Ahmedabad Police : અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંન્ચે બે અઠંગ વાહનચોરને ઝડપી લઈ ઓટોરિક્ષા અને ટુ-વ્હીલરો સાથે રુ..4.70 લાખના 11 વાહનો કબજે કર્યા છે.
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ અધિક પોલીસ કમિશ્નર પ્રેમવીર સિંહ અને નાયબ પોલીસ કમિશ્નર ચૈતન્ય માડલીકની સુચના અંતર્ગત પો.ઈન્સ. સી.બી. ટંડેલની સ્ક્વોર્ડના પો.સબ.ઈન્સ. વાય.જી. ગુર્જર, પી.બી. ચૌધરી, એમ.એમ. ગઢવી અને એન.વી. દેસાઈ સહિતની ટીમો વાહનચોરીના ગુના શોધવા કાર્યરત હતી.
Ahmedabad Police : ઓઢવ રીંગ રોડ પરથી આરોપીઓ ઝડપાયા


દરમ્યાન પોલીસને મળેલી મહિતીને આધારે ઓઢવ રીંગ રોડ પામ હોટલ પાસેથી મૂળ સુરતના રહેવાસી ઈન્દ્રજીતસિંહ ઉર્ફે જયપાલસિંહ નરેનદ્રસિંહ ટાંક(25) અને મૂળ રાજસ્થાન ઉદેપુરના રહેવાસી હાલ નરોડા ગામ અમદાવાદ ખાતે રહેતા લાલુરામ ઉર્ફે લાલારામ સોમાજી મીણા(32)ને રુ. 70,000ની કિંમતની ચોરીની રિક્ષા સાથે ઝડપી લીધા હતા.
Ahmedabad Police : 38 જેટલી વાહનચોરીની કબુલાત
પુછપરછમાં આરોપીઓએ અન્ય સાગરીતો સાથે મળી છેલ્લા ત્રણ થી ચાર માસ દરમ્યાન અમદાવાદ શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી ઓટોરિક્ષા અને ટુ-વ્હીલરો મળી કુલ-38 જેટલા વાહનોની ચોરી કરી સુરત શહેર અને હળવદ તથા તેની આસપાસના વિસ્તારોમાં વેચી દીધા હોવાની કબુલાત કરી હતી.

આપના વિસ્તારમાં થતા આયોજનો, ઘટનાઓ, સમસ્યાઓ અને જરુરીયાતોની માહિતી અમારા સુધી WhatsAap દ્વારા પહોચાડવા નીચેની લિંક ક્લિક કરો
https://wa.me/message/COLLBENPMPDMJ1
Ahmedabad Police : 12 ગુનાનો ભેદ ઉકેલાયો
આરોપીઓની કબુલાતના આધારે પોલીસે 8 ઓટોરિક્ષા અને 3 ટુ-વ્હીલર્સ મળી કુલ રુ. 4.70,000ની કિંમતના 11 વાહનો કબજે કરી રામોલના 2, અમરાઈવાડીના 2, શાહીબાગના 2, વેજલપુર, શહેરકોટડા, કૃષ્ણગનર, સરદારનગર, નરોડા અને ધોળકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા કુલ 12 ગુનાનો ભેદ ઉકેલ્યો છે.
આ પણ જુઓ
Gujarat Police : પોલીસ રાખશે શ્રમિકોના બાળકોની સારસંભાળ
Ahmedabad Police : આરોપીઓની મોડ્સ ઓપરેન્ડિ
Ahmedabad Police : આરપીઓ બેકાર હોઈ પોતાના મોજશોખ પુરા કરવા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પોતાના સાગરીતો સાથે ચક્કર લગાવતા હતા અને કોઈપણ જગ્યાએ પાર્ક કરેલ રિક્ષા કે ટુ-વ્હીલરને ડુપ્લિકેટ ચાવી વડે ખોલી કે લોક તોડી વાહન ચોરી રફુચક્કર થઈ જતા હતા. બાદમાં આ ચોરી કરેલા વાહનોને અમદાવાદ શહેરથી દુર ખાસ કરીને સુરત તથા હળવદ અને તેની આસપાસના વિસ્તારોમાં સસ્તામાં વેચી દેતા હતા. આરીતે તેમણે છેલ્લા ત્રણથી ચાર માસમાં ઘણી વાહનચોરી કરી હોવાની કબુલાત કરી છે.

આરોપીઓએ પોતાના સાગરીતો સાથે મળી આ સિવાય કેટલા વાહનોની ચોરી કરી છે અને તેમાં અન્ય કેટલા શખ્સો સંડોવાયેલા છે તે અંગે પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા