતુ કે કોઈ એવી વસ્તુ બનાવી શકાય કે જેનાથી ડ્રાઈવરને ઉંધ આવતા જ તેને જગાજી શકાય અને આ સાથે પેસેન્જરોને પણ એલર્ટ કરી શકાય (glasses will wake up if the driver falls asleep)..? ત્યારે મારા પુત્રએ મને ચશ્મા વિષે વાત કરતા જણાવ્યુ હતુ કે ચશ્મા એક એવી વસ્તુ છે કે જે શરીર સાથે ટચ થઈ જાય છે અને જો ચશ્મામાં એવા કોઈ ફંકશન જોડવામાં આવે તો કદાય ડ્રાઈવરની સાથે પેસેન્જરોને પણ એલર્ટ કરી શકાય. જેથી મેં મારા પુત્રને કહ્યુ કે બેટા તું આ કામ હાથ પર લે અને તેના માટે મહેનત કર. ત્યારબાદ મારા પુત્રએ આ કામ માટે જે પણ ચીજ-વસ્તુઓની માગણી કરી તે તમામ વસ્તુઓ મેં તેને લાવી આપી.
સાડા ત્રણ માસની મહેનત બાદ નવાબ સુફિયાનની મહેનત રંગ લાવી
ત્યારબાદ મારો પુત્ર અથાક મહેનત સાથે દિવસ-રાત, ખાવા-પીવાનો સમય જોયા વિના આ ચશ્મા બનાવવા પર ધ્યાન કેનદ્રીત કરી મહેનત કરવા લાગ્યો. સવાર સવારમાં ઉઠીને રાત દિવસ મહેનત કરતા પુત્રની મહેનત ત્રણથી સાડા ત્રણ માસ બાદ રંગ લાવી. આટલી મહેન્ત બાદ પુત્રએ બનાવેલા ચશ્મા જોઈને મને લાગ્યુ કે તેણે ભારે મહેનત બાદ તૈયાર કરેલા આ ચશ્મા નિશ્ચિત પણે ડ્રાઈવરની સાથે સાથે પેસેન્જરોની સુવિધા અને સુરક્ષામાં વધારો કરશે. (glasses will wake up if the driver falls asleep)
પિતાની ચિંતાને લઈને મેં આ ચશ્મા બનાવવાનું શરુ કર્યુ : નવાબ સુફિયાન
આ અંગે કિશોર નવાબ સુફિયાને જણાવ્યુ હતુ કે મારા પિતાની ચિંતાને લઈને મેં આ ચશ્મા બનાવવાનું શરુ કર્યુ હતુ. આ ચશ્મામાં એક બઝર સિસ્ટમ છે કે જે ડ્રાઈવરની આંખ પાંચ સેકન્ડ સુધી બંધ થતા એકિટવેટ થઈ એલાર્મ વગાડી દે છે જેથી ડ્રઈવર સતેજ થઈ જતા વાહન પર ફરીથી કાબુ મેળવી અકસ્માત થતો નિવારી શકે છે.
માત્ર રૂ. 900ની કિંમતના આ ચશ્મા અનેલ લોકોના જીવ બચાવશે
હાલ દેશની મોટા ભાગની ટ્રાવેલ્સ કંપનીઓના ડ્રાઈવરો અલગ-અલગ કારણોને લઈને લગભગ દિવસ-રાત ડ્રાઈવિંગ કરતા હોય છે. જેને લઈને તેમને ડ્રઈવિંગ દરમ્યાન ઉંધ આવી જવી કે ઝોકુ આવવુ એ સામાન્ય ઘટના બની જાય છે. એવામાં માત્ર રૂ. 900ની કિંમતમાં સુરતના કિશોર નવાબ સુફિયાન દ્વારા તૈયાર કરાયેલા આ ચશ્મા વાહન અકસ્માતની સંખ્યામાં ઘટાડો કરવા સાથે અનેક લોકોના જીવ બચાવવા સક્ષમ છે. જોકે હાજી આ ચશ્માની ડિઝાઈનમાં કેટલાક સુધારા-વધારા અપેક્ષિત છે.
તાજા સમાચાર
પરિવાર, આસપાસમાં રહેતા લોકો અને સમગ્ર વિસ્તારને સુફિયાન પર ગર્વ
સુધારા-વધારા સાથેની ચશ્માની આ ડિઝાઈન જો બજારમાં આવી જાય તો અકસ્માતોની સંખ્યા અને તેમાં થતી જાનહાની પર નિશ્ચિતપણે કેટલેક અંશે લગામ લગાવી લોકોના જીવ બચાવી શકાય છે. ચશ્માના પ્રોડક્શનને કિશોરને ઘણી-બધી જગ્યાએથી વિવિધ ઓફરો મળી રહી છે. પિતાના કહેવા પર સુરતની ખાનગી શાળામાં 11માં ધોરણમાં ભણતા નવાબ સુફિયાને બનાવેલા ચશ્મા અને તેની સફળતા પર તેનો પરિવાર, આસપાસમાં રહેતા લોકો અને સમગ્ર વિસ્તાર ગર્વ અનુભવી રહ્યો છે. (glasses will wake up if the driver falls asleep)