Surat Rape : સુરતમાં વધુ એક સગીરા પર દુષ્કર્મને પગલે ચકચાર મચી ગઈ છે. સુરતમાં છેલ્લા થોડા દિવસોમાં દુષ્કર્મના બનાવો વધી જતા લોકોમાં દહેશત ફેલાઈ છે. થોડા સમય પહેલા જ 3 વર્ષની અને 2.5 વર્ષની બાળકીઓના અપહરણ, દુષ્કર્મ અને હત્યા ઉપરાંત સુરતમાં જ અન્ય એક 4 વર્ષની બાળકીને ચોકલેટની લાલચ આપી દુષ્કર્મનો બનાવ બન્યો હતો. દરમ્યાન વધુએક સગીરા નરાધમોનો શિકાર બનતા પોલીસ દોડતી થઈ હતી. અંતે પોલીસે ગેંગ રેપના આ કેસમાં 3 નરાધમોને દબોચી લીધા હતા.
બંધ મકાનમાં રાખી કિશોરી સાથે ત્રણ શખ્સોનો ગેંગ રેપ : Surat Rape
બનાવની વિગત મુજબ સુરતના ચિખલી વિસ્તારમાં માતા પિતા અને ભાઈ સાથે રહેતી 16 વર્ષની કિશોરી ઘરેથી કોઈને કહ્યા વિના ઘરેથી ભાગી ગઈ હતી. માતા પિતાના લગ્ન કરવા અંગેના દબાણને પગલે આ કિશોરી ચીખલીથી ભાગીને તેના મિત્ર સુરજ રાજપુત સાથે સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેવા આવી હતી. સુરજે એક બંધ મકાનમાં યુવતીને રાખીને તેની સાથે એક પતી જેવો વ્યવહાર કરવા લાગ્યો હતો. એટલુ જ નહીં આરોપીએ લગ્નની લાલચ આપીને તથા તારા માતા-પિતા અહીંથી જઈશ પછી તને રાખશે નહીં તેવી ચીમકી આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. ત્યારબાદ આરોપી સુરજ રાજપુત યુવતીને બ્લેક-મેઈલ કરી અવાર નવાર તેને પોતાની હવસનો શિકાર બનાવતો હતો. બનાવના થોડા દિવસો પહેલા પણ કિશોરી સાથે મારઝુડ પણ કરવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યુ હતુ.
અવાર-નવાર રુમ બદલીને કિશોરીને આરોપી સુરજ રાજપુત તેના બે મિત્રોને પણ રુમ પર લાવતો હતો. જ્યાં આ બંન્ને મિત્રોની નજર પણ કિશોરી પર બગડી હતી. બાદમાં બંન્ને જણા થોડા દિવસ પહેલા આ કિસોરીને એસએમસી આવાસના એક બંધ મકાનમાં લઈ ગયા હતા અને તેની પર ગેંગરેપ ગુજાર્યો હતો. કિશોરીએ વિરોધ કરતા સુરજે તેની મારઝુડ કરતા કિશોરી અહીંથી ભાગી ગાઈ હતી. બીજી તરફ તેણે આરોપીઓ સામે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. કિશોરીએ તેને વેશ્યાવૃત્તિના વ્યવસાયમાં પણ ધકેલી હોવાનો ઘટસ્ફોટ કરતા પોલીસે આ દિશામાં પણ તપાસ હાથ ધરી હતી. તાપસને અંતે પોલીસે આ ગેંગરેપના મુખ્ય સુત્રધાર સુરજ રાજપુત તથા તેના બે આરોપી મિત્રો વિમલેશ પાઠક અને ચંદન ઝાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
Surat Rape પીડિતાની આપવીતી
પીડિતાના જણાવ્યા મુજબ આરોપી સુરજ રાજપુત તેને પોતે પરિવાર સાથે રહેતો હોવાનું જણાવી ચીખલીથી ડિંડોલી લઈ આવ્યો હતો. હું તેને ભાઈ તરીકે સંબોધતી હતી પરંતુ તેને મારા પ્રત્યે કેવી લાગણી હતી તે ભગવાન જાણે. મને તેણે ડિંડોલીમાં માતા પિતા અને ભાઈ બહેન સાથે રહેતો હોવાનું જણાવ્યુ હતુ. હું જ્યારે ડિંડોલી આવી ત્યારે મને તેના પરિવારના કોઈ સભ્યો દેખાયા ન હતા. અહીં તેણે મને તારી સાથે લગ્ન કરવા છે કહી મારા ના પાડવા છતાં જબરજસ્તીથી મારા માથામાં સિંદુર પુરી દુષ્કર્મ કર્યુ હતુ. વધામાં સગીરાએ જણાવ્યુ હતુ કે સુરજ રાજપુત ચાની કીટલી ધરાવતો હતો જ્યાં ચંદન અને વિમલેશની અવરજવર હતી. બાદમાં ચંદન અને વિમલેશે પણ ડિંડોલીમાં એક જુના બિલ્ડિંગના બંધ મકાનમાં ગેંગરેપ કર્યો હતો. મારી ઉપર અત્યાચાર થયો છે, ખોટુ કામ થયુ છે આથી હું ઈચ્છુ છુ કે આરોપીઓને ફાંસની સજા થાય.
પોલીસના જણાવ્યા પ્રમાણે
ડિંડોલી પોલીસ સ્ટેશનના સિનિયર પી.આઈ. સી.કે. પટેલે જણાવ્યુ હતુ કે આ બનાવમાં ભોગ બનનાર 17 વર્ષની સગીરા છે. લગ્ન કરવા તેના માતા પિતા છોકરાની શોધખોળ ચલાવી રહ્યા હતા પરંતુ સગીરાને લગ્ન કરવા ન હોવાથી તે ઘરેથી ભાગી ગઈ હતી. જેમાં તેને તેનો પરિચીત સુરજ રાજપુત તેને મદદ કરવાને બહાને ડિંડોલી લાવ્યો હતો. તે સુરજ સાથે ડિંડોલી આવીને રહેતી હતી. જ્યાં સુરજ તેની સાથે પતિ જેવો વ્યવહાર કરતો હતો. તે સિવાય તે સગીરાને તું પાછી જઈશ તો જાનથી મારી નાંખીશ અને તારા માતા-પિતા પણ તને રાખવાનો ઈન્કાર કરશે કહીને તેની સાથે અવાર નવાર શારીરિક સંબંધ બાંધ્યો હતો. તે સિવાય સુરજે સગીરાને પોતાના બે મિત્રો વિમલેશ પાઠક અને ચંદન ઝા સાથે શરીર સંબંધ બાંધવા મજબુર કરી હતી. બાદમાં સુરજના આ બંન્ને મિત્રોએ પણ સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. પીડિતાની ફરિયાદને આધારે ડિંડોલી પોલીસે બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ત્રણે આરોપીઓ સામે ગુનો દાખલ કરી તેમની અટકાયત કરી હતી.
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
ડિડોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
પોલીસ આ Surat Rape કેસમાં તાબામાં લીધેલા ત્રણેય આરોપીઓ અંગે તેઓ અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ કરી રહી છે. તે સિવાય આ સમગ્ર ચકચારી કેસમાં અન્ય કોઈ શખ્સોની સંડોવણીની શંકાને આધારે પણ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
આ પણ જુઓ
Women’s Empowerment નું ઉત્કૃષ્ઠ ઉદાહરણ : પ્રાંતવેલ ગામની બહેનો