VVIP security lapses : રાહુલ ગાંધીની સુરક્ષામાં ચૂકનો મામલો સામે આવતા VVIP નેતાઓની સુરક્ષાને લઈને ફરીથી સવાલો ઉભા થયા છે.
લુધિયાણામાં VVIP કાફલામાં જઈ રહેલી રાહુલ ગાંધીની ચાલતી કાર પર ખૂબ જ નજીકથી ઝંડો ફેંકવાની ઘટના સામે આવી છે. પંજાબમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ચૂકની તપાસ ચાલી રહી છે ત્યારે રાહુલ ગાંધીની સુરક્ષામાં ગંભીર પ્રકારની ક્ષતિને લઈને દેશના VVIPની સુરક્ષા પર ફરીથી સવાલ ઉભો થયો છે.
યુવકે ખૂબ જ નજીકથી રાહુલ ગાંધીની કાર પર ઝંડો ફેંક્યો
રાહુલ ગાંધી પંજાબના લુધિયાણામાં કોંગ્રેસના મુખ્યમંત્રી પદના ઉમેદવારની ઘોષણા કરવા વર્ચ્યુઅલ રેલી ગ્રાઉન્ડ પર જઈ રહ્યા હતા ત્યારે એક યુવકે ખૂબ જ નજીકથી રાહુલ ગાંધીની કાર પર ઝંડો ફેંક્યો હતો, જે તેમના ચહેરા પર ટકરાયો હતો. સદનસીબે તેમને કોઈ ઈજા થવા પામી ન હતી.
પાકિસ્તાન સાથે જોડાયેલી બોર્ડર અને ખાલિસ્નેતાની ચળવળને લઈને પંજાબમાં VVIPઓની સુરક્ષા ગંભીર મુદ્દો
પંજાબ દેશનું ઇન્ટરનેશનલ બોર્ડર ધરાવતું રાજ્ય છે. વળી તેની બોર્ડર દુશ્મન દેશ પાકિસ્તાન સાથે જોડાયેલી છે. આ સાથે પંજાબમાં થોડા દિવસો પહેલા કોર્ટ પરિસરમાં બોમ્બ બ્લાસ્ટની ઘટનાને લઇને અને સિક્યુરિટી એજન્સીઓના ઇનપુટ ને લઈને હાલ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વળી પંજાબમાં છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન દ્વારા ખાલિસ્તાની મૂવમેન્ટને ફરીથી બળ આપવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી પંજાબની પાકિસ્તાન સાથે લાગતી બોર્ડર પર ડ્રોણ દ્વારા હથિયારો મોકલવાની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. રાહુલ ગાંધીના દાદી અને ભારના પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. ઈન્દિરા ગાંધીને ખાલીસ્તાનીઓ દ્વારા શહીદ કરાયા હોવાની ઘટનાને દેશ ભૂલી શકે તેમ નથી. એવામાં આ પ્રકારની ચુક અત્યંત ગંભીર પરિણામોને આમંત્રણ આપી શકે છે.
ઝંડો ફેંકાયો ત્યારે કારમાં VVIPઓ સવાર હતા
રાહુલ ગાંધીની ગાડી પર ઝંડો ફેંકવાની આ ઘટાના બની ત્યારે ગાડીને સુનીલ જાખડ ડ્રાઈવ કરી રહ્યા હતા, રાહુલ ગાંધી તેમની બાજુમાં બેઠા હતા, જ્યારે નવજોતસિંહ સિદ્ધુ અને ચરણજીતસિંહ ચન્ની બંન્ને કારની પાછળના ભાગે બેઠા હતા. સદનસીબે કોઈને કોઈપણ પ્રકારની ઈજા થઈ ન હતી.
સુરક્ષામાં મોટી ચૂક
સુરક્ષાની દ્રષ્ટીએ જોઈએ તો ઈન્ટરનેટ પર મોજુદ આ ઘટનાનો વીડિયો જોતાં એ સ્પષ્ટ રીતે સમજી શકાય છે કે ઝંડો ફેંકના વ્યક્તિએ જેટલી નજીકથી ઝંડો ફેંક્યો હતો તેની જગ્યાએ કોઈ ભારત વિરોધી તત્વો તિક્ષણ હથિયાર, નુકશાન કારક કેમિકલ કે હથિયારનો ઉપયોગ આસાનીથી કરી શકે તેમ હતા. રાહુલ ગાંધીની સુરક્ષામાં રહેલી પોલીસ પણ ત્યાં મોજુદ હતી. છતાં પણ જેટલા નજીકથી ઝંડો ફેંકાયો અને તે રાહુલ ગાંધીના ચહેરા પર અથડાયો તે VVIPઓની સુરક્ષામાં મોટી ચૂક દર્શા છે.
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
VVIP security lapses : ઝંડો ફેંકનાર યુથ કોંગ્રેસનો યુવા
જોકે પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે ઝંડો ફેંકનાર યુવક યુથ કોંગ્રેસનો નદીમ ખાન નામનો યુવક હોવાનું બહાર આવતા સુરક્ષા એજન્સીઓએ રાહતનો શ્વાસ લીધો છે.
આ પણ જુઓ
Cataract free Gujarat : ગુજરાતને મોતિયા મુક્ત કરવાની ઝૂંબેશ