25 C
Ahmedabad
December 17, 2024
NEWSPANE24
News Crime Vadodara

Fraud with senior citizens : બેંકમાં સિનીયર સિટીઝનની નજર ચુકવી 3.80 લાખ ચોરી લેનારા શખ્સો ઝડપાયા

SHARE STORY

Fraud with senior citizens

વડોદરા શહેરમાં બેંક ઓફ બરોડામાંથી સિનીયર સિટીઝનની નજર ચૂકવી(Fraud with senior citizens) 3.80 લાખ સેરવી લેનારા બે સખ્સોને સીસીટીવી ફુટેજના આધારે વડોદરાની સીટી પોલીસના સર્વેલન્સ સ્ટાફે ઝડપી લીધા છે.

સીસીટીવી ફુટેજ અને હ્યુમન ઈન્ટેલીજન્સના આધારે આરોપીઓ ઝડપાયા

Fraud with senior citizens

પ્રાપ્ત થતી માહિતી અનુસાર વડોદરા શહેરની બેંકઓફ બરોડામાંથી સિનીયર સિટીઝનની નજર ચૂકવી(Fraud with senior citizens) કોઈ ગઠીયાઓ રુ. 3.80 લાખની રોકડની ચોરી કરી ગયા હતા. આ અંગે ફરિયાદ નોંધાતા વડાદરા પોલીસે ગુનાની ગંભીરતાને સમજી ત્વરિત કાર્યવાહી શરુ કરી બેંકની આસપાસના સીસીટીવી ફુટેજ ખંગાળ્યા હતા. દરમિયાન સીસીટીવી ફુટેજ અને હ્યુમન ઈન્ટેલીજન્સના આધારે પોલીસે સીસીટીવીમાં દેખાયેલી ઓટોરિક્ષા ચાલકને પોલીસ સ્ટેશન ખાતે લાવી પોલીસની ભાષામાં પુછપરછ કરી જાણકારી મેળવી બીજા આરોપીને ગાંધીનગર ખાતેથી ઝડપી લીધો છે.

આરોપીઓ

આરોપીઓમાં વડાદરાના રહેવાસી સાનુહસન નવિશેર દિવાન અને ગાંધીનગર ખાતે રહેતા રણજીત રામપ્રસાદ બાવરીનો સમાવેશ થાય છે.

કુલ રુ. 1,36,000નો મુદ્દામાલ કબજે

આરોપીઓ પાસેથી પોલીસે રોકડા રુ. 80,000, ઓટોરિક્ષા, 2 મોબાઈલ ફોન મળી કુલ રુ. 1,36,000નો મુદ્દામાલ કબજે કર્યો છે.

તાજા સમાચાર

કામગીરી કરનાર કર્મચારીઓ

વડોદરાના સિનીયર સિટીઝન (Fraud with senior citizens) સાથે થયેલ આ ગુનો ઉકેલવામાં વડોદરા સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર કે.એન. લાઠીયા, ડીસ્ટાફ પી.એસ.આઈ. એચ.એ. વસાવા અને તેમની ટીમના કર્મચારીઓ શામેલ છે.

આ પણ જુઓ

પોંજી સ્કિમ(Ponzi Scheme)માં 2.92 કરોડનું ફુલેકુ ફેરવનારા બંટી-બબલી ઝડપાયા


SHARE STORY

Related posts

glasses will wake up if the driver falls asleep : ડ્રાઈવર સુઈ જશે તો ચશ્મા જગાડશે

SAHAJANAND

Corruption : ગાંધીનગરના ફાયર બ્રિગેડના ઓફિસર સહિત બે જણા પાંચ લાખની લાંચ લેતાં એ.સી.બી.ની જાળમાં ઝડપાયા

SAHAJANAND

Vadodara Police : જોવો વીડિયો : પેટ્રોલ-ડીઝલ ચોરી કરતી ગેંગને કેવી રીતે પોલીસે ઝડપી : 24 લાખનો મુદ્દામાલ કબજે

Newspane24.com

વૈશ્વિક પુરવઠા શ્રૃંખલામાં વિશ્વનું ભરોસાપાત્ર ભાગીદાર બનવા માટે ભારત કટિબદ્ધ : નરેન્દ્ર મોદીનું World Economic Forumમાં સંબોધન

SAHAJANAND

Leave a Comment