અમદાવાદ ગ્રામ્ય પોલીસની LCB શાખાએ માહિતીને આધારે પાલડી કાંકજ ગામની સીમમાં આવેલ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ગોડાઉનમાંથી રૂ. 11.71,800 ની કિંમતનો 225 પેટી દારુનો જથ્થો)large quantity of liquor seized) ઝડપી લીધો છે.
ફીનાઈલની આડમાં સંતાડેલા દારુના જથ્થા સહિત 11.92 લાખનો મુદ્દામાલ કબજે
પ્રાપ્ત થતી માહિતીને આધારે અમદાવાદ ગ્રામ્ય પોલીસની LCB શાખાને માહિતી મળી હતી કે પાલડી કાંકજ ગામની સીમમાં પંચરત્ન ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ પ્લોટ નંબર-63માં આવેલ ગોડાઉનમાં ફીનાઈલની બોટલોની આડશમાં વિદેશી દારુનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. જેના આધારે પોલીસે અહીં દરોડો પાડતા ગોડાઉનનું તાળુ બંધ હતુ. પોલીસે તાળુ તોડી અંદર તપાસ કરતા ફીનાઈલની બોટલોની આડમાં છુપાવવામાં આવેલ રૂ. 11,71,800નો 2,700 બોટલ(225 પેટી) દારુનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે અહીથી દારુનો જથ્થો અને રૂ. 20,400ની કિંમતની 2,040 ફીનાઈલની બોટલો મળી કુલ રૂ 11,92,200નો મુદ્દામાલ કબજે કર્યો છે. ગોડાઉન ભાડે રાખનાર રાજસ્થાનના ઝાલોરનો રહેવાસી નરસીરામ ટીકમારામ જાનવી ઘટનાસ્થળ પર મળી આવ્યો ન આવતા પોલીસે આ અંગે ગુનો નોંધી નરસીરામની શોઘ-ખોળ હાથ ધરી છે.
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
કામગીરી કરનાર અધિકારી-કર્મચારીઓ
અમદાવાદ ગ્રામ્ય પોલીસની LCB શાખાની આ કાર્યવાહીમાં પો.ઈન્સ. એચ.બી. ગોહીલ, પો.સબ.ઈન્સ. જી.એમ. પાવરા, પો.સબ.ઈન્સ. એ.એસ. દેસાઈ તથા તેમની ટીમના કર્મચારીઓ શામેલ છે.
આ પણ જુઓ
30 January, 2022 ના દિવસે દેશ શહીદો(shahid din)ની યાદમાં 2 મિનિટનું મૌન(Silence) પાળશે