Table of Content : ગોધરાના કિશોરને વડોદરા સયાજી હોસ્પિટલ(sayajirao hospital vadodara)ના ડોક્ટરોએ આપ્યુ નવુ જીવન
ડૉક્ટરોને કદાચ એટલે જ કેટલાક લોકો ભગવાનનો દરજ્જો આપે છે
ડૉક્ટરોને કદાચ એટલે જ કેટલાક લોકો ભગવાનનો દરજ્જો આપે છે કેમકે તબીબો માણસને નવજીવન આપી શકે છે. સાડા ચાર માસ સુધી વેન્ટિલેટર પર રાખી વડોદરા સયાજી હોસ્પિટલ(sayajirao hospital vadodara)ના તબીબોએ ગોધરાના માત્ર 11 વર્ષની ઉંમર ધરાવતા કિશોર અસિમને નવુ જીવન બક્ષ્યૂ છે. અસિમ આંચકી આવવાને લઈને ચેતના ગુમાવી દેતો હતો. જોકે આંચકી આવવાની બીલકુલ સામાન્ય જણાતી બાબત ઘણી બધી તપાસના અંતે અસિમ માટે એન્કેફેલોમાયલાઈટિસ નામની મજ્જાતંત્ર-ચેતાતંત્રની ગંભીર બીમારી તરીકે બહાર આવી હતુ. જોકે વડોદરા સયાજી હોસ્પિટલ(sayajirao hospital vadodara)ના તબીબોએ લાંબી સારવાર બાદ અસિમને જીવન પાછુ અપાવ્યુ હતુ.
વડોદરા સયાજી હોસ્પિટલ(sayajirao hospital vadodara)ના ડોક્ટરો પાસે અસિમને વેન્ટીલેટર પર રાખવા સીવાય અન્ય કોઈ વિકલ્પો બચ્યા ન હતા
અસિમના પિતા વસીમભાઈ સુલેમાનભાઈ પટેલ લાકડાના વેપાર સાથે સકળાયેલા મધ્યમવર્ગીય વ્યક્તિ છે. વસીમભાઈનો પુત્ર અસિમ 11 વર્ષનો છે અને ધોરણ-6માં અભ્યાસ કરે છે. પહેલા સામાન્ય જીવન જીવતા અસિમને અચાનક આંચકીઓ આવતી હતી અને તે ક્યારેક ચેતના ગુમાવી બેસતો હતો. પરિવાર જ્યારે તેને વડોદરા સયાજી હોસ્પિટલ(sayajirao hospital vadodara) ખાતે લઈ આવ્યુ ત્યારે અસિમના શ્વસનતંત્ર સાથે સંકળાયેલા સ્નાયુઓ ખુબ જ નબળા થઈ ગયા હતા, જેના કારણે અસિમને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. તબીબો પાસે અસિમને વેન્ટીલેટર પર રાખવા સીવાય અન્ય કોઈ વિકલ્પો બચ્યા ન હતા.
અસિમને ફંગલ ઈનફેક્શન, યુરિનલ ઈન્ફેક્શન અને ન્યુમોનિયા સહિતના કોમ્પ્લીકેશનનો સમાનો કરવો પડી રહ્યો હતો
વળી લાંબો સમય વેન્ટીલેટર પર રહેવાને કારણે અસિમને ફંગલ ઈનફેક્શન, યુરિનલ ઈન્ફેક્શન અને ન્યુમોનિયા સહિતના કોમ્પ્લીકેશનનો સમાનો કરવો પડી રહ્યો હતો અને તબીબો સતત આ પ્રકારના કોમ્પ્લીકેશનને કંટ્રોલ કરી રહ્યા હતા.
આખરે વડોદરા સયાજી હોસ્પિટલ(sayajirao hospital vadodara)ના તબીબોની મહેનત રંગ લાવી
જોકે લાંબી સારવાર બાદ સદનસીબે આખરે વડોદરા સયાજી હોસ્પિટલ(sayajirao hospital vadodara)ના તબીબોની મહેનત રંગ લાવી અને અસિમ સ્વસ્થ થયો. વડોદરા સયાજી હોસ્પિટલ(sayajirao hospital vadodara)ના તબીબોએ ભારે જહેમત બાદ મળેલી સફળતાને અને એક કિશોરને મળેલા નવજીવનની ઉત્સાહભેર ઉજવવા અને અસિમને પ્રોત્સાહિત કરવા કેક કટિગ કર્યુ હતુ. અસિમ જ્યારે હોસ્પિટલાઈઝ્ડ થયો ત્યારે તે આંગળીઓ હલાવવા પણ સક્ષમ ન હતો પરંતુ વડોદરા સયાજી હોસ્પિટલ(sayajirao hospital vadodara)ના તબીબોની મહેનત ને પરિણામે તેણે જાતે કેક કટિંગ કરી તબીબોના મોં મીઠા કરાવ્યા.
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
હોસ્પિટલાઈઝેશનના છ માસમાંથી સાડા ચાર માસ અસિમ વેન્ટીલેટર પર રહ્યો
વડોદરા સયાજી હોસ્પિટલ(sayajirao hospital vadodara)ના બાળરોગ નિષ્ણાંત અને વિભાગના હેડ ડૉ. શીલા ઐયરે જણાવ્યુ હતુ કે, મેં મારા 33 વર્ષના કેરિયરમાં આ પ્રકારનો કેસ ક્યારેય સંભાળ્યો નથી. મજ્જાતંત્રની આ પ્રકારની ગંભીર બીમારી અને ધણા લાંબા સમય સુધી આ પ્રકારની સ્થિતીમાં રહ્યા બાદ દર્દી સ્વસ્થ થયો હોય તેવો કોઈ કિસ્સો અમારામાંના કોઈના ધ્યાન પર નથી. અસિમ દર્દી તરીકે 6 મહિનાથી હોસ્પિટલમાં છે જેમાંના સાડા ચાર માસ તો તે વેન્ટીલેટર પર રહ્યો છે. જોકે અહીં પોઝીટીવ બાબત એ છે કે અસિમે પોતાની યાદશકિત સહેજ પણ ગુમાવી નથી અને તે પોતાના પરિવારજનોને સ્પષ્ટપણે ઓળખી રહ્યો છે.
આ પણ જુઓ
જાણો, ભાજપને UP ELECTION જીતાડવા સુરતના વેપારીઓ કેવી રીતે કરી રહ્યા છે મદદ